For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Ganesha Chaturthi 2022: જાણો શ્રીગણેશની માટીની મૂર્તિઓના પૂજનનુ મહત્વ

ગણેશ પુરાણમાં,પાર્વતીને પિતા હિમવાને પાર્થિવ એટલે કે માટીની મૂર્તિની પૂજાનુ મહત્વ જણાવ્યુ હતુ.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ માટીની મૂર્તિઓ એટલે કે પ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશની પાર્થિવ મૂર્તિઓની પૂજાને શાસ્ત્રોમાં ખૂબ મહત્વ આપવામાં આવ્યુ છે. શાસ્ત્રોમાં ભગવાન ગણેશની એક જ નહિ પરંતુ એક લાખ મૂર્તિઓ સુધીની પૂજા કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. તમારી વિવિધ ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે મૂર્તિઓની સંખ્યા વધારી શકાય છે. ગણેશ પુરાણમાં,પાર્વતીને પિતા હિમવાને પાર્થિવ એટલે કે માટીની મૂર્તિની પૂજાનુ મહત્વ જણાવ્યુ હતુ.

તમામ સુખ મળે

તમામ સુખ મળે

  • માટીમાંથી બનેલી ગણેશની મૂર્તિની પૂજા કરવાથી સ્ત્રી-પુરુષને ઈચ્છિત ધન, પુત્રો, ગાયો, પ્રાણીઓ વગેરે મળે છે.
  • બે મૂર્તિઓની પૂજા કરવાથી વ્યક્તિ દુર્ગમ વસ્તુઓ પણ પ્રાપ્ત કરે છે.
  • ત્રણ મૂર્તિની પૂજા કરવાથી રાજ્ય, રત્ન, સંપત્તિ, તમામ સુખ મળે છે.
  • દરરોજ ચાર મૂર્તિઓની પૂજા કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
દરેક વસ્તુનો જાણકાર બને

દરેક વસ્તુનો જાણકાર બને

  • પાંચ મૂર્તિઓની પૂજા કરીને, વ્યક્તિ સમગ્ર પૃથ્વી પર પોતાનુ સામ્રાજ્ય સ્થાપિત કરે છે.
  • છ મૂર્તિઓની પૂજા કરવાથી વ્યક્તિ સર્જન, જાળવણી, નાશ કરવા સક્ષમ બને છે.
  • સાત, આઠ, નવ મૂર્તિઓની પૂજા કરવાથી તે સર્વજ્ઞ બને છે, એટલે કે દરેક વસ્તુનો જાણકાર બને છે. તે ભૂતકાળ, ભવિષ્ય, વર્તમાન, બધુ જ જાણે છે.
  • દસ ગણેશ મૂર્તિઓની પૂજા કરવાથી તેત્રીસ પ્રકારના દેવતાઓ, અગ્નિ, ઇન્દ્ર, શિવ, વિષ્ણુની કૃપા થાય છે.
જે ઈચ્છે તે મેળવી શકે

જે ઈચ્છે તે મેળવી શકે

  • અગિયાર મૂર્તિઓની પૂજા કરવાથી અગિયાર રુદ્રોનુ પ્રભુત્વ પ્રાપ્ત થાય છે.
  • બાર મૂર્તિઓની પૂજા કરવાથી, બારમાં આદિત્ય પર પ્રભુત્વ પ્રાપ્ત કરે છે.
  • દુનિયામાં એવુ કંઈ નથી જે તેને 108 મૂર્તિઓની પૂજા કરવાથી ન મળે. એટલે કે તે જે ઈચ્છે તે મેળવી શકે છે.
  • દરરોજ એક લાખ મૂર્તિઓની પૂજા કરવાથી સાધક મહામુક્તિની પ્રાપ્તિ કરે છે.

English summary
Ganesha Chaturthi 2022: Read Importance of clay idols of Shri Ganesh poojan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X