For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Dhanteras 2021: ત્રિપુષ્કર યોગમાં આવી રહી છે ધનતેરસ, જાણો તેના વિશે

ધનતેરસ 2 નવેમ્બર, 2021 મંગળવારના રોજ આવી રહી છે. જાણો આ દિવસે આવતા વિશેષ યોગ વિશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિના દિવસે આયુ-આરોગ્ય અને સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ માટે આયુર્વેદના દેવતા ભગવાન ધનવંતરિ અને લક્ષ્મી-કુબેરનુ પૂજન કરવામાં આવે છે. ધનતેરસ 2 નવેમ્બર, 2021 મંગળવારના રોજ આવી રહી છે. મંગળવારના દિવસે ત્રયોદશી આવવાના કારણે આ દિવસ વિશેષ બની ગયો છે કારણકે મંગળ ભૂમિ, ભવન, સંપત્તિ પ્રદાયક અને દેવા મુક્તિનો ગ્રહ છે માટે આ દિવસે કરવામાં આવેલુ લક્ષ્મી-કુબેરનુ પૂજન સ્થાયી સંપત્તિમાં વૃદ્ધિ કરશે અને દેવા મુક્તિ કરાવશે. આ દિવસે ભીમ પ્રદોષ વ્રત પણ છે. આ દિવસે ત્રિપુષ્કર યોગ થવાના કારણે ખરીદી કરવામાં આવલે વસ્તુઓ ત્રણ ગણુ ફળ આપશે.

diwali

કળશ અને વાસણ ખરીદી શુભ

ધનતેરસના દિવસે વાસણ ખરીદવાની પરંપરા છે. પ્રાચીનકાળમાં આ દિવસે કળશ ખરીદવામાં આવતા હતા. આની પાછળની માન્યતા છે કે આ દિવસે સમુદ્ર મંથન દરમિયાન હાથમાં અમૃત કળશ લઈને ભગવાન ધનવંતરિ પ્રગટ થયા હતા માટે પ્રતીકાત્મક રીતે કળશ ખરીદીને ઘર લાવવામાં આવે છે જેથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ સાથે બધાનો આરોગ્ય પણ બની રહે. ધનતેરસના દિવસે લક્ષ્મી સાથે ધનના દેવતા કુબેર અને યમની પૂજા પણ કરવામાં આવે છે.

કેવી રીતે કરશો ધનતેરસની પૂજા

ધનતેરસના દિવસે પ્રાતઃ કાળ સૂર્યોદય પહેલા ઉઠીને ઘરની સાફ-સફાઈ કરીને પોતુ કરવુ. ઘરની બહાર પણ આંગળામાં સાવરણીથી વાળવુ. સ્નાનાદિથી નિવૃત્ત થઈને વિવિધ રંગો અને ફૂલોથી ઘરના મુખ્ય પ્રવેશ દ્વારની બહાર રંગોળી કરવી. પૂજા સ્થાનને પણ સાફ કરીને દેવતાઓનુ પૂજન કરવુ. ધનતેરસની પૂજા સંધ્યાકાળના સમયે કરવામાં આવે છે. સૂર્યાસ્ત બાદ પૂજા સ્થળમાં ઉત્તર દિશા તરફથી અને યક્ષરાજ કુબેર અને ધનવંતરિની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરીને તેમની પૂજા કરો. આ પહેલા ભગવાન ગણેશ અને લક્ષ્મીનુ પૂજન પણ કરો. કુબેરને માવાની સફેદ મિઠાઈ કે ખીરનુ નૈવેધ લગાવો તથા ધનવંતરિને પીળી મિઠાઈ ભોગ સ્વરૂપે અર્પિત કરો. આ વખતે આ રાત્રિમાં ચતુર્દશીનુ દીપદાન પણ કરવામાં આવશે. આના માટે યમ દેવતાના નામે દક્ષિણ દિશામાં ચાર બત્તીવાળા દીપક લગાવો અને પરિવારની સુખ સમૃદ્ધિની કામના કરો.

વેપારી કેવી કરી કરશે પૂજા

ધનતેરસના દિવસે પોતાના પ્રતિષ્ઠાનોમાં વેપારી પણ પૂજા કરે છે. આ દિવસે પોતાના પ્રતિષ્ઠાન, દુકાનમાં સાફ-સફાઈ કરીને નવી ગાદી પાથરવામાં આવે છે. જેના પર બેસીને નવી ખાતાવહીનુ પૂજન કરવામાં આવે છે. દુકાનમાં લક્ષ્મી અને કુબેરનુ પૂજન પણ કરવામાં આવે છે. આ કાર્ય પંચાંગમાં શુભ મુહૂર્ત જોઈને સંઘ્યા કાળે કરવામાં આવે છે.

બન્યો પુષ્કર યોગ

ધન ત્રયોદશીના દિવસે ત્રિપુષ્કર યોગ બની રહ્યો છે. માટે આ દિવસે ખરીદવામાં આવેલી સંપત્તિ, આભૂષણ વગેરેમાં ત્રણ ગણો વધારો થશે. આ ત્રિપુષ્કર યોગ તિથિ, વાર અને નક્ષત્રના સંયોગથી બની રહ્યો છે. પ્રાતઃ કાળ દ્વાદશી તિથિ, મંગળવાર અને ઉત્તરાફાલ્ગુની નક્ષત્રથી મળીને ત્રિપુષ્કર યોગ બન્યો છે. આ યોગમાં કરવામાં આવેલુ કાર્ય ત્રણ ગણુ ફળ આપે છે.

સ્થાપિત કરો મંગળ યંત્ર, પહેરો મૂંગાના ગણેશ

આ વખતે ધનતેરસના દિવસે મંગળવારનો સંયોગ બન્યો છે. દેવા મુક્તિ માટે આ દિવસે મંગળ યંત્રની સ્થાપના કરવી જોઈએ. રાત્રિમાં ઋણમોચક મંગળ સ્તોત્રનો 51 પાઠ કરવાથી ત્વરિત દેવા મુક્તિનો માર્ગ ખુલે છે. ધનનુ આગમન વધે છે. આ સાથે જ લાલ મૂંગાથી બનેલા ગણેશજીની મૂર્તિ ઘરમાં સ્થાપિત કરવાથી કે મૂંગાના ગણેશજીનુ પેંડન્ટ ગળામાં પહેરવાથી દેવા મુક્તિ થાય છે.

ધનતેરસ પર પૂજન મુહૂર્ત

ધનતેરસ પર પૂજન મુહૂર્ત - સાંજે 6.32થી રાતે 8.21 વાગ્યા સુધી
સમય - 1 કલાક 49 મિનિટ
પ્રદોષ - સાંજે 5.48થી રાતે 8.21 વાગ્યા સુધી
વૃષભ લગ્ન - સાંજે 6.32થી રાતે 8.30 વાગ્યા સુધી
લાભ - સાંજે 7.24થી 8.59 વાગ્યા સુધી

ત્રયોદશી તિથિ

પ્રારંભ - 2 નવેમ્બરે પ્રાતઃ 11.32 વાગ્યાથી
સમાપ્ત - 3 નવેમ્બરે પ્રાતઃ 9.32 વાગ્યા સુધી

English summary
Dhanteras is coming in Tripushkar Yoga on Tuesday, see all details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X