સાચા પોખરાજના ગુણો અને તેનું મહત્વ જાણો અહીં..

Written By:
Subscribe to Oneindia News

પોખરાજ બૃહસ્પતિ ગ્રહ રત્ન છે. ગુરુ અશુભ અને પાપી થાય ત્યારે લોકો પોખરાજ ધારણ કરતા હોય છે. પોખરાજ ધારણ કરવાથી વ્યકિતની મહત્વકાંક્ષાઓમાં વધારો થાય છે. ધન સંપત્તિ, પુત્ર સુખ, સ્ત્રી સુખ વગેરે મળે છે. તે સ્ત્રીઓ માટે ખાસ લાભકારક હોય છે. તેને પહેરવાથી વિદ્યાર્થિઓને લાભ થાય છે, પત્નીને પતિ સુખ મળે છે. પેટના દર્દીઓને પોખરાજ પહેરવાથી લાભ થાય છે.

pokhraj

પોખરાજના અન્ય નામ

 • પોખરાજ પુષ્પરાજ, પીત સ્ફટિક, પીત મણિ, યાકુન, ગુરુ રત્ન, ગુરુ વલ્લભ પીલૂરાજ વગેરે. 

ભૌતિક ગુણઃ સખત 08, ધનત્વ 3.50 થી 3.53 સુધી, વર્તનાક 1.61 તથા 1.627, પુનરાવર્તન 1.008 તથા અપકિરણ 0.014 છે.

રંગ
શુદ્ધ પોખરાજ તો રંગહીન રત્ન હોય છે, પણ પીળા રંગના પોખરાજને ગુરૂનો રત્ન મનાય છે. સફેદ રંગનો પોખરાજ પણ જોવા મળે છે. પ્રાચીન કાળમાં ક્રાઈસોલાઈટ ઉપરાંત પીળો સ્ફટિક સાઈટ્રી જ પોખરાજના નામથી વેચાતો હતો. પીળો નીમલ એટલે કે પાચ્ય પોખરાજને જ પોખરાજ કહે છે.

pokhraj

પોખરાજ ઉદગમ સ્થાન

પોખરાજ ગ્રેનાઈટ, નાઈસ તથા પૈગમેટાઈટ શિલાઓમાંથી મળે છે, જેમાં કેટલાક નકામા પદાર્થો વિના બોલાવ્યે ઘુસી જાય છે. આ પદાર્થોથી નીકળનારી વરાળ તથા ફ્લોરીન ગેસની અંત ક્રિયાથી પોખરાજ બને છે.
ઉચ્ચ કોટિનો પોખરાજ બ્રાઝીલની ખાણોમાંથી મળે છે. આ ઉપરાંત શ્રીલંકા, મેક્સિકો અને જાપાન વગેરેમાંથી મળે છે.

તે પારદર્શી હોય છે, ભારે હોય છે, સ્થૂળ હોય છે, સ્પર્શ કરવાથી ચિકણો લાગે છે અને પોખરાજનો રંગ પીળા કનેર જોવો હોય છે.

અસલી પોખરાજની ઓળખ

 • સફેદ કપડા પર પોખરાજ રાખી સૂર્યના તાપમાં મુકો તો કપડા પર પીળી છાંય દેખાય છે.
 • પોખરાજને છાણ સાથે ઘસવાથી તેનો રંગ મેલો થઈ વધારે ચમકવા લાગે છે. તે સાચા પોખરાજનો ગુણ છે.
 • જો પોખરાજ પર ઘા કરવામાં આવે તો તે એક જ દિશાએથી તૂટશે.
 • અસલી પોખરાજને ગરમ કરવાથી તે સફેદ રંગનો થાય છે.
 • પોખરાજને 24 કલાક દૂધમાં રાખ્યા બાદ પણ તેનો ચળકાટ ન જાય તો તે અસલી પોખરાજ છે.
pokhraj

ખામીયુક્ત પોખરાજ ધારણ કરવાથી થતુ નુકશાન

 • જે પોખરાજમાં કાળા છાંટા દેખાય તે ગૃહસ્થ જીવનમાં તાણની સ્થિતિ ઊભી કરે છે. 
 • એવો પોખરાજ ક્યારેય ધારણ ન કરવો, જેમાં જાળા દેખાય. કારણ કે તેને પહેરવાથી સંતાનને મુશ્કેલી આવે છે.
 • જે પોખરાજમાં ખાડો હોય તે ધન, સંપત્તિનો નાશ કરે છે, આવો પોખરાજ ક્યારેય ન પહેરવો.
 • જે પોખરાજમાં બે રંગ જોવા મળે તેને પહેરવાથી રોગમાં વધારો થાય છે.
 • જે પોખરાજમાં ઉભી લાઈનો દેખાય, તે ભાઈઓ વચ્ચે ઝગડા કરાવે છે.
 • જો કોઈ પોખરાજમાં સફેદ ડાઘા હોય તે તે મૃત્યુનો કારક છે.
 • જે પોખરાજમાં લાલ છાંટા હોય તે આર્થિક નુકશાન કરાવે છે.
English summary
Topaz is a silicate mineral of aluminium and fluorine with the chemical formula . Topaz crystallizes in the orthorhombic system, and its crystals are mostly prismatic terminated by pyramidal and other faces.
Please Wait while comments are loading...