ધન પ્રેમ રાશિફળ 2022(Sagittarius Love Horoscope): સંબંધમાં પ્રેમ અને ઉર્જા ભરપૂર રહેશે
ધન રાશિવાળાની લવ લાઈફ માટે વર્ષ 2022 શ્રેષ્ઠ સાબિત થવાનુ છે. જાણો ધન પ્રેમ રાશિફળ 2022.
નવી દિલ્લીઃ ધન રાશિવાળાની લવ લાઈફ માટે વર્ષ 2022 શ્રેષ્ઠ સાબિત થવાનુ છે. આ વર્ષે તમે એ બધુ મેળવી શકશો જેની તમે ઈચ્છા કરી છે. વર્ષના પ્રારંભમાં આ રાશિમાં મંગળ અને શુક્રની યુતિ તમારા સંબંધમાં જબરદસ્ત ઉર્જાનો સંચાર કરશે. સંબંધોમાં ઉષ્મા જળવાઈ રહેશે. એપ્રિલ સુધી શનિનુ ગોચર દ્વિતીય ભાવમાં થવાથી વાણીમાં આકર્ષણ રહેશે. જેના દમ પર લોકો તમારા તરફ આકર્ષિત થશે. ખાસ કરીને વિપરીત જેન્ડરના લોકોને તમે પોતાની વાતોથી મોહી લેશો. એપ્રિલના મધ્યા બાદથી શનિનુ ગોચર તૃતીય સ્થાનમાં થવા અને તેની ત્રીજી દ્રષ્ટિ પંચમ પર થવાથી પણ પ્રેમ સંબંધોમાં ઉષ્મા રહેશે.

જેમને અત્યાર સુધી પ્રેમ નથી મળ્યો તેમને એપ્રિલ મધ્યા બાદથી મળી જશે. જે પહેલેથી પ્રેમમાં પડેલા છે તે પોતાના સાથીની વધુ નજીક આવી જશે. પરિણીત લોકોને જીવનસાથીનો ભરપૂર પ્રેમ મળશે અને તેમની સાથે કોઈ રોમેન્ટીક જગ્યાએ સમય પસાર કરશો. પોતાના સાથી સાથે લગ્ન પ્રસ્તાવ પણ મળી શકે છે. પરંતુ અહીં સલાહ એ આપવામાં આવે છે કે કોઈ પણ સંબંધોમાં બંધાતા પહેલા તેના બધા સારા-ખરાબ બધા પાસાં પર સારી રીતે વિચાર કરી લેવો.
લગ્નના નિર્ણયમાં પરિવારની સલાહ મહત્વપૂર્ણ રહેશે. સપ્ટેમ્બરથી ડિસેમ્બરની વચ્ચેનો સમય સંબંધ પર ભરોસો કરવાનો છે. કોઈ ત્રીજા વ્યક્તિના કારણે પોતાના પાર્ટનર સાથે અંતર થઈ શકે છે, ભરોસો રાખશો તો આવુ નહિ થાય.
ઉપાયઃ પીળા સોનેરી વસ્ત્રો ધારણ કરો. લાભ થશે.












Click it and Unblock the Notifications
