અમેરિકાએ ભારતને આપી ભેટ! આટલા દિવસો સુધી રશિયા પાસેથી ખરીદી શકશે તેલ, Hormuzનું ટેન્શન ખતમ
Israel Iran War: વોશિંગ્ટન અને નવી દિલ્હી વચ્ચે ઉર્જા કૂટનીતિમાં એક મોટો વળાંક આવ્યો છે. અમેરિકાએ ગુરુવારે ભારતને 30 દિવસની વિશેષ 'વેવર' (છૂટ) આપી છે, જેના હેઠળ ભારતીય રિફાઇનરી કંપનીઓ હાલમાં દરિયામાં અટવાયેલા રશિયન ક્રૂડ ઓઈલની ખરીદી કરી શકશે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે વૈશ્વિક ઉર્જા બજાર (Global energy markets) પર અસ્થિરતાનું જોખમ તોળાઈ રહ્યું છે.

અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કરતા કહ્યું કે, 'વૈશ્વિક બજારમાં તેલનો પુરવઠો જાળવી રાખવા માટે, ટ્રેઝરી વિભાગ ભારતીય રિફાઇનરીઓને રશિયન તેલ ખરીદવાની મંજૂરી આપવા માટે 30 દિવસની કામચલાઉ છૂટ આપી રહ્યું છે.'
આ નિર્ણય પાછળના મુખ્ય કારણો શું છે?
સ્કોટ બેસેન્ટે સ્પષ્ટ કર્યું કે આ એક સમજી-વિચારીને લેવામાં આવેલી ટૂંકા ગાળાની વ્યૂહરચના છે. તેમણે જણાવ્યું કે:
- આ પગલાથી રશિયન સરકારને કોઈ મોટો આર્થિક ફાયદો થશે નહીં, કારણ કે તે માત્ર એવા વ્યવહારોને મંજૂરી આપે છે જેમાં તેલ અગાઉથી જ દરિયામાં ફસાયેલું છે.
- આ એક 'સ્ટોપગેપ' (કામચલાઉ) વ્યવસ્થા છે. અમેરિકાને આશા છે કે ભવિષ્યમાં ભારત અમેરિકી તેલની ખરીદી વધારશે.
- આ પગલું ઈરાન દ્વારા વૈશ્વિક ઉર્જા બજારને 'બંધક' બનાવવાની કોશિશોથી પેદા થયેલા દબાણને ઘટાડવા માટે લેવામાં આવ્યું છે.
Middle East War: ભારત માટે આ છૂટ કેમ જરૂરી છે?
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ભારતને તેલ પુરવઠામાં મુશ્કેલી પડી રહી છે. ભારત તેની જરૂરિયાતનું લગભગ 40% તેલ હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) દ્વારા આયાત કરે છે, જે હાલમાં યુદ્ધ ક્ષેત્ર બની ગયું છે. ભારતનો ક્રૂડ ઓઈલનો સ્ટોક માત્ર 25 દિવસની માંગ પૂરી કરવા માટે પૂરતો છે, જે દેશની ઉર્જા સુરક્ષા માટે જોખમી સ્થિતિ છે.
Middle East War: મધ્ય પૂર્વમાં યુદ્ધની ભયાનક સ્થિતિ
મધ્ય પૂર્વમાં યુદ્ધ હવે સાતમા દિવસમાં પ્રવેશ્યું છે. ઇઝરાયલી સેનાએ બેરૂતમાં હિઝબુલ્લાહ કમાન્ડર ઝૈદ અલી જુમાને ઠાર માર્યો હોવાનો દાવો કર્યો છે. આ સંઘર્ષ ગયા શનિવારે શરૂ થયો હતો જ્યારે ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો હતો, જેમાં 86 વર્ષીય અલી ખામેનેઈનું મૃત્યુ થયું હતું. તેના જવાબમાં ઈરાને ઇઝરાયલ અને ખાડી દેશોમાં અમેરિકી સૈન્ય મથકો પર મિસાઇલોનો વરસાદ કર્યો હતો. શ્રીલંકાના દરિયાકાંઠે અમેરિકા દ્વારા ઈરાની યુદ્ધ જહાજને ડુબાડી દેવાયા બાદ હવે આ તણાવ એશિયા સુધી ફેલાયો છે.
Israel Iran War: ભારતીય રિફાઇનરીઓમાં હલચલ
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતની સરકારી રિફાઇનરીઓ જેવી કે IOC, BPCL, HPCL અને MRPL રશિયન તેલની તાત્કાલિક ડિલિવરી માટે વેપારીઓ સાથે વાતચીત કરી રહી છે. અત્યાર સુધીમાં ભારતીય સરકારી રિફાઇનરીઓએ વેપારીઓ પાસેથી અંદાજે 20 મિલિયન બેરલ રશિયન તેલની ખરીદી કરી છે.
US closes Kuwait embassy: અમેરિકાએ કુવૈતમાં દૂતાવાસ બંધ કર્યો
ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની અસર હવે રાજદ્વારી સ્તરે પણ દેખાઈ રહી છે. અમેરિકાએ કુવૈતમાં તેના દૂતાવાસની કામગીરી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, વધતી અસ્થિરતા અને કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.












Click it and Unblock the Notifications
