For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો શા માટે દરેક શુભ કામમાં થાય છે દહીં-માખણનો ઉપયોગ?

હિંદુ ધર્મમાં દહીંનું ઘણું મહત્વ છે. દરેક શુભ પ્રસંગે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આરોગ્ય અને શાસ્ત્ર બંન્નેની રીતે દહીંને સારુ માનવામાં આવે છે. આ અંગે વધુ વાંચો અહીં.

By Desk
|
Google Oneindia Gujarati News

હિંદુ ધર્મમાં દહીં અને માખણ બંનેનું પૂજામાં આગવું સ્થાન છે. કોઈ નવી કામની શરૂઆત હોય કે વિદ્યાર્થી પરીક્ષા માટે જઈ રહ્યો હોય કે કોઈ વ્યક્તિ ઘરની બહાર જતી હોય ત્યારે આપણે તેને દહીં ખવડાવીએ છીએ. તે જ રીતે ઉપવાસ હોય કે પ્રસાદ હોય તેમાં પણ દહીંનો ઉપયોગ કરવામાં આવે છે. તેવી જ રીતે આપણે ત્યાં કાનુડાને માખણ ધરાવવાની પ્રથા છે, જે કારણથી માખણ પણ શુભ મનાય છે. આવો જાણીએ હિંદુ ધર્મમાં દહીં અને માખણના મહાત્મય વિશે..

દહીં

દહીં

હિંદુઓની દરેક પૂજામાં દહીંનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે દહીંને હિંદુમાં શુભ ગણવામાં આવી છે. લગ્ન કે પૂજા-પાઠ હોય કે ભોજન તેમા દહીંનો ઉપયોગ થાય છે, કારણ કે મોટેભાગે આ સમયે લોકો વ્રત રાખતા હોય છે. ખાલી પેટ રહેવાને કારણે એસીડીટીની સમસ્યા રહ્યા કરે છે. આ કારણે દહીં ખવડાવામાં આવે છે. જે માણસના ચિત્ત અને પેટ બંનેને શાંત કરે છે. આ જ કારણે તે એક પરંપરા બની ગઈ. આજ કારણથી દહીંનો ઉપયોગ પૂજામાં પણ કરવામાં આવે છે.

શુભ પ્રસંગ

શુભ પ્રસંગ

ઉપરાંત હિંદુઓમાં દરેક શુભ કામ કરવા જતી વખતે દહીં ખવડાવાનો રિવાજ છે. એવું મનાય છે કે શુભ કામમાં દહીં ખાવાથી તમારુ કામ સફળ થાય છે. આ કારણથી જ આપણે ત્યાં દહીં ખાવાનું મહત્વ અધિક છે. લક્ષ્મી માતાનો ખાસ પ્રસાદ પંચામૃત જેમાં દહીંનો ભરપૂર ઉપયોગ થાય છે. આ લક્ષ્મીનો પ્રિય પ્રસાદ છે. તેને ધરાવવાથી લક્ષ્મી તમારા પર પ્રસન્ન થાય છે. આપણે ત્યાં આ પ્રસાદ બનાવી લોકોમાં તેનું વિતરણ કરવામાં આવે છે. અહીં દહીં આપણી ધાર્મિક આસ્થાનું પ્રતિક દર્શાવે છે.

માખણ

માખણ

આવું જ કંઈક છે કાનુડાને માખણ ચઢાવવા વિશે. મુરલીધરને માખણનો ભોગ લગાવામાં આવે છે, માખણ દૂઘની અંતિમ અવસ્થા છે જે એક લાંબી પ્રક્રિયા બાદ તૈયાર થાય છે. માખણ કાઢવા માટે જેમ દહીંને રવૈયાથી વલોવવામાં આવે તેમ જીવનને પ્રેમમય બનાવવા માટે મનના તરંગોનું મંથન કરીને પ્રેમનું દોહન કરવામાં આવે છે. તેની પાછળનો આશયએ છે કે વ્યક્તિ દુનિયાના તમામ કર્મોને ભોગી તેના પર વિજય મેળવી ભગવાન કૃષ્ણની શરણમાં આવે છે.

પરંપરાઓ-જીવનના રહસ્યો

પરંપરાઓ-જીવનના રહસ્યો

ભલે માણસ એક સાંસારિક વ્યક્તિ હોય છે પણ તેને જીવનનો અર્થ ખબર હોતો નથી. તે માખણની જેમ કોમળ અને મુલાયમ હોય છે, જેને બાહ્ય ચીજો દુષિત કરી શકતી નથી. કાનુડાનો જન્મ ન્યાય અપાવવા માટે થયો હતો. તેમણે લોકોને ગીતાનો પાઠ ભણાવ્યો છે, જેમાં કર્મને પ્રાધાન્ય આપવામાં આવ્યુ છે. પણ તે ધર્મને છોડતુ નથી. જેને કારણે કૃષ્ણને માખણનો ભોગ લગાવવામાં આવે છે. એવું કહેવાય છે કે પરંપરાઓમાં જીવન સાથે જોડાયેલા અનેક રહસ્યો હોય છે વ્યક્તિનું માર્ગદર્શન કરે છે.

English summary
Without Curd, Hindu Puja is incomplete, here are reasons,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X