આ વસ્તુઓથી કરશો હવન તો મળશે સમૃધ્ધિ!

Posted By:
Subscribe to Oneindia News

હિંદુ પરંપરામાં યજ્ઞ કે હવનનું અત્યંત મહત્વ જણાવાયુ છે. હવનની અગ્નિ શુધ્ધિકરણનું સૌથી મોટું માધ્યમ છે. કુંડમાં અગ્નિના માધ્યમે દેવી-દેવોને હવિષ્ય પહોંચાડવાની પ્રક્રિયાને હવન કહે છે. હવિષ્ય એ સામગ્રી છે જેને હવનની પવિત્ર અગ્નિમાં આહુતિ આપવામાં આવે છે.

પુરાતન કાળથી ઈચ્છાપૂર્તિ માટે યજ્ઞ કરવાની પરંપરા રહી છે. ઋષિમુનિઓ દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરવા, દેવી-દેવને પ્રસન્ન કરવા, વરસાદ લાવવા, રાક્ષસોનો નાશ કરવા, જેવા કામો માટે યજ્ઞ કરતા. રાજા-મહારાજા પોતાના રાજ્યની ખુશહાલી, વિસ્તાર અને શત્રુઓથી રક્ષા મેળવવા યજ્ઞ કરતા.

જ્યોતિષ શાસ્ત્રમાં પણ હવનનું મહત્વ

જ્યોતિષ શાસ્ત્રમાં પણ હવનનું મહત્વ

જે રીતે વેદોમાં યજ્ઞ કે હવનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે, તે જ રીતે જ્યોતિષ શાસ્ત્રમાં પણ તેને એટલું જ મહત્વ અપાયું છે. નવગ્રહોની શાંતિ માટે તથા દરેક ગ્રહ કે મંત્ર જાપ બાદ જાપ સંખ્યાના દશાંશ હવન કરવાનું વિધાન છે. હવન વિના કોઈ પણ પૂજા, મંત્ર જાપ પૂરો મનાતો નથી. અનેક ગ્રંથોમાં યજ્ઞ પધ્ધતિ વિશે જણાવેલ છે કે અલગ અલગ કામનાઓની પૂર્તિ માટે હવનની અલગ-અલગ સામગ્રીની આહુતિ આપવામાં આવે છે.

જેવી કામના તેવી આહુતિ

જેવી કામના તેવી આહુતિ

સુખ સમૃધ્ધિની કામના માટે હવન કરવામાં આવે તો તેમાં કોઈ વિશિષ્ટ વસ્તુની આહુતિ અપાય છે. આરોગ્ય માટે અલગ સામગ્રી વપરાય છે, અને નવ ગ્રહોની શાંતી માટે અલગ સામગ્રી વપરાય છે. કામના પ્રમાણે હવનની પવિત્ર સામગ્રી જેવી કે ફળ, મધ, ઘી. જવ, તલ, કાષ્ઠની આહુતિ અપાય છે.

હવન સમિધા

હવન સમિધા

સમિધા એ લાકડાને કહે છે જે હવન કે યજ્ઞમાં નાખવા માટે ઉપયોગમાં લેવાય છે. જો નવગ્રહોની શાંતિ માટે હવન કરવામાં આવી રહ્યુ છે તો દરેક ગ્રહ પ્રમાણે અલગ-અલગ સમિધાનો ઉપયોગ કરવામાં આવે છે. સૂર્ય માટે અર્ક, ચંદ્ર માટે પલાશ, મંગળ માટે ખેર, બુધ માટે ચિડ, ગુરુ માટે પીપળ, શુક્ર માટે ઉંબરો, શનિ માટે શમી, રાહ માટે દુર્વો અને કેતુ માટે કુશાની સમિધાનો ઉપયોગ કરવામાં આવે છે. અર્કની સમિધા રોગોનો નાશ કરે છે. પલાશની સમિધા કાર્યોમાં ઉન્નતિ, લાભ અપાવે છે. પીપળની સમિધા સંતાન, વંશ વૃધ્ધિ, ઉંબરો સ્વર્ણ પ્રદાન કરનાર, શમી પાપનો નાશ કરનાર, દુર્વો દિર્ધાયુ પ્રદાન કરે છે અને કુશા મનોરથની સિધ્ધિ કરવાના ઉપયોગમાં આવે છે. અન્ય દેવ-દેવીઓ માટે કેરી, પલાશ, અશોક, ચંદન જેવા વૃક્ષોનો ઉપયોગ કરવામાં આવે છે.

ઋતુ પ્રમાણે સમિધા

ઋતુ પ્રમાણે સમિધા

યજ્ઞ પધ્ધતિમાં ઋતુઓ પ્રમાણે સમિધાનો ઉપયોગ કરવાનો સ્પષ્ટ નિયમ છે. જેમકે, વસંત ઋતુમાં ખીજડો, ગ્રીષ્મમાં પીપળો, વરસાદમાં બિલ્વ, શરદમાં આંબો, હેમંતમાં ખેર, શિશિરમાં ઉંબરો અથવા વડની સમિધાનો ઉપયોગ કરવામાં આવે છે. અગ્નિમાં મુખ્યત્વે શુધ્ધિકરણનો ગુણ છે. તે પોતાની ઉષ્ણતાથી દરેક બુરાઈઓ, રોગોનો નાશ કરે છે. અગ્નિના સંપર્કમાં જે પણ આવે છે તે શુધ્ધ થઈ જાય છે. પરિણામે સનાતન કાળથી યજ્ઞ, હવનની પરંપરા ચાલી રહી છે. અનેક શોધકર્તાઓ સાબિત કરી ચૂક્યા છે કે જે જગ્યાએ હવન થાય છે ત્યાંની હવા અન્ય જગ્યાની હવાની સરખામણીએ શુધ્ધ હોય છે. હવનમાં નખાતી વસ્તુઓની માત્ર પર્યાવરણ શુધ્ધિ જ નહિં, પણ રોગોનો નાશ પણ થાય છે. તેનાથી બિમારીઓ ખતમ થાય છે. હવનમાં નખાતુ કપૂર અને સુગંધિત દ્રવ્ય વાતાવરણમાં એક વિશેષ પ્રકારનું અરોમાં ફેલાવે છે, જેની વ્યક્તિના મગજ પર સકારાત્મક અસર પડે છે.

હવન સામગ્રી કેવી હોવી જોઈએ?

હવન સામગ્રી કેવી હોવી જોઈએ?

હવનમાં વપરાતી સામગ્રી સડેલી. બગડેલી, કીડા વાળી કે ભીની ન હોવી જોઈએ, શ્મશાનમાં લાગેલા વૃક્ષોનો સમિધામાં ઉપયોગ ન કરવો જોઈએ. જે ઝાડ પર પક્ષીઓનો માળો હોય તો તેને કાપી હવનમાં ઉપયોગ ન કરવો જોઈએ, બીજી ડાળી કાપીને ઉપયોગમાં લેવી. જંગલ અને નદી કિનારે લાગેલા વૃક્ષોની સમિધા હવન માટે સર્વશ્રેષ્ઠ મનાય છે.

English summary
Hawan is very Important part of Hindu Ritual and Pooja. here is benefits of hawan according to astrology.
Please Wait while comments are loading...