ભારતના ચાર ધામો : આસ્થા અને પ્રેમનો સંગમ

Posted By:
Subscribe to Oneindia News

'ધામ' એટલે ખૂબ પવિત્ર સ્થળ. આપણા દેશમાં તીર્થ સ્થળો તો અસંખ્ય છે. આમ તો, સંમગ્ર ભારતભૂમિ જ તીર્થભૂમિ છે. ધાર્મિક રીતે ચાર ધામની યાત્રાનુ ખૂબ મહત્વ છે. દર વર્ષે લાખો સંખ્યામાં શ્રધ્ધાળુઓ ચાર ધામ યાત્રા માટે નિકળે છે. ભારતમાં ચાર ધામ બદ્રીનાથ, દ્વારકા, જગન્નાથ પુરી, રામેશ્વર આવેલ છે.

આવો, આ ધામ વિશેની વિસ્તૃત જાણકારી મેળવીએ...

badrinath

બદ્રીનાથ

ઉત્તરાખંડ રાજ્યના અલકનંદા નદીને કિનારે બદ્રીનાથ મંદિર આવેલુ છે. આ મંદિર ભગવાન વિષ્ણુના રૂપને સમર્પિત છે. ભારતનુ સૌથી જુનુ તીર્થધામ છે. આ ધામ ચાર ધામ યાત્રા માનો એક ધામ પણ છે. ઋષિકેષથી 294 કિલોમિટર દૂર ઉત્તર દિશા તે આવેલુ છે. જ્યારે કેદારનાથ મંદિરનુ શિવ લિંગ 12 જ્યોતિર્લિંગમાંનુ એક છે અને હિંદુ ધર્મના ઉત્તરાંચલના ચારધામ અને પંચ કેદારમાં ગણવામાં આવે છે. મંદિર પાસે પાંચ તીર્થો ઋિષિ ગંગા, કૂર્મધારા, પ્રહલાદધારા, તપ્તકુંડ અને નારંદ કુંડ આવેલા છે.

drawarka

દ્વારકા

ગુજરાતની દેવભૂમિ દ્વારકામાં આ હિંન્દુ તીર્થ સ્થળ આવેલુ છે. આ સાત પુરીઓમાંની એક પુરી ગણાય છે. પરિણામે આ જિલ્લાનુ નામ દ્વારકા પુરી રાખવામાં આવ્યુ છે. જેની રચના 2013 માં થઈ છે. શ્રી કૃષ્ણ, બલરામ, અને સુભદ્રાની મૂર્તિ અહીં સ્થાપિત કરેલી છે.

puri

જગન્નાથ પુરી
શ્રી જગન્નાથ મંદિર ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે. ભારતના ઓરિસ્સા રાજ્યના ગંગા તટવર્તી શહેર પુરીમાં તે સ્થિત છે. જગન્નાથ શબ્દનો અર્થ થાય છે,'જગતનો સ્વામી' થાય છે. તેમની નગરી જ જગન્નાથપુરી મનાય છે.

rameshwaram

રામેશ્વર
રામેશ્વરમ તમિલનાડુના રામનાથપુરમમાં આવેલુ છે. આ તીર્થ હિંદુઓના ચાર ધામોમાંનુ એક ધામ છે. ભગવાન શ્રી રામે તેની સ્થાપના કરી હોવાથી તેનુ નામરામેશ્વરમ પડ્યુ. લંકા ચડાઈ કરતા પહેલા ભગવાન રામે અહીં શિવપુજા કરી હતી. અહીં સ્થાપિત શિવલિંગ બાર દ્વાદશ જયોતિર્લિંગમાંનુ એક મનાય છે.

English summary
Char Dham are the names of four pilgrimage sites in India that are widely revered by Hindus. It comprises Badrinath, Dwarka, Puri and Rameswaram.
Please Wait while comments are loading...