કોણ બનશે અમેરિકન રાષ્ટ્રપતિ, ટ્રંપ કે હિલેરી, જાણો શું કહે છે જ્યોતિષ?

Posted By:
Subscribe to Oneindia News

આખી દુનિયાની નજર અત્યારે 8 નવેમ્બરે થનારી અમેરિકન રાષ્ટ્રપતિની ચુંટણી પર છે. કારણ કે, આ દિવસે દુનિયાની મહાસત્તા ગણાતા અમેરિકાના રાષ્ટ્રપતિની પસંદગી થવાની છે. ટ્રંપ વિરુધ્ધ હિલેરીની આ ચુંટણી અમેરિકાના ઈતિહાસમાં સૌથી મોટી બરાબરીની ટક્કર સાબિત થઈ શકે છે.

hillary and trump

હાર-જીતનુ અંતર ઘણા ઓછા મતથી નક્કી થશે સમય કુંડળી પ્રમાણે ક્ષિતિજ પર મીન રાશિ ઉદિત થઈ રહી છે, જે એક સ્ત્રી રાશિ છે. મીન એ દ્વિસ્વભાવ રાશિ છે. જેનાથી સંકેત મળે છે કે, આ વખતે અમેરિકાની ચુંટણીમાં હાર-જીત વચ્ચેનુ અંતર ઘણા ઓછા મતથી નક્કી થશે.

us election

આવો, જ્યોતિષિને આધારે જાણીએ આ વખતે કોણ બનશે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ?

ડોનાલ્ડ ટ્રંપ
રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપનો જન્મ 14 જૂન 1046 ની સવારે 10 વાગ્યાને 54 મિનિટે થયો હતો. તમારો સિંહ લગ્ન છે અને સાથે મંગળ બેઠો છે. આ એવુ છે જેમ કે, સિંહના હાથમાં બંદૂક સિંહ લગ્નના જાતકો સ્વભાવે ઘણા આક્રમક અને તેજ હોય છે તથા સાથે મંગળ હોવુ એટલે બીજુ શું કહેવુ !

donald trump

વર્તમાનમાં તમારી કુંડળીમાં ગુરુની મહાદશામાં શનિની અન્તર દશા ઉપરાતં શનિનો જ પ્રત્યન્તર ચાલી રહ્યો છે. ગુરુ પંચમેશ અને અષ્ટમેશ થઈ બીજા ભાવમાં બેઠો છે. બીજો ભાવ વાણીનો કારક હોય છે, જેને કારણે ટ્રંપ તેમની વાણીને કારણે ઘણા વિવાદોમાં ઘેરાયેલા રહે છે.

donald trump

સ્ત્રીથી પરાજયનો સામનો કરવો પડી શકે છે
પંચમભાવ જનતાનો ભાવ હોય છે. ગુરુની એક રાશિ પંચમભાવમાં છે અને બીજી રાશિ અષ્ટમ સ્થાને છે. તમને અમેરિકાની જનતાનો સપોર્ટ તો મળશે પરંતુ જેટલો જોઈએ તેટલો નહિં. શનિ રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આપની કુંડળીમાં શનિ ષષ્ઠેશ અને સપ્તમેશ થઈ 12માં ભાવમાં શુક્ર સાથે બેઠો છે.

શુક્ર સ્ત્રી કારક ગ્રહ
ષષ્ઠમ ભાવ વિરોધીઓનો ઉપરાંત સપ્તમ ભાવ મારક ગણાય છે. શુક્ર સ્ત્રી કારક ગ્રહ છે અને શનિ ષડબલમાં ઘણો કમજોર થઈ તેની સાથે બેઠો છે, જેને કારણે ટ્રંપને સ્ત્રી સામે પરાજયનો સામનો કરવો પડી શકે છે.

hillary clinton

હિલેરી ક્લિંન્ટન

રાજનૈતિક અનુભવો ધરાવતા ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિંન્ટનનો જન્મ 26 ઓક્ટોબર 1947ને રાત્રે 8 વાગે થયો હતો. તમારી રાશિ મિથુન લગ્ન છે. જેનો સ્વામી બુધ તમારા પંચમભાવમાં સ્થિત છે. જેને કારણે તમે જે પણ બોલો છો તે સમજી-વિચારીને બોલો છો. તમારા સ્વભાવમાં ગંભીરતા અને શાલિનતાનુ મિશ્રણ છે. જેથી તમે રાજકારણમાં લાંબા સમય સુધી ટકી શકો છો.

વર્તમાનમાં તમારી કુંડળીમાં ચંદ્રની મહાદશામાં શનિનુ અંતર અને રાહુનુ પ્રત્યન્તર ચાલી રહ્યુ છે. ચંદ્ર દ્વિતીયેશ થઈ ઉચ્ચ પદના સંકેતક ભાવ દશમ પર કબજો જમાવી બેઠો છે. શનિ અષ્ટમેશ અને ભાગ્યેશ થઈ ચંદ્રની રાશિ કર્કમાં બેઠો છે. ઉપરાંત રાજકારણમા ઉચ્ચ મુકામ અપાવનાર રાહુ ઉચ્ચ થઈ 12માં ભાવમાં સ્થિત છે.

america


શુભ સંકેતોનુ પરિણામ

  • હિલેરી ક્લિન્ટનની જન્મ તિથિ 26/01/1947 છે. માટે અંક જ્યોતિષ મુજબ તમારો નામાંક અંક 08 છે, મૂલાંક અંક પણ 08 છે અને ભાગ્યેશ અંક 03 છે.આ અંકોનુ 2016ના રાષ્ટ્રપતિ ચુંટણીમાં ઘણું યોગદાન દેખાઈ રહ્યુ છે.
  • મતદાનની તિથિ-08 નવેમ્બર છે અને તમારો મૂલાંક અને નામાંક બંને અંક 08 છે.
  • જો મૂલાંક અને નામાંક ઉપરાંત ભાગ્યાંક ત્રણેને જોડીએ તો 01 અંક આવે. તેમજ મતદાનની તિથિના અંકોને જોડીએ તો પણ 01 અંક આવે છે.
hillary and trump
  • 09 નવેમ્બરે પરિણામ જાહેર થશે. તે દિવસે શત તારકા નક્ષત્રનો ઘરતી પર પ્રભાવ રહેશે. હિલેરીનો જન્મ નક્ષત્ર ઉત્તરભાદ્રપદ છે. ઉત્તરભાદ્રપદ નક્ષત્રથી ગણતા શત તારકા નક્ષત્ર 26માં નંબરે આવે છે. જે મિત્રતાની ક્ષેણીમાં આવે છે.
  • હિલેરીની કુંડળીમાં સૂર્ય નીચનો થઈ નીચભંગ રાજયોગનુ નિર્માણ કરી રહ્યો છે. વર્તમાન ગોચરમાં પણ સૂર્ય પોતાની નીચ રાશિ તુલામાં ભ્રમણ કરી રહ્યો છે.
  • આ તમામ શુભ સંકેતોને મેળવતા જે પરિણામ સામે આવી રહ્યુ છે, તે હિલેરી ક્લિન્ટનના રાષ્ટ્રપતિની ચુંટણીમાં વિજયી થવાના અને અમેરિકાના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બની નવો ઈતિહાસ રચવાના સંકેતો જણાવી રહ્યા છે.
English summary
Democratic presidential nominee Hillary Clinton is leading Republican Donald Trump by a razor-thin margin heading into the November 8. What says Astrolger about this, have a look.
Please Wait while comments are loading...