નવગ્રહોની શાંતિ માટે અજમાવો આ સરળ અને અસરકારક ઉપાય

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

સૃષ્ટિ અને તેમાં રહેનારા મનુષ્યો પાંચ તત્વો જળ, અગ્નિ, પૃથ્વી, આકાશ અને વાયુથી મળીને બનેલા છે. આ પાંચે તત્વોની અસર નવગ્રહો પર પણ પડે છે. જો કે શું તમે જાણો છો કે, નવગ્રહોની શાંતિ કરવા માટે આ પાંચ તત્વોમાંથી એક પ્રમુખ તત્વ જળની ભૂમિકા મહત્વની છે. જો કોઈ મનુષ્યને નવગ્રહોમાંથી કોઈ એક પણ ગ્રહથી પીડા હોય તો તેનાથી વ્યકિત જીવનભર હેરાન થતી રહે છે. જેમ કે, કોઈ વ્યકિતને જીવનમાં માન, સન્માન, યશ, કિર્તીમાં ઘટે છે અથવા તેમને આંખ, ચામડીને લગતા રોગો થાય છે અથવા તેમને પિતાની મદદ મળતી નથી. આ તમામ મુશ્કેલીનું કારણ તેમની કુંડળીમાં સૂર્ય ખરાબ હોવાથી થઈ શકે છે. સૂર્યને શાંત કરવા તેને લગતા ધાતુના વાસણમાં પાણી પીવાથી સૂર્ય શાંત થાય છે અને તેનાથી જોડાયેલી મુશ્કેલીઓ ખતમ થાય છે. તેવી જ રીતે અન્ય ગ્રહોની પીડા માટે કયુ વાસણ ઉપયોગમાં લેવું તે વિશે જાણવા વાંચો અમારો આ આર્ટિકલ..

તાંબાનું વાસણ

તમારા જીવનમાં સૂર્ય અથવા મંગળ સાથે જોડાયેલી મુશ્કેલીઓ આવી રહી છે, તો શક્ય છે કે તમારી કુંડળીમાં આ બંનેમાંથી કોઈ ગ્રહની પીડાથી તમે પરેશાન છો. આવા સમયે તમારે તાંબાના વાસણમાં પાણી ભરીને રાખવું અને હંમેશા આ જ પાણી પીવું. તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી મંગળ અને સૂર્ય ગ્રહ અનુકૂળ રહે છે અને તે શુભ ફળ આપવા લાગે છે. તાંબાના વાસણમાં પાણી પીવાથી ત્વચા નીખરે છે, વાળ સારા થાય છે અને પેટના રોગોથી મુક્તિ મળે છે.

ચાંદીનું વાસણ

ચાંદીને રોગ પ્રતિકારક ક્ષમતા વધારનાર મનાય છે, આ વાત વૈજ્ઞાનિકો પણ સાબિત કરી ચૂક્યા છે. તમારા જીવનમાં ચંદ્ર અને શુક્ર ગ્રહને લગતી મુશ્કેલીઓ આવી રહી છે તો તમારે ચાંદીના વાસણમાં પાણી રાખીને પીવું. કુંડળીમાં ચંદ્ર ખરાબ હોય તો મન અને મસ્તિષ્કને લગતા રોગો થાય છે. માનસિક અસ્થિરતા રહે છે. કોઈ કામમાં મન લાગતુ નથી. અને જો શુક્ર ખરાબ હોય તો જીવનમાં ભૌતિક સુખ-સુવિધાઓનો અભાવ રહે છે. ચાંદીના વાસણમાં પાણી નિયમિત પીવાથી આ તમામ મુશ્કેલીઓ દૂર થાય છે.

સોનાનું વાસણ

અનેક રોગોના ઉપચારમાં સ્વર્ણ ભસ્મના સેવનની સલાહ અપાઈ છે. જન્મ કુંડળીમાં બૃહસ્પતિ ખરાબ છે તો વ્યકિતને જીવનમાં સુખોનો અભાવ રહે છે. તેઓ નોકરી કે વેપારમાં ઉન્નતિ કરી શકતા નથી, લગ્નજીવનમાં કડવાશ રહે છે, સન્માન કે ઉંચુ પદ મળતુ નથી. અને બુધ ખરાબ હોય તો વ્યકિતની બૌદ્ધિક ક્ષમતાને અસર પડે છે. સોનાના વાસણમાં પાણી રાખીને પીવાથી બુધ અને બૃહસ્પતિ ગ્રહ શાંત થાય છે અને તેનો શુભ પ્રભાવ જોઈ શકાય છે.

કાંસાનું વાસણ

કાંસાના વાસણમાં પાણી પીવાથી શનિ, રાહુ અને કેતુ ગ્રહોની પીડાથી મુક્તિ મળે છે. જો કે હંમેશા યાદ રાખવું કે કાંસાના વાસણમાં વધુ સમય સુધી પાણી ભરવું નહિં. જે સમયે પાણી પીવું હોય તે સમયે જ કાંસાના ગ્લાસમાં પાણી ભરીને પીવું.

English summary
Navagraha means nine planets in Sanskrit and are nine astronomical bodies as well as mythical deities in Hinduism and Hindu astrology.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.