For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કૃષ્ણએ કોને કહ્યુ - ઇશ્વર બની જાય છે ભક્તના રક્ષા કવચ

ઈશ્વર કઈ રીતે પોતાના ભક્તોના કષ્ટો સમેટી લે છે, મહાભારતના એક અદભૂત પ્રસંગથી જાણીએ...

|
Google Oneindia Gujarati News

ઈશ્વર શબ્દ એક એવી પરમશક્તિ પ્રત્યે સંબોધન છે જે તમારા આત્માની શક્તિને પોષે છે. સંસારના વિવિધ ધર્મોમાં ઈશ્વરને અનેક નામોથી ઓળખવામાં આવે છે. તેને ભલે ગમે તે નામથી બોલાવીએ પરંતુ તે સર્વોચ્ચ સત્તા છે, જે આ સંસાર અને તેના રહેવાસીઓ અર્થાત આપણે ન માત્ર પોષે છે પરંતુ દરેક સંકટમાં આપણુ રક્ષણ પણ કર છે. ઈશ્વર પર અતૂટ વિશ્વાસ રાખનાર વ્યક્તિ જીવનની મુશ્કેલીઓને પણ ધીરજથી પાર કરી લે છે કારણકે તે જાણે છે કે આજે નહિ તો કાલે, ઈશ્વર તેમની રક્ષા કરશે જ. અને વિશ્વાસ માનો, ઈશ્વર પોતાના ભક્તની ચિંતા તેનાથી પણ વધુ કરે છે. ઈશ્વર કઈ રીતે પોતાના ભક્તોના કષ્ટો સમેટી લે છે, મહાભારતના એક અદભૂત પ્રસંગથી જાણીએ...

હનુમાનજીએ રક્ષા કવચનુ વચન આપ્યુ

હનુમાનજીએ રક્ષા કવચનુ વચન આપ્યુ

મહાભારતના યુદ્ધનો આરંભ થતા પહેલા અર્જૂને શ્રીકૃષ્ણને પોતાના સારથી બનવા માટે પ્રાર્થના કરી હતી અને તેમણે સહર્ષ સારથી બનવાનુ સ્વીકારી પણ લીધુ હતુ. આ ક્રમમાં જ્યારે યુદ્ધનો આરંભ થવાનો હતો અને અર્જૂનને રથ પર સવાર થઈને યુદ્ધ ભૂમિમાં જવાનુ હતુ ત્યારે શ્રી કૃષ્ણએ તેમને કહ્યુ કે રથ પર ચડતા પહેલા હનુમાનજીનુ આવાહન કરો અને તેમને રથન ધ્વજા પર બિરાજવા અને રક્ષા કરવાની વિનંતી કરો. અર્જૂને તરત જ હનુમાનજીને પ્રાર્થના કરી અને હનુમાનજીએ રક્ષા કવચનુ વચન આપ્યુ. ત્યારબાદ પહેલા શ્રીકૃષ્ણ અને પછી અર્જૂન રથ પર બિરાજમાન થયા. બધા જાણે છે કે યુદ્ધમાં પાંડવો વિજયી થયા અને કૌરવોનુ સમૂળગો નાશ થઈ ગયો અને આ સફળતાનો શ્રેય પણ મુખ્ય પાત્ર અર્જૂનને મળ્યો.

શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના અવતાર હતા

શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના અવતાર હતા

આ વિજયનુ મુખ્ય રહસ્ય અર્જૂનના રથમાં સમાયેલુ હતુ. વાસ્તવમાં શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના અવતાર હતા અને તેમની સાથે શેષનાગ દરેક યુગમાં અવતરિત થઈને દરેક કામમાં સહયોગી રહેતા હતા. શ્રી કૃષ્ણના સારથી પદ સંભાળતા જ તેમના દરેક અવતારના પરમ સખા શેષનાગે હંમેશાની જેમ પોતાની ભૂમિકા સંભાળી લીધી હતી. શેષનાગ અદ્રશ્ય રૂપેરથની પાછળ બિરાજિત હતા અને પૃષ્ઠ ભાગની રક્ષાનો ભાર તેમણે સંભાળીને રાખ્યો હતો. આકાશ માર્ગથી થતા આક્રમણની રક્ષા માટે શ્રી કૃષ્ણે હનુમાનજીને આમંત્રિત કરી દીધા હતા.

હે ભગવાન! પહેલા તમે ઉતરો, પછી હું તમારા પછી ઉતરુ છુ

હે ભગવાન! પહેલા તમે ઉતરો, પછી હું તમારા પછી ઉતરુ છુ

યુદ્ધમાં વિજયી થવા ઉપરાંત અર્જૂને શ્રી કૃષ્ણને વિનંતી કરી કે હે ભગવાન! પહેલા તમે ઉતરો પછી હું તમારા પછી ઉતરુ છુ. ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યુ કે હે પાર્થ! રથમાંથી પહેલા તારે જ ઉતરવુ પડશે કારણકે આમાં એક રહસ્ય સમાયેલુ છે. આનુ વિવરણ હું તમે પછી કહીશ. ભગવાનની વાત માનીને અર્જૂન પહેલા રથમાંથી ઉતરી ગયા અને પછી શ્રી કૃષ્ણ ઉતર્યા. ભગવાનના ઉતરતા જ રથ સળગવા લાગ્યો અને પળવારમાં રાખ બની ગયો. અર્જૂન આ દ્રશ્યને જોઈને હતપ્રભ થઈ ગયા, ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યુ - હે અર્જૂન! કૌરવ પક્ષમાં એકથી એક મહારથિઓના દિવ્યાસ્ત્રોના પ્રહારથી આ રથ તો પ્રારંભથી જ આ ગતિને પ્રાપ્ત કરી ચૂક્યો હતો. વાસ્તવમાં ભીષ્મ પિતામહ, કર્ણ, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય જેવા મહારથિઓની સામે કોઈ વાહન ટકી જ ન શકે. આ રથ અત્યાર સુધી શેષનાગ, હનુમાનજી અને મારી શક્તિના કવચથી સુરક્ષિત હતો અને તારી રક્ષા કરી રહ્યો હતો.

ભક્ત ભગવાનને પોતાની સંતાનની જેમ પ્રિય હોય છે

ભક્ત ભગવાનને પોતાની સંતાનની જેમ પ્રિય હોય છે

આ સત્ય છે દોસ્તો. ભક્ત ભગવાનને પોતાના સંતાનની જેમ પ્રિય હોયછે. જે રીતે માતાપિતા પોતાના સંતાનની રક્ષા કરે માટે સદા તત્પર રહે છે, એ જ રીતે ભગવાન ભક્તની ચિંતા તેનાથી પહેલા કરે છે. બસ, તમારા મનમાં વિશ્વાસ હોવો જોઈએ તો ભગવાન સદા તમારી રક્ષા કરશે.

English summary
God is Always With You, Read this Inspirational Short Story.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X