જાણો શું કહે છે તમારી ભાગ્ય રેખા ?

Written By:
Subscribe to Oneindia News

હથેળીમાં અનેક પ્રકારના ચિન્હો અને રેખાઓ હોય છે. જે દરેકનું અલગ-અલગ મહત્વ હોય છે. હાથમાં બનેલી રેખાઓથી તમે તમારા ભવિષ્યની ઝાંખી નીહાળી શકો છો. જેનાથી તમે જાણી શકો છો કે તમારા જીવનમાં શુ બનવાનું છે. આમ તો દરેક રેખાઓનું પોતાનું આગવું મહત્વ છે પણ આ બધામાં સૌથી મહત્વની છે ભાગ્ય રેખા. કોઈનું પણ ભાગ્ય જાણવા ભાગ્ય રેખાનું અવલોકન કરવું જરૂરી છે.

palmistry reading

હાથની મિડલ ફિંગરની પાસેનું ક્ષેત્ર શનિ પર્વત કહેવાય છે. જો રેખા મણિબંધથી નીકળી શનિ પર્વત સુધી આવી જાય તો તેને ભાગ્ય રેખા કહેવાય છે. આ રેખાનું ઉદગમ સ્થાન નિશ્ચિત હોતુ નથી, પણ શનિ પર્વત સુધી પહોંચતા તેને પૂર્ણ ભાગ્ય રેખા કહેવામાં આવે છે.

  • જો ભાગ્ય રેખા મણિબંધથી શરૂ કરી શનિ પર્વત સુધી આવે તો આ વ્યકિત ભાગ્યશાળી મનાય છે. આવા લોકો ઓછા સમયમાં સારા મૂકામ સુધી પહોંચી શકે છે. તેમના જીવનમાં કેટલાક લોકો એવા હોય છે જે તમનું માર્ગદર્શન કરી સફળતાની સીડીઓ ચઢાવે છે.
  • જે લોકોની ભાગ્ય રેખા ચંદ્ર પર્વતથી શરૂ કરી શનિ ક્ષેત્ર સુધી આવે છે. તેવા લોકો ખૂબ જ લાગણીશીલ હોય છે, બીજાની મદદ કરવા હંમેશા તત્પર રહતા હોય છે. તેમનું ભાગ્ય બીજાની મદદ પર આધાર રાખે છે. આ લોકો આળસુ અને સંતોષી હોય છે. આવા લોકો લેખક, પત્રકાર કે પ્રકાશનના ક્ષેત્રે પોતાનું કેરિયર બનાવે છે.
  • જો ચંદ્ર ક્ષેત્રથી ભાગ્ય રેખા નીકળતી હોય અને કોઈ અન્ય રેખા પણ ભાગ્ય રેખા સાથે ચાલી રહી હોય તેવા વ્યકિતના લગ્ન કોઈ પૈસાદાર કુટુંબમાં થાય છે એટલેકે સાસરીથી આર્થિક મદદ મળી શકે છે. એવા લોકોને લગ્ન બાદ જ ભાગ્યોદય થાય છે. ચંદ્રના પ્રભાવને કારણે તેમના જીવનમાં ઉતાર-ચઢાવ વધુ રહે છે.
  • જો ભાગ્ય રેખા શનિ પર્વતને પાર કરી મધ્યમાં આંગળીમાં પ્રથમ પર્વ સુધી પહોંચી જાય તો જાતકનું જીવન સંઘર્ષો ભર્યુ વીતે છે. પોતાની આંગળીઓના કારણે વ્યકિતને અનેક નિષ્ફળતાઓનો સ્વાદ ચાખવો પડે છે. આવા લોકોએ કોઈ પણ નિર્ણય જલ્દી લેવો નહિં, પણ અનેક વાર વિચાર્યા બાદ જ આગળ વધવું.
  • જો હથેળીમાં ભાગ્ય રેખા કોઈ સ્થાન પર જીવન રેખાને કાપી દે તો જાતકને તેની ઉંમરમાં કોઈ બદનામીનો સામનો કરવો પડી શકે છે.
  • હથેળીમાં ભાગ્ય રેખા મણિબંધથી જેટલી દૂરથી શરૂ થાય છે, જાતકનું ભાગ્ય તેટલું જ મોડુ કામ કરવાનું શરૂ કરે છે. ભાગ્ય  રેખામાં વાંકી ચૂકી રહેવાને કારણે જીવનમાં ખૂબ ભટકવું પડે છે. એક નહિં અનેક કામોમાં હાથ અજમાવવો પડે છે.
  • ભાગ્ય રેખા હદય રેખા પર આવી રોકાઈ જાય તો વ્યકિત પ્રેમ સંબંધોને કારણે અસફળતાઓ મેળવે છે. પણ જો ભાગ્ય રેખા સીધી ગુરુ પર્વત સુધી જાય તો જાતક પ્રેમ સંબંધોને કારણે સફળતાઓ મેળવે છે.
  • જો હથેળીમાં સમાંતર બે ભાગ્ય રેખાઓ ચાલી આવતી હોય તો તે વ્યકિતના જીવનમાં ભાગ્ય સ્વયં દસ્તક આપે છે એટલે કે કર્મ કરતા ફળ વધુ પ્રાપ્ત થાય છે.
  • જો ભાગ્ય રેખા મસ્તિષ્ક રેખા પર જ રોકાઈ જાય તો તેવા વ્યકિત પોતાની ભૂલોને કારણે નુકશાન ભોગવે છે. આવા લોકોનો સૌથી મોટો દુશ્મન તેમનું પોતાનું દિમાગ હોય છે. પરિણામે સમજી-વિચારીને નિર્ણય લેવું જરૂરી છે.
  • જો તમારી ભાગ્ય રેખા ઘણી મોટી છે તો તમે કોઈને વધુ પૈસા ઉધાર આપશો નહિં. નહિંતર તમારા દ્વારા આપેલું ધન   પાછું ન મળવાની શક્યતાઓ છે. ઉપરથી સંબંધો બગડશે તે જુદા.
English summary
The main vertical line running up the palm toward the Saturn finger is called the Fate Line Or Luck Line.
Please Wait while comments are loading...