મેલબોર્નમાં મોદીનં એલાન, પ્રથમ વખત ભારતમાંથી શરૂ થશે ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ, ચેન્નાઈમાં રમાશે ઓપનિંગ મેચ

ક્રિકેટ ચાહકો માટે એક ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયાની લોકપ્રિય ટી-20 ટૂર્નામેન્ટ બિગ બેશ લીગ (BBL)ની 2026-27 સીઝનની પ્રથમ મેચ પ્રથમ વખત ભારતની ધરતી પર રમાશે.

ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે ડિસેમ્બર મહિનામાં ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં બિગ બેશ લીગની ઓપનિંગ મેચ રમાશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના જણાવ્યા મુજબ આ મેચમાં મેલબર્ન રેનેગેડ્સ અને પર્થ સ્કોર્ચર્સ આમને-સામને ટકરાશે.

big bash league

ખાસ વાત એ છે કે બિગ બેશ લીગના ઈતિહાસમાં આ પહેલી વખત હશે જ્યારે તેની કોઈ સત્તાવાર મેચ ઓસ્ટ્રેલિયાની બહાર રમાશે. 12 ડિસેમ્બરે યોજાનારી આ મેચથી BBLની 16મી સીઝનની શરૂઆત થશે. આ મુકાબલામાં મેલબર્ન રેનેગેડ્સને હોમ ટીમનો દરજ્જો આપવામાં આવશે.

આ પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બાનીઝે બંને દેશો વચ્ચે રમતગમત ક્ષેત્રે સહયોગ વધારવા માટે એક નવા સ્પોર્ટ્સ રોડમેપની પણ જાહેરાત કરી હતી.

આ રોડમેપ હેઠળ બંને દેશ રમતગમતની તાલીમ, સ્પોર્ટ્સ સાયન્સ, નવી ટેક્નોલોજી, સંશોધન તેમજ રમતગમત સાથે જોડાયેલા ઉદ્યોગોમાં સહયોગ વધારશે. સાથે જ વેપાર, પ્રવાસન અને રોકાણની નવી તકો પણ ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

ઓસ્ટ્રેલિયા 2032ના ઓલિમ્પિક અને પેરાલિમ્પિક રમતોના આયોજનની તૈયારી કરી રહ્યું છે, જ્યારે ભારત પણ ભવિષ્યમાં મોટા આંતરરાષ્ટ્રીય રમતગમતના આયોજન માટે તૈયારીઓ કરી રહ્યું છે. બંને દેશો માને છે કે રમતગમતના ક્ષેત્રમાં વધતો સહયોગ તેમના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બાનીઝે જણાવ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા બંને દેશોમાં રમતગમત પ્રત્યે લોકોમાં ભારે ઉત્સાહ છે. નવા સ્પોર્ટ્સ રોડમેપ દ્વારા બંને દેશો વચ્ચે રમતગમત ઉપરાંત વેપાર, પ્રવાસન અને રોકાણને પણ વધુ પ્રોત્સાહન મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X