For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Biggest Supermoon 2022: 'બ્લડમૂન' બાદ ખતમ થઈ જશે દુનિયા? જાણો 'સુપરમૂન' સાથે જોડાયેલા ભ્રમ

આજે લોકોને 'સુપરમૂન' અથવા 'બ્લડ મૂન' જોવા મળશે. આ ઘટનાને લઈને કેટલીક ખોટી માન્યતાઓ છે. જેના કારણે કેટલાક લોકો આ ઘટનાને સારી નથી માનતા. જાણો વિગત અહીં...

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આજે સાંજે આખુ બ્રહ્માંડ એક અનોખી ઘટનાનુ સાક્ષી બનશે કારણ કે ગુરુ પૂર્ણિમાના વિશેષ તહેવાર પર ચંદા મામા તેની બહેન પૃથ્વીની ખૂબ જ નજીક હશે. જેના કારણે તેનુ કદ ખૂબ મોટુ દેખાશે અને સાથે જ તે ખૂબ જ તેજસ્વી પણ દેખાશે. એટલે કે આજે લોકોને 'સુપરમૂન' અથવા 'બ્લડ મૂન' જોવા મળશે. જ્યાં એક તરફ વૈજ્ઞાનિકો આ ખગોળીય ઘટનાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તો બીજી તરફ આ ઘટનાને લઈને કેટલીક ખોટી માન્યતાઓ છે. જેના કારણે કેટલાક લોકો આ ઘટનાને સારી નથી માનતા.

'સુપર બ્લડ મૂન' પ્રલયની નિશાની છે?

'સુપર બ્લડ મૂન' પ્રલયની નિશાની છે?

વાસ્તવમાં કેટલાક લોકો માને છે કે 'સુપર બ્લડ મૂન' આપત્તિનો સંકેત છે અને તેની ઘટના અશુભ છે. ચંદ્રને શાંતિ અને શીતળતાનું પ્રતીક માનવામાં આવે છે અને તેથી તેનો રંગ સફેદ હોય છે પરંતુ 'સુપરમૂન' સમયે તેનો રંગ લાલ થઈ જાય છે જે ક્રોધનુ પ્રતીક છે અને આ ગુસ્સો જણાવે છે કે હવે દુનિયા પર આપત્તિ આવવાની છે. વિશ્વ પર પૂર, ધરતીકંપ કે દુષ્કાળ જેવી કુદરતી આફતો આવશે અને વિશ્વનો વિનાશ થશે.

ચંદ્રમાનુ લાલ હોવુ ગુસ્સાની નિશાની

ચંદ્રમાનુ લાલ હોવુ ગુસ્સાની નિશાની

કેટલાક લોકો માને છે કે આપણે પ્રકૃતિનો નાશ કર્યો છે. તેથી હવે કુદરત આપણો નાશ કરશે. ચંદ્ર લાલ હોવાનો અર્થ લોકોને સજા કરવી. અમેરિકન પ્રદેશમાં પ્રાચીન સમયમાં ચંદ્રના રંગમાં ફેરફાર જગુઆરના હુમલા સાથે સંકળાયેલા હતા. આદિ લોકો માનતા હતા કે જગુઆરે ચંદ્ર પર હુમલો કર્યો અને હવે પછી તે પૃથ્વી પર હુમલો કરશે. તેથી જ કેટલાક પ્રાચીન પુસ્તકોમાં લખ્યુ છે કે જ્યારે 'બ્લડ મૂન'ની ઘટના બનતી ત્યારે તેઓ હાથમાં ભાલા લઈને જાગી જતા હતા અને કૂતરાઓ ભસતા રહેતા હતા, જેથી જગુઆર ભાગી જાય.

ચાંદને ઈજા થાય છે

ચાંદને ઈજા થાય છે

આફ્રિકાના ટોગો અને બેનિનના બટામાલિબાના લોકો માનતા હતા કે જ્યારે સૂર્ય અને ચંદ્ર વચ્ચે લડાઈ થાય છે ત્યારે ચંદ્રને નુકસાન થાય છે અને તેથી જ તેનો રંગ લાલ થઈ ગયો હતો. તેથી આ દિવસે પ્રાચીન લોકો ઘરમાં દીવા પ્રગટાવીને ક્ષમા દિવસની ઉજવણી કરતા હતા અને તેમના જૂના મનદુઃખ દૂર કરતા હતા. તેમનુ માનવુ હતુ કે જો ઝઘડા દ્વારા ચંદ્ર લોહી-લુહાણ થઈ શકતો હોય તો તેઓ તો સામાન્ય લોકો છે. તેથી લોકો વચ્ચે લડાઈ અને ઝઘડો ન હોવો જોઈએ પરંતુ પ્રેમ અને મિત્રતા હોવી જોઈએ.

વૈજ્ઞાનિકોએ કર્યો બધી બાબતોનો ઈનકાર

વૈજ્ઞાનિકોએ કર્યો બધી બાબતોનો ઈનકાર

જ્યારે વર્તમાન યુગમાં 'બ્લડ મૂન' શબ્દને 2013માં જોન હેગના પુસ્તક 'ફોર બ્લડ મૂન્સ' પરથી લોકપ્રિયતા મળી હતી. જે પછી આ શબ્દ સામાન્ય લોકોમાં પણ ખૂબ જ લોકપ્રિય થયો. જો કે, ઉપરોક્ત તમામ બાબતો માટે કોઈ સ્પષ્ટ પુરાવા નથી અને વૈજ્ઞાનિકો તેને સંપૂર્ણ રીતે નકારી કાઢે છે. તેઓ માને છે કે કોઈપણ ખગોળીય ઘટનાને શુભ કે અશુભ સાથે જોડવી જોઈએ નહીં. વાસ્તવમાં ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે અને એક દિવસ જ્યારે તે ફરતી વખતે પૃથ્વીની ખૂબ નજીક આવે છે, ત્યારે તેનુ કદ ખૂબ મોટુ દેખાય છે જેને 'સુપરમૂન' કહેવામાં આવે છે.

આ કારણે બ્લડ મૂન કહેવાય છે ચાંદ

આ કારણે બ્લડ મૂન કહેવાય છે ચાંદ

ચંદ્ર પૃથ્વીની બરાબર પાછળ આવે કે તરત જ તેનો રંગ સોનેરી અથવા ઘેરો લાલ થઈ જાય છે. કારણ કે પૃથ્વીના વાયુ મંડળમાંથી જ સૂર્યપ્રકાશ તેના સુધી પહોંચે છે. આ કારણથી તેને 'બ્લડ મૂન' કહેવામાં આવે છે.

Biggest Supermoon દેખાશે

Biggest Supermoon દેખાશે

તમને જણાવી દઈએ કે 13 જુલાઈએ દેખાતો ચંદ્રનુ કદ સૌથી મોટુ હશે. તેથી તેને સુપર બ્લડમૂન કહેવામાં આવી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે પૃથ્વીથી ચંદ્રનુ અંતર 3 લાખ 57 હજાર કિલોમીટરથી વધુ છે. 13 જુલાઈની રાત્રે 12:07 વાગ્યે લોકો બ્લડમૂન જોઈ શકશે.

English summary
Biggest Supermoon 2022 on 13th July, will the world end after bloodmoon, Know the myths.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X