Love Horoscope 2018: કુંભ રાશિનું પ્રેમનું ભવિષ્યફળ 2018

કુંભ રાશિના જાતકોને આ વર્ષે લગ્નની શક્યતાઓ ઓછી છે, ઉપરાંત પરીણિતના જીવનમાં અનેક ઉથલ-પાથલ મચી જશે. વધુ વાંચો અહીં...

કુંભ રાશિના જાતકો માટે વર્ષની શરૂઆત થોડી અઘરી જણાઈ રહી છે. તમારા અને તમારા પાર્ટનર વચ્ચે વારંવાર મતભેદો થવાની શક્યતા છે. સારુ રહેશે કે તમે સંયમ જાળવો અને દરેક વાતમાં લડવા અને દોષારોપણ કરવાથી બચો. વગર વિચારે કોઈ પણ નિર્ણય પર આવી જશો નહિં. તમારા સંબંધને પૂરતો સમય આપો અને પોતાને થોડા ફ્લેક્સીબલ બનાવો, જેથી તમારો સંબંધ તૂટે નહિં. તમારા જીવનમાં માર્ચ સુધીનો સમય આરોપ-પ્રત્યારોપનો રહેશે. એપ્રિલથી બધુ ધીમે ધીમે સારુ થવા લાગશે અને તમે એકબીજાની વાત સમજવા માટે આગળ વધશો.

પાર્ટનરની તબિયત બગડશે

પાર્ટનરની તબિયત બગડશે

આ પછીનો સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે અને તમારી લાઈફમાં બધુ પહેલા જેવું થઈ જશે. માર્ચમાં એક મુશ્કેલી બીજી આવતી દેખાઈ રહી છે. આ સમયે તમારા પાર્ટનરની તબિયત બગડી શકે છે અને તમારી દોડ-ધામ વધી શકે છે.

પાર્ટનરના દ્રષ્ટિકોણને સમજો

પાર્ટનરના દ્રષ્ટિકોણને સમજો

કુંભ રાશિના દંપતિઓની સ્થિતિ પણ કંઈક આવી જ જણાઈ રહી છે. વર્ષની શરૂઆતમાં તમે પણ ગુસ્સાને કારણે મતભેદોનો સામનો કરશો. આ સમયે ગુસ્સા પર નિયંત્રણ અને દિમાગ ઠંડુ રાખજો. તમારા જીવનસાથીના દ્રષ્ટિકોણને સમજવાનો અને વિના કારણના ઝગડાઓને ટાળવાનો પ્રયત્ન કરજો.

આરોગ્યનું ધ્યાન રાખજો

આરોગ્યનું ધ્યાન રાખજો

વર્ષના અંત સુધી ગાડી પાટે આવી જશે, પણ શરૂઆતના સમયમાં સામંજસ્ય બેસાડવા ઘણી મહેનત કરવી પડશે. જીવનસાથીના આરોગ્યનું ધ્યાન રાખજો.

લગ્ન માટે ઉતાવળા થશો નહિં

લગ્ન માટે ઉતાવળા થશો નહિં

જે યુવાઓ લગ્નના સપના સેવી રહ્યા છે તેમની માટે નવું વર્ષ સારુ નથી. આ વર્ષે તમે તમારા સંબંધોને કોઈ અંજામ સુધી લઈ જવાની ઉતાવળ કરશો નહિં. તમે ગમે તેટલા પ્રયત્નો કરશો, પણ તમારા માતા-પિતા આ સંબંધ માટે તૈયાર થશે નહિં. જેથી તમે તમારા પગલા પાછા લઈ લો તેમાં જ ભલાઈ છે.

સમવન સ્પેશ્યલ મળશે

સમવન સ્પેશ્યલ મળશે

જે જાતકોને પ્રેમની શોધ છે તે યુવાઓ માટે આ વર્ષ ઉત્તમ છે. તેમનો સમવન સ્પેશ્યલ તેમને જરૂર મળશે પણ પ્રેમ સુધી પહોંચવામાં હજુ વાર લાગશે. આ વર્ષ મિત્રતાને નામ જ રાખો તો સારુ રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X