• search

ભવિષ્યવાણીઃ ‘સબકા’નો થશે સફાયો, ભાજપનો વાગશે ડંકો

(પં. અનુજ કે. શુક્લ)ઉત્તર પ્રદેશની ગલી-2માં શોર છે, ચૂંટણી પંચના હંટરમાં જોર છે. વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં ચૂંટણી મહાકુંભ રૂપી મેળામાં યુપીનો મહત્વનો રોલ છે, કારણ કે અહીના 80 શરણાર્થિઓના તંબુ મેળાની શોભા અને ગરીમામાં ચાર ચાંદ લગાવી દે છે.

કહેવાય છેકે દિલ્હીની ગાદીનો રસ્તો ઉત્તર પ્રદેશ થઇ જાય છે, તેથી યુપીના રાજકારણમાં લગભગ તમામ પાર્ટીઓ પોતાનો પરચમ લહેરાવવા આતુર રહે છે. 80 લોકસભા ક્ષેત્રવાળા યુપીમાં જાતિવાદ, ધર્મવાદ અને ક્ષેત્રવાદનું જ રાજકારણ થાય છે, પરંતુ આ વખતે નજારો કંઇક અલગ જ જોવા મળી રહ્યો છે. સપા, બસપા, કોંગ્રેસ અને ભાજપ ચારેય પાર્ટીઓ પોતે નંબર વન પર હોવાનો દાવો કરી રહી છે. પરંતુ એ 16મી મેના રોજ માલુમ થઇ જશે કે કોનામાં કેટલો દમ છે.

જે પ્રકારે અત્યારસુધી યુપીમાં થયેલી લોકસભા ચૂંટણીમાં જનતાએ જોશ દર્શાવ્યો છે, તેનાથી લાગે છેકે આ વખતે ચૂંટણી પરિણામ સારા-સારા લોકોનું બેંડ વગાડી શકે છે અને ચૂંટણી તસવીરને એક નવા રૂપમાં રજૂ કરી શકે છે. તો ચાલો તસવીરો થકી જોઇએ યુપીની ચૂંટણીમાં કઇ પાર્ટી કયા નંબર પર રહેશે.

ચોથા સ્થાન પર સપા

ચોથા સ્થાન પર સપા

વડાપ્રધાન બનવાના સ્વપ્ન સજાવીને બેસેલા સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવનો જન્મ 21 નવેમ્બર વર્ષ 1939ના રોજ રાત્રે 9.50 વાગ્યે ઇટાવામાં થયો હતો. મુલાયમની કુંડળીમાં હાલના સમયે ચંદ્રની દશામાં કેતુનું અંતર અને ગુરુનો પ્રત્યન્તર ચાલી રહ્યો છે. ચંદ્રમાં લગ્નેશ છે અને ભાગ્યભાવમાં પોતાની શત્રુ રાશિમાં બેસેલો છે. કેતુ દશમભાવમાં નીચના શનિ સાથે સ્થિત છે. ગુરુ ષષ્ઠેસ અને ભાગ્યેશ થઇને ભાગ્યભાવમાં બેસેલો છે, પરંતુ ષડબળમાં ઘણો નબળો છે. આ તમામ કારણોના લીધે સમાજવાદી પાર્ટીનો યુપીમાં જનાધાર ઓછો થશે અને 5-8 બેઠકોમાં સમેટાઇને ચોથા સ્થાને આવે તેવી સંભાવના છે.

કોંગ્રેસ ત્રીજા નંબર પર

કોંગ્રેસ ત્રીજા નંબર પર

કોંગ્રેસની કમાન પોતાના હાથોમાં લઇને આખા દેશમાં પાર્ટીના વખાણ કરી રહેલા રાહુલ ગાંધીનો જન્મ 18 જૂન 1970ના રોજ રાત્રે 9.52 મિનટ પર દિલ્હીમાં થયો હતો. મકર લગ્નવાળા જાતક અત્યાધિક મહત્વકાંક્ષી હોય છે અને પોતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પોતાની આસપાસની વ્યક્તિઓનો ઉપયોગ કરવામાં અચકાતા નથી. આ પ્રવૃત્તિ તેમને સ્વાર્થી બનાવે છે. પરિસ્થિતિઓ અનુરુપ પોતાને બદલવામાં કઠણાઇ થશે.

નહીં ચાલે રાહુલનો જાદૂ

નહીં ચાલે રાહુલનો જાદૂ

હાલના સમયે રાહુલ ગાંધીની જન્મપત્રીમાં ચંદ્રની દશામાં મંગળનું અંતર ચાલી રહ્યું છે. ચંદ્રમાં મારકેશ અને નીચનો થઇને લાભ ભાવમાં બેસેલો છે. તેની સાતમી દ્રષ્ટી પાંચમા ભાવ પર છે. પાચમું ભાવ મસ્તિષ્ક અને જનતાનું કારક હોય છે. નીચ ચંદ્રની દ્રષ્ટી પડવાના કારણે રાહુલ અવારનવારે બહેકી બહેકી અને ધડ માથા વગરની વાત કરતા રહે છે, જેને સાંભળવામાં જનતાને કોઇ રસ હોતો નથી. મંગળ ચોથા અને 11માં ભાવનો માલિક છે અને છઠ્ઠા ભાવમાં સૂર્ય સાથે બેસેલો છે. મંગળ અને સૂર્ય એખ સાથે છઠ્ઠા ભાવમાં બેસવાથી સ્વયંનું વ્યક્તિત્વ પ્રભાવશાળી થાય છે.

બસપા બીજા નંબર પર રહેશે

બસપા બીજા નંબર પર રહેશે

માયાવતીનો જન્મ 15 જાન્યુઆરી 1956ના રોજ સાંજે 7.50 મિનીટ પર બાદલપુરમાં થયો હતો. તેમનો જન્મ કર્ક લગ્નમાં થયો હતો. તેઓ નારિયેળની જેમ ઉપરથી કઠોર પરંતુ અંદરથી ઘણા જ કોમળ હોય છે. વર્તમાનમાં તેમની કુંડળીમાં બુધની દશામાં બુધનું જ અંતર અને સૂર્યનો પ્રત્યંતર ચાલી રહ્યો છે. બુધ લાભેશ અને દ્વાદશેષ થઇને સપ્તમ ભાવમાં સૂર્ય અને ચંદ્ર સાથે સંગ્રસ્થ છે. બુધ વાણી અને બુદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે, જે માયાવતીની જન્મકુંડળીમાં ઠીક-ઠીક સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. સૂર્ય દ્વિતીયેશ થઇને સપ્તમ ભાવમાં બેસેલો છે.

ભાજપને થશે લાભ

ભાજપને થશે લાભ

સભ્ય, શાલીન અને વાણીના ધનિક ભાજપના યુપી અધ્યક્ષ લક્ષ્મીકાંત વાજપાયીનો જન્મ 29 ઓક્ટોબર 1949ના રોજ મેરઠમાં થયો હતો. તેમના જન્મ સમયે ક્ષિતિજ પર તુલા લગ્ન ઉદિત થઇ રહ્યું હતું. તુલા લગ્ન ન્યાયનો પ્રતીક છે, તેથી તેઓ ન્યાયનો પક્ષ મજબૂતીથી રાખવામાં જરા પણ અચકાતા નથી. તેઓ સંતુલિત મસ્તિષ્કન હોય છે તથા પોતાના કોઇપણ ગુણ અને અવગુણને તોલીને જ વિચાર રજૂ કરશે. તેમનામાં દરેક વાતને તર્કની કસોટી પર કસવાની પ્રબળ ભાવના હોય છે. તેઓ પોતાની વાત કોઇપણ પ્રકારની ભૂમિકા વગળ સંક્ષિપ્ત અને સારગર્ભિત રીતે કહેવામાં કુશળ હશે.

ભાજપ માટે શુભ સમય

ભાજપ માટે શુભ સમય

વર્તમાન સયમાં તેમની કુંડળીમાં શનિની મહાદશામાં ગુરુનું અંતર અને શુક્રનો પ્રત્યંતર ચાલી રહ્યો છે. શનિએ ચચુર્થે અને પંચમેશ થઇને લાભ ભાવ પર કબજો કરેલો છે. ગુરુ પરાક્રમેશ અને ષષ્ઠેશ થઇને ચતુર્થ ભાવમાં ચંદ્રની સાથે બેસીને ગજકેસરી યોગ તથા નીચભંગ રાજયોગનું નિર્માણ કરે છે. શુક્ર લગ્નેશ અને અષ્ઠમેશ થઇને દ્વિતીય ભાવમાં પોતાની મિત્ર રાશિમાં બેસેલો છે. એટલે કે તેમનું લગન અન કઠિણ મહેનતનો ભાજપને પૂરો લાભ મળશે. ગ્રહોની દશાઓ અત્યંત શુભ સંકેત આપી રહી છે.

ભાજપ નંબર વન પર

ભાજપ નંબર વન પર

16 મેએ લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થશે. એ દિવસે જ્યેષ્ઠા નક્ષત્ર ગોચર કરશે. વાજપાયીનું નક્ષત્ર શ્રવણ છે, તારા ચક્ર અનુસાર શ્રવણ નક્ષત્રથી ગણીએ તો જ્યેષ્ઠા નક્ષત્ર 24માં નંબરે આવે છે, જે સાધના નક્ષત્રોની શ્રેણીમાં આવે છે, તેથી તે તમામ શુભ સંકેતો એ તરફ ઇશારા કરે છેકે વાજપાયીની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટી યુપીમાં 40-45 બેઠકો પર ઐતિહાસિક જીતનો જશ્ન મનાવશે અને લક્ષ્મીકાંત વાજપાયીને યુપીની અઘ્યક્ષતાના બીજા કાર્યકાળની ઇનિંગ રમવા પણ મળશે.

English summary
BJP will get First Position in Uttar Pradesh Loksabha Election 2014 said Astrologer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more