તમારો ચહેરો તમારા વિશે શું કહે છે? જાણો અહીં..

Posted By:
Subscribe to Oneindia News

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કુંડળી વ્યક્તિનું ભવિષ્ય, સ્વભાવ, તેમની પસંદ, નાપસંદ, તેમનો વ્યવહાર અને કુશળતા વિશે દર્શાવે છે. કુંડળી મેળવવી અને ગુણ મેળવવા ભારતમાં અત્યંત પ્રચલિત પ્રથા છે. લગ્ન પરંપરા અને માન્યતાઓ પ્રમાણે વર અને વધુની કુંડળી મેળવવામાં આવે છે, જેના દ્વારા નક્કી કરી શકાય છે કે, લગ્ન બાદ બંને વચ્ચે મૈત્રી અને સામંજસ્યની સ્થિતિ જળવાઇ રહેશે કે નહિં અને દંપતિનું આવનારું ભવિષ્ય સુખ અને સમૃદ્ધિથી ભરેલું રહેશે કે નહિં.

આપણા શાસ્ત્રોમાં શારીરિક લક્ષણ દ્વારા પણ ભવિષ્ય વિશે જાણી શકાય છે. ભવિષ્ય પુરાણ પ્રમાણે કોઈ પણ વ્યક્તિનો ચહેરો તે વ્યક્તિ વિશે ઘણું બધું કહી જાય છે. નાક, આંખ, ગાલ, ભ્રમરો, તલ, જીભ જેવા અંગો વ્યક્તિ વિશે ઘણું બધું કહી જાય છે. પરિણામે આજે આપણે આવા જ 7 શારીરિક લક્ષણો વિશે જાણીશું.

face
  • દાંત: જે સ્ત્રીઓના દાંત મોતી જેવા હોય છે, દાંતની વચ્ચે કોઈ અંતર નથી હોતું તે સ્ત્રીઓ પોતાના જીવનસાથીની જીંદગીમાં સુખ અને સમૃદ્ધિ લઈને આવે છે. જે સ્ત્રીના દાંતની વચ્ચે અંતર હોય, તેના જીવનમાં સંઘર્ષ વધે છે.
  • પગ: સ્ત્રીના પગ તેના જીવનસાથીની સફળતા સાથે જોડાયેલા હોય છે. જો કોઈ સ્ત્રીના પગનો રંગ પીળો હોય, તો તે દરિદ્રતા લાવે છે અને જો પગનો રંગ લાલ કે ગુલાબી હોય તો તે સુખ અને સમૃદ્ધિ લાવે છે.
  • કપાળની રેખાઓ: જે સ્ત્રીનું કપાળ ભેગું કરતા ત્રણ લાઈન બનતી હોય તે પોતાના જીવનસાથી માટે ભાગ્યશાળી મનાય છે. એવું કહેવાય છે કે તેમના પર ભગવાન શિવના આશિર્વાદ હોય છે.
  • ત્વચા: જે સ્ત્રીઓની ત્વચા સુંદર અને કોમળ હોય તેમનું જીવન અત્યંત આરામદાયક અને સંતુલિત હોય છે. તે પોતાના પતિને મદદરૂપ હોય છે. જો ત્વચા પીળી હોય અને તેના પર ખૂબ રેખાઓ હોય તો આવી સ્ત્રીઓ અત્યંત કઠોર અને ઝગડાળું હોય છે.
  • ગરદન: સ્ત્રીની ગર્દન સુંદરતા અને આકર્ષણ પ્રદાન કરે છે. જે સ્ત્રીઓની ગર્દન પર રેખા દેખાતી હોય તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે.
  • ભ્રમર: જે સ્ત્રીની ભ્રમર ધનુષાકાર હોય તેમના જીવનમાં પૈસાની ક્યારેય ખોટ આવતી નથી, સાથે જ તે જીંદગીમાં ખૂબ જ સફળ થાય છે.
  • અવાજ: જો કોઈ સ્ત્રીનો અવાજ બહું ઉંચો ન રહી સામાન્ય હોય તો તેવા લોકોનું લગ્ન સુખમય રહે છે.
English summary
In one of the chapters, Bhavishya Purana explains that the following 7 physical feature in a woman indicates immense good luck and wealth in the life of her spouse.
Please Wait while comments are loading...