વિવિધ હુન્નર ધરાવે છે મેષ રાશિના બાળકો !

Posted By:
Subscribe to Oneindia News

હાથમાં નથી. આગળ ચાલી તે શું કરશે તેનું અનુમાન અત્યારથી લગાવવું મુશ્કેલ છે. માતા-પિતા તેને સારુ ભણતર, સારા સંસ્કાર, કાળજી, ભૌતિક સુખ-સુવિધા આપી શકે છે. પણ તેનું ભવિષ્ય બનાવવું તે જે તે વ્યક્તિના પોતાના હાથની વાત છે. પોતાના સંતાનની ચિંતા કરનારા આવા માતા-પિતા માટે આજે અમે કેટલીક માહિતી લઈને આવ્યા છીએ જેને આધારે તમે જાણી શકશો કે તમારા બાળકની રાશિને આધારે તમારુ બાળક કેવું રહેશે, તેનો સ્વભાવ કેવો રહેશે, તેની શેમાં રૂચી રહેશે. એવું માનીએ કે આ માહિતી તેમના માતા-પિતાને તેમને ભરણપોષણમાં મદદરૂપ બને. તો આજે વાત કરીશું મેષ રાશિના બાળકોની લાક્ષણિકતાઓ વિશે...જેમના બાળકો મેષ રાશિના છે તેઓ જરૂરથી વાંચે આ આર્ટીકલ.

મેષ

મેષ

મેષ રાશિનું બાળક મજબૂત અને સક્રિય શરીર અને મન ધરાવે છે. ધ્યાન ખેંચવા તે કંઈ પણ કરે છે. પોતાની નોંધ લેવાય તે માટે રુદનથી માંડી અયોગ્ય કૃત્ય સુધી બધુ જ કરે છે. તેઓ ઊર્જાવાન હોય છે, તેમના પર નિયંત્રણ લાવવું મુશ્કેલ હોય છે. એક મેષ બાળક હોવું એટલે કોઈ વસ્તુનો ચાર્જ લેવો કે આગેવાની કરવી, તેમનો આ ગુણ તેમના પ્રારંભિક તબક્કાથી દ્રશ્યમાન થાય છે. વસ્તુ વિશે જાણવાની તેમની જીજ્ઞાસા તીવ્ર હોવાને કારણે તેઓ ઝડપથી શીખે છે. તેઓ ધણા બધા પ્રશ્નો પુછવાનું વલણ ધરાવે છે. જેથી તેમને હંમેશા અર્થપૂર્ણ જવાબો આપવા. આ બાળકો દરેક કામ કરવા તૈયાર રહે છે, પણ કોઈ તેમને ઓર્ડર કરે તે પસંદ નથી. દરેક કામો તે પોતાની રીતે કરે છે, તેમને માત્ર ચેલેન્જ આપવાની જરૂર છે.

આત્મવિશ્વાસુ

આત્મવિશ્વાસુ

મેષ રાશિનું બાળક ખૂબ જ લોકપ્રિય હોય છે, તેમને પોતાની જાત પર ખૂબ જ વિશ્વાસ હોય છે. તેઓ ટૂંકા સમયમાં ઘણું હાંસલ કરી શકે છે. આ બાળક ખૂબ જ પ્રેમાળ હોય છે. ગળે વળગી, ગાલ પર કીસ કરી તેઓ પોતાનો સ્નેહ દર્શાવે છે.

જીજ્ઞાસુ અને પ્રશ્નો પુછનારા

જીજ્ઞાસુ અને પ્રશ્નો પુછનારા

બહાદુર, હિંમતવાન અને સાહસિક મેષ રાશિનું બાળક દરેક વસ્તુઓને સમજવાનો પ્રયાસ કરે છે. આ બાળક ખૂબ જ સક્રિય હોય છે. તેમના પ્રશ્નો અનેક હોય છે. રમકડું હાથમાં રહેવા છતાં તે કેવી રીતે કામ કરે છે તે જીજ્ઞાસા તેમના મગજમાં ચાલ્યા કરે છે.

સક્રિય

સક્રિય

આ બાળકો સક્રિય હોય છે, તેમને ગુસ્સો ખૂબ જ જલ્દી આવે છે. તેઓ સ્વતંત્ર રીતે રહેવું પસંદ કરે છે. તેઓ બહાદુરી અને સર્જનાત્મક કામોમાં ભાગ લે છે. તેમનામાં નેતૃત્વની ક્ષમતા હોય છે.

વર્ગ મોનિટર

વર્ગ મોનિટર

આવા બાળકો સારા વર્ગ મોનિટર બની શકે છે. તેઓ રમતમાં ખૂબ જ સક્રિય હોય છે. ઘણી વખત રમતમાં તેઓ સારો દેખાવ કરે છે. તેઓ પોતાની જ દુનિયામાં વ્યસ્ત હોય છે, જેથી તેમના માતા-પિતાને તેમની વધુ ચિંતા હોતી નથી.

મલ્ટિ ટેલેન્ટેડ

મલ્ટિ ટેલેન્ટેડ

વિવિધ પ્રકારની રમતો તેમને પ્રોત્સાહિત કરે છે. જેથી તેમના માતા-પિતાએ તેમને સ્પોટ્સ બાબતે પ્રોત્સાહન આપવું જોઈએ. આ બાળકો મલ્ટિ ટેલેન્ટેડ હોય છે. એનો અર્થ એ નથી કે તેમના પર સપના લાદવા. તેઓ જે કરે છે તે તેમને કરવા દેવું. તેમની પ્રતિભાને શોધી, તેને લગતા કાર્યોમાં તેમને વધુ રસ કેળવી, તેમની કારકિર્દી બનાવવા માટે તક આપવી જોઈએ.

English summary
Know all about the Aries kids in Gujarati. Read about children who belongs to zodiac sign Aries in Child Astrology here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.