For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Chandra Grahan Katha: ચંદ્રગ્રહણને કેમ ખરાબ કહેવાય છે? શું છે આની પાછળની કહાની?

By Desk
|
Google Oneindia Gujarati News

Chandra Grahan Katha: વર્ષ 2023નુ પ્રથમ ચંદ્રગ્રહણ વૈશાખ અને બુદ્ધ પૂર્ણિમાના દિવસે થવાનુ છે. જો કે, આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી અહીં સૂતક કાળ થશે નહીં. તમને જણાવી દઈએ કે ચંદ્રગ્રહણ 5 મેના રોજ રાત્રે 08:45 વાગે શરૂ થશે અને 6 મેના રોજ સવારે 1.00 વાગે સમાપ્ત થશે.

આમ તો આ એક ખગોળીય ઘટના છે જે દર વર્ષે અવકાશમાં બનતી હોય છે પરંતુ ચંદ્રગ્રહણને વૈદિક ધર્મમાં સારુ માનવામાં આવતુ નથી. અમુક લોકોનુ માનવુ છે કે ગ્રહણ દરમિયાન ચંદ્રનો કાળો અથવા લાલ રંગ અશુભનુ પ્રતીક છે. તેથી આ સમય દરમિયાન શુભ કાર્ય ન કરવુ જોઈએ.

Chandra Grahan

ચંદ્રગ્રહણને લઈને પૌરાણિક કથાઓમાં એક રસપ્રદ વાર્તા સાંભળવા મળે છે. એક દંતકથા અનુસાર, જ્યારે સમુદ્ર મંથન દરમિયાન અમૃતનો કળશ નીકળ્યો, ત્યારે તે અસુરો પાસે પહોંચ્યો, જેને પીવાથી કોઈ પણ અમર બની જાય. દેવતાઓ આનાથી ખૂબ ચિંતિત થયા, તેઓ ભગવાન વિષ્ણુ પાસે મદદ માટે દોડી ગયા, પછી વિષ્ણુએ અસુરોના ક્રોધથી સૃષ્ટિને બચાવવા માટે એક સુંદર નૃત્યાંગનાનું રૂપ ધારણ કર્યુ અને અસુરોને શાંત કરવાનો પ્રયાસ કર્યો અને મહાન ચતુરાઈથી અમૃતનો કળશ દેવતાઓ પાસે લઈ ગયા, પણ ત્યાં સુધીમાં રાહુએ અમૃતનુ સેવન કરી લીધુ હતુ.

Chandra Grahan 2023: વૈશાખ પૂનમે ઉપછાયા ચંદ્ર ગ્રહણ, 5 રાશિઓનુ ખુલશે નસીબChandra Grahan 2023: વૈશાખ પૂનમે ઉપછાયા ચંદ્ર ગ્રહણ, 5 રાશિઓનુ ખુલશે નસીબ

જ્યારે ચંદ્રને આ વાતની જાણ થઈ ત્યારે તે સીધો વિષ્ણુ પાસે ગયો, ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર વડે રાહુની ગરદન કાપી નાખી પરંતુ અમૃતને કારણે તે ફરી જીવંત થઈ ગયો, પછી ભગવાન વિષ્ણુએ રાહુને ચક્ર વડે બે ભાગમાં વહેંચી દીધો, ઉપરના ભાગને રાહુ અને નીચેના ભાગને કેતુ કહેવાયા અને બંને ધડ એકબીજા સાથે ના જોડાય એ માટે શરીરના બંને ભાગોને જુદી જુદી દિશામાં ફેંકવામાં આવ્યા હતા.

Chandra Grahan 2023: 5 મેએ ચંદ્ર ગ્રહણ, જાણો શું કરવુ અને શું ના કરવુ?Chandra Grahan 2023: 5 મેએ ચંદ્ર ગ્રહણ, જાણો શું કરવુ અને શું ના કરવુ?

એવુ માનવામાં આવે છે કે આ બધું ચંદ્રને કારણે થયુ, તેથી રાહુ અને કેતુ ચંદ્રને પોતાનો દુશ્મન માને છે અને આ બધુ પૂર્ણિમાના દિવસે થયુ, જે દિવસે ચંદ્ર તેના પૂર્ણ કદમાં હોય છે. ત્યારથી એવુ કહેવાય છે કે ચંદ્રગ્રહણના દિવસે રાહુ-કેતુ તેનો બદલો લઈને તેને ઘેરી લે છે અને તેથી જ ચંદ્રગ્રહણને સારુ માનવામાં આવતુ નથી.

English summary
Chandra Grahan Katha: Lunar eclipse called bad in Vedic religion, Know the reason, Chandra Grahan katha here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X