થલપતી વિજયના ઈવેન્ટમાં તૃષા કૃષ્ણને પહેર્યો એવો નેકલેસ, આ ‘હાર’ કેમ છે ખાસ? કેટલી છે તેની કિંમત?
તમિલનાડુની રાજનીતિમાં 10 મે, 2026 (રવિવાર) ના રોજ સી જોસેફ વિજયે મુખ્યમંત્રી તરીકે શપથ લઈને ઇતિહાસ રચ્યો હતો. જોકે, આ ભવ્ય સમારંભમાં દક્ષિણની પ્રખ્યાત અભિનેત્રી ત્રિશા કૃષ્ણન પણ ચર્ચામાં રહી. તેમના શાહી અંદાજે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
ચેન્નઈના જવાહર લાલ નેહરુ ઇન્ડોર સ્ટેડિયમમાં ત્રિશા કૃષ્ણનનો શાહી લુક સોશિયલ મીડિયા પર છવાઈ ગયો. 'ઘિલ્લી' ફેમ અભિનેત્રીએ ટીલ કલરની સિલ્ક સાડી, ક્રીમ બ્લાઉઝ, ભારે હીરાનો હાર, મેચિંગ ઇયરિંગ્સ અને ભવ્ય જ્વેલરી પહેરી હતી. વાળમાં ગજરો અને બન સાથેનો તેમનો દેખાવ કેમેરામાં કેદ થતો રહ્યો.

આ અવસરે ત્રિશાનો હીરાનો નેકલેસ સૌથી વધુ ચર્ચિત બન્યો. તેની ડિઝાઇન ગ્રાન્ડ અને પરંપરાગત ટેમ્પલ-જ્વેલરી સ્ટાઇલનો હતો. રુબી ડાયમંડથી જડેલો આ હાર અત્યંત કિંમતી હતો. માહિતી મુજબ, તેની કિંમત લાખોમાં અંદાજવામાં આવી છે.
ઘણા રિપોર્ટ્સ મુજબ, આ કિંમતી ડાયમંડ નેકલેસની કિંમત ₹15 લાખથી ₹50 લાખ સુધીની હોઈ શકે છે. આ હારને કારણે ત્રિશા ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા. ફેશન જગતમાં તેમનો રોયલ લુક ખૂબ વખણાઈ રહ્યો છે.
થલપતિ વિજયના મુખ્યમંત્રી પદનો શપથ ગ્રહણ સમારોહ યાદગાર રહેશે. સમારોહમાં ભલે અનેક મોટા સ્ટાર્સ હાજર રહ્યા, પરંતુ ત્રિશા કૃષ્ણનની સુભગ હાજરી અને તેમનો અદભૂત દેખાવ ઇવેન્ટની સૌથી વધુ ચર્ચામાં રહેલી બાબતોમાં સ્થાન પામ્યો.












Click it and Unblock the Notifications
