
Grah Gochar Effect : એક જ રાશિમાં ત્રણ ગ્રહ કરશે ગોચર, આ રાશિની ખુલશે કિસ્મત
Grah Gochar Effect : જ્યાતિષ શાસ્ત્રમાં ગ્રહોનું મહત્વ હોય છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, દરેક ગ્રહ એક નિશ્ચિત સમયે ગોચર કરે છે, એટલે કે એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે. આ માટે દરેક ગ્રહ એક ચોક્કસ સમય લે છે. ડિસેમ્બરમાં ગ્રહોના રાજકુમાર બુધ, ભોગ વિલાસ અને ભૌતિક સુખ-સુવિધાઓના કારક ગ્રહ શુક્ર તેમજ ગ્રહોના રાજા સૂર્ય ધન રાશિમાં એક સાથે ગોચર કરશે.
સૌ પ્રથમ, બુધ 3જી ડિસેમ્બરના રોજ ધન રાશિમાં પ્રવેશ્યો છે. આ પછી આજે શુક્રનો પ્રવેશ છે. ત્યારબાદ 16 ડિસેમ્બરના રોજ સૂર્ય ધન રાશિમાં ગોચર કરશે. આ રીતે 16 ડિસેમ્બરથી, 3 મોટા ગ્રહો બુધ, શુક્ર અને સૂર્ય ભગવાન એક સાથે ધન રાશિમાં ગોચર કરશે. ગ્રહોની આ સ્થિતિની અસરને કારણે આ રાશિના જાતકોને ઈચ્છિત પરિણામ મળશે.
આ 5 રાશિઓને મળશે શુભ પરિણામ

મિથુન રાશિ :
ધન રાશિમાં બુધ, શુક્ર અને સૂર્યનું ગોચર મિથુન રાશિના લોકો માટે શુભ અને લાભદાયક સાબિત થશે. મિથુન રાશિના જાતકોને આવકના નવા સ્ત્રોત મળશે. આ સાથે વેપાર-ધંધામાં નફો વધશે.

વૃશ્ચિક રાશિ :
ધન રાશિમાં બુધ, શુક્ર અને સૂર્યનું ગોચર વૃશ્ચિક રાશિ માટે સકારાત્મક પરિણામ લાવી રહ્યું છે. આ ત્રણ મોટા ગ્રહોના શુભ પ્રભાવથીતેમના અટકેલા કામ પૂર્ણ થશે. આ સમય દરમિયાન જો તમે તીર્થયાત્રા કે પ્રવાસ પર જવાની યોજના પણ બનાવી શકો છો.

મકર રાશિ :
ધન રાશિમાં બુધ, શુક્ર અને સૂર્યનું ગોચર મકર રાશિના લોકો માટે ખુશીઓ લઈને આવી રહ્યું છે. તેમને નોકરીમાં પ્રમોશન મળી શકેછે. લક્ષ્ય સિદ્ધ થઈ શકે છે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે.

કુંભ રાશિ :
એક જ રાશિમાં આ ગ્રહોનું ગોચર કુંભ રાશિના લોકો માટે ફળદાયી સાબિત થશે. આ રાશિના લોકો જે નોકરી વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે સારો મહિનો છે. આ મહિનો તેમના માટે વરદાન સમાન બની રહેશે. ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધ મજબૂત રહેશે.

મીન રાશિ :
મીન રાશિના ગ્રહોની આ સ્થિતિને કારણે મીન રાશિના લોકોને શરૂઆતમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુપછીથી આ બધી સમસ્યાઓ દૂર થઈ જશે. આ સાથે આવકમાં વધારો થવાની સંભાવના છે. તેનાથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ સાથે તમારી મહેનતનું ફળ મળશે. આ સમય દરમિયાન દરમિયાન પ્રવાસ પર જઈ શકો છો.