• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું તમે એક સારું સ્વાસ્થય ઇચ્છો છો? આ રત્ન કરશે મદદ!

કોઈ માને કે ન માને પણ દરેક ગ્રહના રત્નો અને ઉપરત્નો અનેક રોગોનો નાશ કરવામાં સક્ષમ છે.
By Desk
|
Google Oneindia Gujarati News

રત્નોનો વ્યક્તિના જીવન પર સખત પ્રભાવ પાડે છે. કોઈ માને કે ના માને પણ દરેક ગ્રહના રત્નો અને ઉપરત્નો ગ્રહ દશા ઠીક કરવામાં કામ લાગે છે. પણ શું તમે જાણો છો કે આ રત્નો વ્યક્તિના રોગોને દૂર કરવામાં પણ કામ લાગે છે. જ્યોતિષની ભાષામાં તેને 'રત્ન ચિકિત્સા' કહે છે. ઘણા વૈજ્ઞાનિક શોધોમાં પણ સાબિત થયેલ છે કે રત્નોનો ઉપયોગ રોગોનો નાશ કરવામાં સક્ષમ છે. આજે અમે તમને કેટલીક એવી બિમારીઓ વિશે જણાવિશું કે કયા રત્નથી કઈ બિમારી દૂર કરી શકાય છે.

અલ્સર

અલ્સર

ધુમ્રપાન, દારૂનું સેવન, તેલ યુક્ત ભોજનના સેવનને કારણે પેટના અલ્સર થાય છે. જેમાં પેટના ઉપરના ભાગમાં અત્યંત દુખાવો થાય છે. કંઈ પણ ખાતા પેટમાં દુખાવો ચાલુ થઈ જાયૉ છે. જ્યોતિષ પ્રમાણે લગ્નેશ કે લગ્ન પર જ્યારે શનિ કે મંગળની દ્રષ્ટિ હોય તો અલ્સર થાય છે. કર્ક કે કન્યા રાશિમાં શનિ કે કેતુના હોવાથી, પાંચમા ભાવમાં મંગળ ઉપસ્થિત રહેવાને કારણે સૂર્ય કે કેતુનુ આક્રાંત થવાથી અલ્સરની આશંકા રહે છે. આ રોગના નિવારણ માટે પન્ના કે પીળો નીલમ મધ્યમા અને અનામિકા આંગળીમાં ધારણ કરવો. રોગ ગંભીર હોય તો માણિક્ય કે મુંગાની ભસ્મ ઔષધિના રૂપે સેવન કરવું, સાથે જ મુનસ્ટોન પણ ધારણ કરી શકાય છે.

ગઠિયો વા

ગઠિયો વા

આ સાંધાનો રોગ છે, જેમાં વ્યક્તિને શરીરના સાંધામાં દુખાવો રહે છે. આ રોગ 45 વર્ષથી વધુની ઉંમરના લોકોમાં જોવા મળે છે. જ્યોતિષ અનુસાર મિથુન, તુલા, કુંભ રાશિના વ્યક્તિ આ રોગથી વધુ પિડાય છે. ગુરુ લગ્નમાં તથા શનિ સપ્તમભાવમાં હોય તો ગઠિયો વા થવાની શક્યતા રહે છે. વૃષભ, સિંહ, કન્યા, મકર તથા મીન રાશિમાં શનિ-રાહુનો યોગ અને મંગળની સીધી દ્રષ્ટિ હોય તો આ રોગ થાય છે. સૂર્ય કમજોર હોય તો પણ ગઠિયો વા થાય છે. આ રોગને દૂર કરવા માટે શરીરના સ્પર્શ કરતું સ્વર્ણ કે તાંબુ ધારણ કરવું જોઈએ. ગોમેદ તથા પીળો પોખરાજ રોગને વધતો અટકાવે છે.

ખીલ

ખીલ

કિશોરાવસ્થામાં દરેક છોકરા-છોકરીઓને સૌથી વધારે હેરાન કરતું હોય તો તે છે ચહેરા પર થતી ખીલો. મોટાભાગે ખીલો પેટની ગંદકી અને લોહીની અશુધ્ધતાને લીધે થાય છે. ધુળ-માટીથી પણ તેનું સંક્રમણ થાય છે. જ્યોતિષ મત અનુસાર મેષ તથા વૃશ્ચિક રાશિના જાતકો ખીલોથી પીડાય છે. અશુભ શુક્ર અને કેતુનું ભ્રમણ મેષ, તુલા અને મકર રાશિઓમાં હોય અને તેના પર શત્રુ ગ્રહોની દ્રષ્ટિ હોય તો ખીલો થાય છે. ખીલોથી બચવા માટે ચાંદીની વીંટીમાં 4 થી 6 રત્નનું મોતી મધ્યમાં આંગળીમાં ધારણ કરવું. ચાંદીની વીંટીમાં 8 થી 10 રત્તીનો સફેદ મુંગા પણ પહેરવામાં આવે છે.

માથાનો દુઃખાવો

માથાનો દુઃખાવો

તાણ, ચિંતા, સખત શ્રમ, ખાલી પેટે રહેવુ, મોડે સુધી જાગવું, તડકામાં બહાર નીકળવું, આંખો કમજોર હોવી જેવા કારણેને લીધે માથુ દુઃખે છે. જે લોકોને નિયમિત માથુ દુઃખવાની તકલીફ હોય તેમણે તેનો યોગ્ય ઈલાજ કરવો જોઈએ. બુધ ગ્રહ સ્નાયુઓનો કારક છે. ચંદ્ર લગ્ન પાપ ગ્રહોથી દ્રષ્ટ હોય તો માથું દુઃખે છે. સૂર્ય અને ચંદ્ર પર શનિ, મંગળની કુદ્રષ્ટિ રહેવાને કારણે પણ માથુ દુઃખે છે. મેષ રાશિ પર શનિ, રાહુ, કેતુની દ્રષ્ટિથી માથાનો અડધો ભાગ દુઃખે છે. તેમાંથી છૂટકારો મેળવવા માટે માણેક, મોતી તથા પન્ના ધારણ કરવો. નીલમ કે પોખરાજ ચાંદી કે તાંબાની વીંટીમાં પહેરો. નવરત્નનું પેન્ડન્ટ પણ ગળામાં ધારણ કરી શકાય છે.

એનિમિયા

એનિમિયા

શરીરમાં લોહીની ખામીને એનિમિયા કહે છે. પોષ્ટિક ભોજન ન લેવું અને અત્યંત ફાસ્ટ ફુડ પર નિર્ભર રહેનારા લોકોમાં તેની વધુ માત્રા જોવા મળે છે. લોહીમાં આયરનની ખામીને કારણે એનિમિયા થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેતુ અને ત્રિકોણ ભાવોનું ગ્રહવિહિન થવું આ રોગને જન્મ આપે છે. સૂર્ય તથા શનિની પિડિત અવસ્થામાં પાચન શક્તિની નબળાઈને કારણે આ રોગ થાય છે. વૃષભ, સિંહ તથા કુંભ રાશિઓમાં રાહુ અને કેતુની ઉપસ્થિતિથી પણ આમ થાય છે. ગુરુ સિંહ રાશિમાં મંગળના છઠ્ઠા, આઠમાં કે બારમાં ભાવમાં કે કર્ક રાશિમાં બેઠો હોય તો લોહીની ખામી થાય છે. આ રોગના ઉપચાર માટે કાંડામાં લોખંડનું કડુ પહેરવું. પાંચ રત્તીનું મુંગા તથા 5થી 7 રત્તીનો પોખરાજ સોના કે ચાંદાની વીંટીમાં જમણા હાથમાં ધારણ કરવું.

English summary
Here is Astrological Significators of Mental and Phisical Illness. Read here more.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X