For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પિતા દક્ષના તપથી જન્મી હતી દેવી સતી, રોચક કથા વાંચો

પિતા દક્ષના તપથી જન્મી હતી દેવી સતી, રોચક કથા વાંચો

|
Google Oneindia Gujarati News

પુરાણોમાં જણાવવામાં આવેલી કથાઓમાં હંમેશા વર્ણન મળે છે કે અસુરોના નાશ માટે દેવીએ અવતાર લીધો છે. ધાર્મિક કથાઓ મુજબ કોઈ અસુરના ઉત્પાતથી પાર પામવામાં જ્યારે પણ દેવતા અસફળ થયા, ત્યારે તેમનો ઉદ્ધાર કરવા માટે દેવી પ્રકટ થઈ. આ બધી કથાઓથી અલગ છે માતા પાર્વતી અથવા સતીના જન્મની કથા. આ કથામાં પિતા-પુત્રીના કોમળ સ્નેહ અને એ અનિર્વચનીય પ્રેમની ગાથા છે, જેને એક પિતા- પુત્રી જ અનુભવી શકે છે.

આવો સૌથી પવિત્ર પ્રેમ ગાથાની વાત કરીએ

આવો સૌથી પવિત્ર પ્રેમ ગાથાની વાત કરીએ

પર્વત રાજ દક્ષ અનેક પુત્રીઓના પિતા હતા. તેઓ પોતાની પ્રત્યેક પુત્રી પર લાડ લૂટાંવ્યા કરતા હતા. આટલી પુત્રીઓના પિતા હોવા બાદ પણ તેમના મનમાં એક અધૂરાપણું હતું. તેમને લાગતું હતું કે તેમના આંગણામાં એવી કન્યાની કિલકારી નથી ગુંજી જે સંસારમાં અદ્વિતીય હોય. પોતાની આ કામના પૂર્ણ કરવાના સંકલ્પ સાથે મહારાજ દક્ષ માતા આદ્યાની આરાધનામાં ડૂબી ગયા. તેમણે લાંબા સમય સુધી વનમાં કઠોર તપસ્યા કરી આદિશક્તિને પ્રસન્ન કર્યા.

સતીના જન્મ માટે તપ કર્યો

સતીના જન્મ માટે તપ કર્યો

તેમના તપથી પ્રસન્ન થઈ માતા આદ્યા પ્રકટ થયા અને મહારાજને વરદાન માંગવા કહ્યું. મહારાજ દક્ષે કહ્યું- હે માતે! મારી કન્યા આ સંસારની ધારા બદલવાની ક્ષમતા રાખતી હોય. મારી કન્યા એવી હોય કે તેના હરેક કર્મ સૃષ્ટિને પ્રભાવિત કરે. મારી કન્યા એટલી અદ્ભુત હોય કે દેવગણ પણ તેની આગળ નતમસ્તક થાય અને તેની સહાયતા મેળવવા દંડવત થાય. મારી આ કન્યા બ્રહ્માંડને શરણ આપવા, તેના દુખ દૂર કરવામાં સક્ષમ હોય. સંસારની બધી શક્તિઓનો સ્રોત મારી પુત્રીમાં સમાહિત હોય.

મા લક્ષ્મીની કૃપા મેળવવા તમારી રાશિ અનુસાર કરો આ લક્ષ્મી મંત્રનો જાપમા લક્ષ્મીની કૃપા મેળવવા તમારી રાશિ અનુસાર કરો આ લક્ષ્મી મંત્રનો જાપ

હે રાજન! હું સ્વયં તમારા ઘરે પુત્રીના રૂપમાં જન્મ લઈશ

હે રાજન! હું સ્વયં તમારા ઘરે પુત્રીના રૂપમાં જન્મ લઈશ

દક્ષની વાત સાંભળી માતા આદ્યાએ કહ્યું- હે રાજન! હું સ્વયં તમારા ઘરે પુત્રીના રૂપમાં જન્મ લઈશ. એ અવતારમાં મને સતીના નામે ઓળખવામાં આવશે. બાદમાં સતીના રૂપમાં સ્વયં આદિશક્તિએ મહારાજ દક્ષના ઘરે જન્મ લીધો. પર્વતરાજની પુત્રી હોવાના કારણે તેમને પાર્વતીના નામે પણ ઓળખવામાં આવ્યાં. સતીની હરેક લીલા અદ્ભુત હતી. તેમણે બાળપણમાં જ અનેક એવાં કાર્ય કર્યાં, જેને અભૂતપૂર્વ કહી શકાય છે. સ્વાભાવિક વાત છે કે આ કન્યા પિતા દક્ષની સમસ્ત મહ્તવકાંક્ષાઓને સંતુષ્ટ કરવામાં સક્ષમ હતી. આ સતી જ યુવા થવા પર મહાશિવની પત્ની બની અને આદિશક્તિ હોવાના નાતે મંપૂર્ણ વિશ્વને પોતાની વિવિધ લીલાઓના માધ્યમથી શરણ આપતી રહી.

English summary
interesting story of mata sati's birth in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X