કોર્ટ-કચેરીની ઝંઝટમાંથી છૂટાકારો મેળવવા અપનાવો આ જ્યોતિષ ઉપાય

સામાન્ય રીતે દરેક વ્યકિત પોલીસ કે કોર્ટથી દૂર જ રહેવા માંગતી હોય છે. કોઈ પોલીસ કે કોર્ટ કચેરીના લફડામાં પડવા માંગતા નથી.

સામાન્ય રીતે દરેક વ્યકિત પોલીસ કે કોર્ટથી દૂર જ રહેવા માંગતી હોય છે. કોઈ પોલીસ કે કોર્ટ કચેરીના લફડામાં પડવા માંગતા નથી, પણ ઘણી વાર એવું બને છે કે તમારી ઈચ્છા વિરુદ્ધ પણ તમે કોઈને કોઈ વિવાદમાં ફસાઈ જાવ છો. પછી ભલે કે કૌટુંબિક વિવાદ હોય કે, સંપતિનો ઝગડો હોય કે પછી કોઈ બીજો. એક વાર જ્યારે તમે આ કોર્ટના ચક્કરમાં ફસાઈ જાવ છો તો તેમાંથી છૂટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ હોય છે. ઘણી વાર કેસ લડતા લડતા વ્યકિતની આંખી ઉંમર વિતી જાય છે. તેમાં માત્ર પૈસાની બદબાદી જ નથી પણ સમય પણ તેટલો જ બગડે છે સાથે જ માનસિક ત્રાસ જુદો. આટલું થયા છતાં પણ ન્યાય મળે તેવું જરૂરી નથી. જો કે હેરાન થવાની જરૂર નથી, જ્યોતિષ શાસ્ત્રમાં એવા અનેક ઉપાયો જણાવાયા છે કે જેને કરવાથી કોર્ટ કેસમાંથી છૂટકારો મળે છે.

સૂર્યને અર્ધ્ય આપો

સૂર્યને અર્ધ્ય આપો

સવારે સ્નાન અને નિત્યકર્મોથી નિવૃત થયા બાદ એક તાંબાના વાસણમાં જળ અને રોલી નાખી સૂર્યને અર્ધ્ય આપો. અર્ધ્ય દેતી વખતે 9 વખત ॐ आदित्याय नम: નો જાપ કરો. અર્ધ્ય દિધા બાદ તે જ જળનો માથા પર તિલક કરો અને તે જ સ્થાને આસન પાથરી બેસી 'दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हारे तेते" ચોપાઈની ત્રણ માળાનો જાપ કરો. આ ઉપાય સતત 27 દિવસ સુધી કરતા રહેવાથી ચોક્કસ કોર્ટ કચેરીમાંથી છૂટકારો મળે છે. પછી ભલે તે ગમે તેટલો જટિલ જ કેમ ન હોય.

હનુમાનજીને ચમેલીનું તેલ ચઢાવો

હનુમાનજીને ચમેલીનું તેલ ચઢાવો

તમને કોઈએ જુઠ્ઠા આરોપમાં ફસાવી દીધો છે તો મંગળવારના દિવસે સાંજે હનુમાનજીને ચમેલીનું તેલ ચઢાવો. સાથે જ તુલસીના પાનની માળા હનુમાનને અર્પિત કરો. સ્ત્રીઓ આ માળા હનુમાનજીના ચરણોમાં મુકે. ॐ नमो भगवते रामदूताय મંત્રનો જાપ કરો. સતત 11 મંગળવાર સુધી જેટલો બને તેટલો આ મંત્રનો જાપ કરો. તમારા પર લાગેલા બધા જ આરોપો ખતમ થઈ જશે.

હનુમાન ચાલીસાનો પાઠ કરો

હનુમાન ચાલીસાનો પાઠ કરો

વિના અપરાધે તમે સજા ભોગવી રહ્યા હોવ તો તેનો ઉપાય પણ જ્યોતિષ શાસ્ત્રમાં મળે છે. ઉત્તર દિશા તરફ મુખ કરી બેસી જાવ અને 9 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરો. આવું સતત 41 દિવસ સુધી કરો. મિલકત-જમીનનો વિવાદ હોય, સંબંધિએ દગો કર્યો હોય અને તમને ફસાવ્યા હોય તો સતત 9 મંગળવાર સુધી બજરંગબાણના પાઠ કરો. પાઠ કર્યા બાદ પુરી અને હલવાનો પ્રસાદ ગરીબોમાં વહેંચો. તમને આ મુશ્કેલીમાંથી છૂટકારો મળશે.

જય નરસિંહ, જય નરસિંહ

જય નરસિંહ, જય નરસિંહ

કોઈએ દુશ્મનાવટમાં આવી તમને વિના કારણે કોર્ટના ધક્કા ખાતા કરી દીધા છે તો નિયમિત તમારા મનમાં જય નરસિંહ, જય નરસિંહ બોલતા રહો. તેનાથી તમારા દુશ્મનો ઢીલા પડી જશે અને તેઓ પોતાનો પ્રભાવ તમારા પર પાડી શકશે નહિં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X