For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જુલાઈ 2021માં વૃશ્ચિક રાશિનુ માસિક રાશિફળ

વૃશ્ચિક રાશિના જાતકો જો તમે જ્યોતિષ મુજબ તમારો જુલાઈ મહિનો કેવો જશે તે જાણવા ઇચ્છતા હોય તો વાંચો તમારું રાશિફળ અહીં.

By Desk
|
Google Oneindia Gujarati News

જો જ્યોતિષ મુજબ તમે તમારો જુલાઈ મહિના કેવો જશે તે જાણવા ઇચ્છતા હોય તો વાંચો તમારું રાશિફળ અહીં. આ આર્ટિકલમાં અમે વૃશ્ચિક રાશિના જુલાઈ મહિનાના રાશિફળ વિષે તમને જાણકારી આપીશું. તો વાંચો નીચેનો આ આર્ટીકલ...

scorpio

વૃશ્ચિક(22 ઓક્ટોબરથી 20 નવેમ્બર)

જો તમે વિદ્યાર્થી છો અને કોઈ નવો કોર્સ કરવાનુ વિચારી રહ્યા હોય તો તેના માટે આ સમય તમારા માટે યોગ્ય છે. તમને તમારા અભ્યાસ પર ફોકસ કરવાની સલાહ આપવામાં આવે છે. જો તમે સફળતાનો સ્વાદ ચાખવા માંગતા હોય તો કારણ વિનાની વસ્તુઓથી દૂર રહો. પૈસાના મામલે વધુ સતર્કતા રાખવાની સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને મોટી આર્થિક લેવડ-દેવડ કરતી વખતે કોઈ પણ પ્રકારની ઉતાવળ ના કરો. આ ઉપરાંત બીજાના પર આંખ બંધ કરીને ભરોસો કરવાનુ ટાળો.

નોકરિયાત જાતકોને વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. કામ પ્રત્યે બેદરકારી અને તમારી આળસુપણુ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આ ઉપરાંત આ સમયમાં તમને સહકર્મીઓ સાથે વાદ-વિવાદ કરવાથી બચવાની પણ સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને મહિલા સહકર્મીઓ સાથે હવે સમ્માનથી વર્તો.

આર્થિક મોરચે આ મહિનો તમારા માટે સારો રહેશે. આ સમયમાં તમારી આર્થિક સ્થિતિમાં મોટો સુધારો આવવાની પ્રબળ સંભાવના છે. પારિવારિક જીવનની વાત કરીએ તો આ દરમિયાન ઘરનો માહોલ મોટાભાગે ગરમ રહેશે. નાની-નાની વાતો પર ઘરના સભ્યો વચ્ચે મનદુઃખ થઈ શકે છે. તબિયતની વાત કરીએ તો ફીટ અને એક્ટિવ રહેવા માટે તમને ખાન-પાનની આદતોમાં અમુક ફેરફાર કરવાની સલાહ આપવામાં આવે છે.

રાશિ તત્વઃ જળ
રાશિ સ્વામીઃ મંગળ અને પ્લુટો
શુભ અંકઃ 7, 11, 20, 33, 45, 54
શુભ દિવસઃ સોમવાર, મંગળવાર, બુધવાર, રવિવાર
શુભ રંગઃ સફેદ, ભૂરો, ગુલાબી, વાદળી

English summary
July 2021, Scorpio monthly horoscope in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X