For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો હિંદુ શાસ્ત્રો પ્રમાણે અગરબત્તીની મહત્તા

અગરબત્તીનો ધુમાડો ઘરની નેગેટીવ ઊર્જાને ખતમ કરી વાતાવરણને શુદ્ધ અને પવિત્ર બનાવે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

અગરબત્તી એક એવી વસ્તુ છે, જેનો ઉપયોગ પૂજા દરમિયાન હિંદુ અને મુસ્લિમ બંને ધર્મોમાં કરવામાં આવે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું કે પૂજા-પાઠમાં અગરબત્તીનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? પૂજા-પાઠ હોય કે વેપાર-ધંધાની શુભ સવાર, કે કોઈ સમારંભની શરુઆત હોય; દરેકમાં અગરબત્તી પ્રગટાવવી એ આપણી પ્રથા છે.

તો આ પ્રથા પાછળ જરૂર કોઈ ઠોસ કારણ હોવું જોઈએ. આવો જાણીએ કે શા માટે હિંદુ સંસ્કૃતિમાં અગરબત્તી પ્રગટાવવાની માન્યતા પાછળનું કારણ શું છે?

religion

પૂજાને સફળ બનાવવા
દરેક પૂજા-વિધિમાં અગરબત્તીનો ઉપયોગ કરવામાં આવે છે. અગરબત્તી વિના આપણી પૂજા અધૂરી છે. અગરબત્તીનો ધુમાડો અને સુગંધ મનુષ્યના મન અને ઈશ્વર વચ્ચે જોડાણ કરવાનું કામ કરે છે. તેની સુગંધ મનુષ્યના મનને શાંત કરે છે. દેરક પૂજા-વિધિ અગરબત્તી વિના અધૂરી છે. ઘર હોય કે મંદિર, દુકાન હોય કે ઓફિસ, દરેક જગ્યાએ અગરબત્તી ભગવાન સાથેના જોડાણનું એક સરળ અને ઉત્તમ માધ્યમ મનાય છે. આપણે ત્યાં તો દિવસની શરૂઆત જ દીપ અને ધૂપ પ્રાગટ્યથી કરવામાં આવે છે!

religion
નકારાત્મક ઊર્જાને દૂર કરવા
એવી માન્યતા છે કે અગરબત્તીનો ધુમાડો નેગેટીવ ઊર્જાને ખતમ કરે છે. જ્યારે-જ્યારે આપણે ઘરમાં કે ઓફિસમાં અગરબત્તી પ્રગટાવીએ છીએ, ત્યારે તેના ધુમાડાથી આસપાસની નકારાત્મક ઊર્જા દૂર થાય છે, તમને અને તમારા કામને હકારાત્મક ઊર્જા મળે છે. અગરબત્તીનો ધુમાડો નેગેટીવ એનર્જીને ખતમ કરી સકારાત્મક વિચારોને જન્મ આપે છે.
વાતાવરણની શુદ્ધિ અને પવિત્રતા
મોટાભાગના ઘરોમાં સવાર-સાંજ ભગવાનની સામે અગરબત્તી પ્રગટાવવામાં આવે છે. જેનાથી આસપાસનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બને છે. અગરબત્તી પોતે બળીને પણ સુગંધ ફેલાવવાની શીખ આપે છે, તેની સુગંધથી મનુષ્યનું મન શાંત બને છે.
religion

બેક્ટેરિયાનો ખાતમો કરે છે
સામાન્ય રીતે અગરબત્તી પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે, માટે જ તે આપણી હેલ્થ માટે પણ સારી છે. અગરબત્તીના ધુમાડાથી બેક્ટેરિયાનો નાશ થાય છે અને આસપાસનું વાતાવરણ શુદ્ધ બને છે. હોસ્પિટલોમાં પણ અગરબત્તીનો ઉપયોગ કરવામાં આવે છે.

religion
સુગંધિત વાતાવરણ
અગરબત્તીની સુગંધ વાતાવરણને ખુશનુમા બનાવે છે. જેની મનુષ્યના મન પર સકારાત્મક અસર પડે છે. દિવસની શરુઆત શુભ થાય છે. પ્રાકૃતિક ચિકિત્સામાં ઉલ્લેખ છે કે હલકી અને મીઠી સુગંધ મનુષ્યના ચિત્ત અને મનને શાંત કરે છે. આથી જ પ્રાકૃતિક ચિકિત્સામાં પણ અગરબત્તીનો ઉપયોગ કરવામાં આવે છે.
English summary
Incense stick is composed of aromatic biotic materials, that release odorous smoke when burned. It is used for various purposes, be it to cherish mood or for religious purposes, incense has been prized by humans since antediluvian times.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X