For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Solar Eclipse 2020: 21 જૂનનુ કંકણાકૃતિ સૂર્યગ્રહણ આ 4 રાશિઓની કિસ્મત ખોલી દેશે

વર્ષ 2020નુ પહેલુ સૂર્યગ્રહણ 21 જૂન, રવિવારે થવા જઈ રહ્યુ છે. આ ગ્રહણ ચાર રાશિવાળાની કિસ્મત ખોલનાર સાબિત થશે.

|
Google Oneindia Gujarati News

વર્ષ 2020નુ પહેલુ સૂર્યગ્રહણ 21 જૂન, રવિવારે થવા જઈ રહ્યુ છે. આ કંકણાકૃતિ સૂર્યગ્રહણ હશે. એટલે કે જ્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવી જશે ત્યારે સૂર્યની આકૃતિ એક કંકણ એટલે કે બંગડી જેવી ચમકતી દેખાશે. આ ખંડગ્રાસ સૂર્યગ્રહણ હશે અને તેને રિંગ ઑફ ફાયર સૂર્યગ્રહણ પણ કહેવામાં આવી રહ્યુ છે. આ ગ્રહણ સંપૂર્ણ ભારતમાં દેખાશે. આ વખતે ગ્રહણ વખતે વિશેષ યોગ-સંયોગ બની રહ્યો છે જે વિવિધ રાશિઓ પર અલગ અલગ પ્રભાવ બતાવશે. આ ગ્રહણ ચાર રાશિવાળાની કિસ્મત ખોલનાર સાબિત થશે જ્યારે ચાર રાશિવાળા માટે અશુભ રહેશે. બાકી ચાર રાશિઓ માટે મધ્યમ ફળદાયી રહેશે.

કંકણાકૃતિ સૂર્યગ્રહણ 21 જૂને

કંકણાકૃતિ સૂર્યગ્રહણ 21 જૂને

21 જૂનના રોજ અષાઢ કૃષ્ણ અમાસના દિવસે કંકણાકૃતિ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યુ છે. સૂર્યગ્રહણ મૃગશિરા નક્ષત્ર અને મિથુન રાશિમાં હશે. ઉજ્જૈની સમય અનુસાર ગ્રહણ સ્પર્ 21 જૂને સવારે 10.11 વાગે થશે, ગ્રહણનો મધ્યકાળ હશે સવારે 11.52 વાગે અને ગ્રહણનો મોક્ષ હશે બપોરે 1.42 વાગે.આ રીતે ગ્રહણનો કુલ સમયગાળો હશે 3 કલાક અને 31 મિનિટ. ગ્રહણનો સૂતક કાળ ગ્રહણના સ્પર્શ થવાથી 12 કલાક પહેલા લાગી જાય છે. એટલે કે ગ્રહણનુ સૂતર 20 જૂને રાતે 10 વાગીને 11 મિનિટે લાગી જશે.

રાશિઓ માટે શુભ અશુભ

રાશિઓ માટે શુભ અશુભ

શ્રેષ્ઠઃ મેષ, સિંહ, કન્યા, મકર
ફળઃ ધન, સંપત્તિ પ્રાપ્તિ, ભૌતિક સુખ, માન-સમ્માન, પદ-પ્રતિષ્ઠામાં વધારો.
મધ્યમઃ વૃષભ, તુલા, ધન, કુંભ
ફળઃ સામાન્ય કામકાજ થશે, ધનની પ્રાપ્તિ થશે, પારિવારિક જીવન સુખદ.
અશુભઃ મિથુન, કર્ક, વૃશ્ચિક, મીન
ફળઃ ધન હાનિ, વિવાદ, રોગ, પારિવારિક જીવનમાં સંકટ વગેરે.

ગ્રહણ કાળમાં શું કરવુ, શું ન કરવુ

ગ્રહણ કાળમાં શું કરવુ, શું ન કરવુ

  • ગ્રહણનો સૂતક કાળ પ્રારંભ થતા પહેલા અન્ન, દૂધ, દહીં, ઘી, માખણ, અથાણુ, તેલમાં કુશા કે તુલસીપત્ર નાખી દેવા જોઈએ. આનાથી આ પદાર્થ ગ્રહણથી દૂષિત નહિ થાય.
  • સૂતક પ્રારંભ થવા પર ઘરના મંદિર, દેવી-દેવતાઓની પ્રતિમાઓને કપડાથી ઢાંકી દેવી જોઈએ.
  • ગ્રહણ કાળમાં કંઈ પણ ખાવા-પીવાનુ વર્જિત છે પરંતુ વૃદ્ધ, રોગી, બાળક, ગર્ભવતી મહિલાઓ માત્ર જળ કે ફળ ગ્રહણ કરે જેમાં સૂતક કાળ પહેલા કુશા કે તુલસીપત્ર નાખવામાં આવ્યા હોય. કુશા કે તુલસી વિનાના પદાર્થ કોઈ પણ વ્યક્તિએ ગ્રહણ કરવા જોઈએ નહિ.
  • ગ્રહણના પર્વકાળ એટલે કે ગ્રહણ આરંભ થવાથી સમાપ્ત થવા સુધીના સમયમાં દેવી-દેવતાઓ, ગુરુઓના મંત્રોના જાપ એક જ જગ્યાએ બેસીને કરવા જોઈએ.
  • ગ્રહણ કાળમાં સૂવુ જોઈએ નહિ. બેસીને ભગવાનના નામનુ સ્મરણ કરવુ જોઈએ.
  • સૂર્યગ્રહણ રવિવારના દિવસે આવી રહ્યુ છે માટે આ દિવસે ગ્રહણકાળમાં સૂર્યદેવના મંત્રોનો જાપ કરતા રહેવુ જોઈએ.
  • અશુભ રાશિવાલા જાતકો, રોગીઓ અને ગર્ભવતી સ્ત્રીઓએ ગ્રહણ ન જોવુ જોઈએ.
  • ગ્રહણ કાળમાં અન્ન, વસ્ત્ર વગેરેનુ દાન કરવુ જોઈએ. ગાયનો લીલુ ઘાસ નાખવુ જોઈએ.

ગ્રહણ સમાપ્તિ પછી શું કરવુ

  • ગ્રહણ સમાપ્તિ પછી સૌથી પહેલા ગંગા, યમુના, નર્મદા વગેરે નદીઓના જળથી સ્નાના કરવુ જોઈએ.
  • રોગી વ્યક્તિને છોડીને બધાએ ઠંડા પાણીથી સ્નાન કરવુ જોઈએ, ગરમ પાણીથી નહિ.
  • ત્યારબાદ પોતાના આખા ઘરમાં સફાઈ કરીને ગ્રહણ પહેલા ભરેલુ બધુ પાણી છોડમાં નાખી દેવુ જોઈએ.
  • પાણીના વાસણોને માંજીને તાજુ પાણી ભરી લો.
  • ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરીને સૂર્યને તાજા જળનુ અર્ધ્ય આપવુ જોઈએ.
  • હવે જે પદાર્થોમાં તમે કુશા અથવા તુલસીપત્ર નાખ્યા હતા તેને કાઢી લો.
  • રાંધેલુ ભોજન રાખ્યુ હોય તો અને તેમાં કુશા, તુલસીપત્ર ન નાખ્યા હોય તો તેને પશુ-પક્ષીઓને ખવડાવી દો.
  • પોતાના ઘરના મંદિરને સાફ કરીને પૂજા કરો.
  • હવે તાજુ ભોજન બનાવીને ગ્રહણ કરી શકો છો.
  • ગ્રહણ બાદ પણ ગરીબો, ભિખારીઓને ભોજન, વસ્ત્રનુ દાન કરી શકાય છે.

ગર્ભવતી સ્ત્રીઓ માટે નિર્દેશ,

ગર્ભવતી સ્ત્રીઓ માટે નિર્દેશ,

  • ગ્રહણ કાળ ગર્ભવતી સ્ત્રીઓ માટે વિશેષ કરીને અશુભ હોય છે માટે ગ્રહણ કાળમાં ગર્ભવતી સ્ત્રીઓએ ઘરની બહાર ન નીકળવુ જોઈએ. તેમના પર કોઈ પણ પ્રકારના ગ્રહણની છાયા ન પડવી જોઈએ કારણકે આનાથી ગર્ભમાં રહેલા શિશુ પર ખરાબ અસર પડે છે.
  • ગ્રહણ કાળ પ્રારંભ થતા પહેલા ગર્ભવતી સ્ત્રીઓએ પોતાના ગર્ભ એટલે કે પેટ પર ગેરુનો લેપ લગાવવો. ગેરુ ના મળે તો પીળી માટીમાં તુલસીપત્ર મેળવીને આનો લેપ લગાવી શકાય છે.
  • ગ્રહણ દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓએ ચાકૂ, કાતર, બ્લેડ વગેરે કોઈ પણ પ્રકારની કાપવાના કામમાં આવતી વસ્તુઓનો ઉપયોગ ન કરવો. શાકભાજી, ફળ, કપડા વગેરે કાપવાની માી છે. આનાથી શિશુના અંગોમાં દોષ આવે છે.
  • ગ્રહણ કાળ દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓએ પોતાના ઈષ્ટ દેવી-દેવતા, ગુરુ મંત્ર કે શ્રીકૃષ્ણના મંત્રોનો મનમાં જાપ કરતા રહેવુ.
  • આ દરમિયાન ગીતા, રામાયણ, દૂર્ગા સપ્તશતી વગેરે ધાર્મિક ગ્રંથોનો પઠન-શ્રવણ કરતા રહેવુ જોઈએ.

ગ્રહણનુ ફળ

  • ગ્રહણ દેશો અને રાજ્યો માટે શુભ નથી. ગ્રહણનો પ્રભાવ આગામી ત્રણ મહિના સુધી રહે છે. આ દરમિયાન રાજવિગ્રહ, રોગ, શોક અને અમુક ભૂ-ભાગોના અતિવર્ષણના યોગ બનશે. ઘી, તેલ, લોખંડ, ફળ, કંદમૂળ, સોનુ, ચાંદી, ચોખાના ભાવોમાં વધારો થશે. પૂર્વ દેશો રોગ, મહામારી, ભૂર્ગભીય હલચલ, જળ પ્રલય વગેરેની સ્થિતિ બનશે. અમુક દેશોમાં ટકરાવ ચરમ પર હશે. યુદ્ધ જેવી સ્થિતિ બનશે. જો કે અર્થવ્યવસ્થાની દ્રષ્ટિથી ગ્રહણ ઠીક રહેશે.

જાણો પોતાની સાચી ઉંમર, આ જ છે ખુશ રહેવાનો સાચો મંત્રજાણો પોતાની સાચી ઉંમર, આ જ છે ખુશ રહેવાનો સાચો મંત્ર

English summary
June 21 the first solar eclipse of the year 2020. Good for 4 Zodiac Sign. Read here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X