Dussehra 2022: રાવણના 10 માથા કેમ હતા? જાણો દશાનનનો અર્થ
ગોસ્વામી તુલસીદાસ રચિત રામચરિત માનસમાં રાવણના દસ માથાનુ વર્ણન વિસ્તારથી કરવામાં આવ્યુ છે. અહીં જાણો વિગત.
નવી દિલ્લીઃ અનિષ્ટ પર ભલાઈની જીતનુ પ્રતીક દશેરા 5 ઓક્ટોબરે છે. દેશમાં ઘણી જગ્યાએ રાવણ દહનની તૈયારીઓ ચાલી રહી છે. રાવણ એક એવો રાક્ષસ હતો કે જે માયાવી હતો, તેના દસ માથા હતા એટલા માટે તેને દશાનન કહેવામાં આવતો હતો. જો કે, અમુક લોકોનુ માનવુ છે કે રાવણના દસ માથા નહોતા, તે માયાવી હતો અને 65 પ્રકરની કલાઓને જાણતો હતો માટે તે પોતાના દસ માથા લોકોને બતાવીને ભ્રમ પેદા કરતો હતો. જો કે, ગોસ્વામી તુલસીદાસ રચિત રામચરિત માનસમાં રાવણના દસ માથાનુ વર્ણન વિસ્તારથી કરવામાં આવ્યુ છે.

રાવણના દસ માથા દસ બુરાઈના માનક
તમને જણાવી દઈએ કે રાવણના દસ માથા દસ બુરાઈના માનક છે. આ દસ બુરાઈઓ છે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, વાસના, ભ્રષ્ટાચાર, અહંકાર અને અનૈતિકતા. માટે જ જ્યારે રાવણને દશેરાના દિવસે સળગાવવામાં આવે છે ત્યારે તેની સાથે આ દસ બુરાઈઓનો અંત પણ કરવામાં આવે છે.

આખરે રાવણના આ 10 માથા ક્યાંથી આવ્યા?
રાવણના આ દસ માથા ક્યાંથી આવ્યા તે અંગે તુલસીદાસે લખ્યુ છે કે, 'રાવણ ભગવાન શિવનો પરમ ભક્ત હતો. ઘણા વર્ષો સુધી ભગવાન શંકર જ્યારે તેની સામે પ્રગટ ન થયા ત્યારે તેણે નિરાશ અને દુઃખી થઈને પોતાનુ માથુ કાપીને ભગવાન શિવના ચરણમાં રાખી દીધુ પરંતુ તેના ધડમાં ફરીથી માથુ લાગી જતુ હતુ. આવુ તે દસ વાર કરે છે અને દસે વાર તેના ધડમાં માથુ લાગી જાય છે.'

'આજથી તુ દશાનન કહેવાઈશ'
પોતાની સાથે થઈ રહેલ આ ઘટનાથી ખુદ રાવણ પણ ચોંકી જાય છે પરંતુ તેની આ વાતથી શિવ-શંકર ખુશ થાય છે અને તેની સામે પ્રગટ થાય છે અને કહે છે કે,' તે અલગ યોનીમાંથી જન્મ્યો છે અને માટે તેની સાથે આવુ થઈ રહ્યુ છે. આજથી તુ દશાનન એટલે કે દસ મુખવાળો કહેવાઈશ. તારો અંત પણ ત્યારે થશે જ્યારે તારી નાભિ પર કોઈ પ્રહાર કરશે.'

ભાઈ વિભિષણે કર્યો હતો ઈશારો
ભગવાન શિવના આ વરદાનને મેળવીને રાવણના પગ આકાશમાં રહેવા લાગ્યા હતા. તેણે વિચારી લીધુ હતુ તેનેો અંતા ક્યારેય નહિ થાય. યુદ્ધ ભૂમિમાં જ્યારે પ્રભુ રામ તેના પર તીર ચલાવી રહ્યા હતા ત્યારે દસ મુખથી ઘમંડ સાથે તે અટ્ટહાસ્ય કરી રહ્યો હતો. ત્યારે રાવણના ભાઈ વિભિષણે આવીને પ્રભુ રામને તેની નાભિ પર તારી ચલાવવા માટે ઈશારો કર્યો હતો અને ત્યારબાદ તેનો અંત થયો હતો. માટે કહેવાય છે કે ઘર કા ભેદી લંકા ઢાએ.












Click it and Unblock the Notifications
