• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

13 સપ્ટેમ્બરથી ગુરુ માર્ગી થશે, આ રાશિઓ થઈ જશે માલામાલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ગ્રહોના દેવતા ગુરુ 13 સપ્ટેમ્બરે સાંજે 6:10 વાગ્યે માર્ગી થઈ જશે. ગુરુ પોતાની જ ધનુમાં 14 મે 2020થી વક્રી ચાલી રહ્યા હતા. ગુરુ 20 નવેમ્બર 2020ના રોજ માર્ગી ચાલતાં પોતાની રાશિ બદલશે અને મકર રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ માર્ગી થવાથી તમામ રાશિને ક્યાંકને ક્યાંક લાભ મળવાની શક્યતા છે. અટકેલાં કાર્યો ગતિ પકડશે. ગુરુને ધન, સમ્માન, સુખ, વૈભવ, કાર્ય, આધ્યાત્મ, વિવેક, અજીવિકાના સાધનોના પ્રતિનિધિ માનવામાં આવે છે. જાણો તમારી રાશિમાં શું શું લાભ મળનાર છે.

મેષ

મેષ

મેષ રાશિ માટે ગુરુ નવમા સ્થાનમાં માર્ગી થશે. આ ભાગ્ય ભાવ હોય છે, માટે તમને ભાગ્યનો જબરદસ્ત સાથ મળશે અને તમારા જીવનની ગાડી રફ્તાર પકડશે. તમારા વ્યક્તિત્વમાં ચમક આવશે અને તમને મળનાર તમામ વ્યક્તિ તમારા પ્રભાવમાં આવી જશે. પરિવારનો સાથ મળવાથી મુશ્કેલી આસાન થઈ જશે.

વૃષભ

વૃષભ

વૃષભ રાશિ માટે ગુરુ આઠમા ભાવમાં માર્ગી થશે. અત્યાર સુધી સ્વાસ્થ્ય અને ધનને લઈ જે પરેશાનીઓ આવી રહી હતી તે દૂર થઈ જશે. આર્થિક સંકટનું નિદાન મળશે. સંકટ ટળવાથી તમે સારી સ્થિતિમાં આવી જશો. પરિવારમાં બનેલ વૈચારિક મતભેદો પણ દૂર થઈ જશે.

મિથુન

મિથુન

ગુરુ તમારા સાતમા ભાવમાં માર્ગી થવાથી સૌથી વધુ પ્રભાવ તમારા અંગત સંબંધો પર પડશે. જીવનસાથી સાથે ચાલી રહેલા મતભેદ દૂર થશે. આપસી પ્રેમ વધશે. ભાગીદારીના કાર્યોમાં પ્રવૃત્ત થશો અને લાભ થશે. આવકના નવા સ્રોત પ્રાપ્ત થઈ શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. ખર્ચમાં કટૌતી થશે.

કર્ક

કર્ક

છઠ્ઠા ભાવમાં ગુરુ માર્ગી થવાથી રોગોમાથી મુક્તિ મળશે, અત્યાર સુધી જે સત્રો તમને પરેશાન કરી રહ્યા હતા તેમનાથી છૂટકારો મળશે. જો કે ખતરો સંપૂર્ણપણે નથી ટળ્યો, માટે સંભાળીને રહેવું. પૈસાના લેણદેણમાં કોઈ પર ભરોસો ના કરવો. તમારા કાર્ય સ્વયં કરવાની આદત રાખો. તમારા વિવાહની વાત બની શકે છે.

સિંહ

સિંહ

શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા યુવાનો, વિદ્યાર્થીઓને પ્રતિયોગી પરીક્ષાઓમાં લાભ મળશે. શિક્ષકોની આવકના નવા સાધન પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિમાં સતત સુધારાની જરૂરત બની રહી છે. નવી નોકરીની તલાશ કરી રહેલા યુવાઓને સારી જોબ મળી શકે છે. પ્રેમ સંબંધ સંતુલિત રહેશે. અભિભાવકોની સંતાન સાથે જોડાયેલી ચિંતા દૂર થશે.

કન્યા

કન્યા

ચોથા ભાવમાં ગુરુ માર્ગી થવાથી સુખમાં સમૃદ્ધિ થશે. પ્રત્યેક કાર્યમાં સફળતા મળશે, પરંતુ સાથે જ તમારું મન આધ્યાત્મિકતા તરફ વધશે. ધર્મ, સંસ્કૃતિ અને અધ્યાત્મને સહજવાના પ્રયાસ સાકાર થશે. તમારા માન-સન્માન, પદ- પ્રતિષ્ઠામાં વધારો થવાના સંકેત છે.

તુલા

તુલા

તુલા રાશિ માટે ગુરુ ત્રીજા ભાવમાં માર્ગી થવો ભાઈ-બહેનો પ્રત્યે તમને ઉદાર બનાવશે. તેમના માટે ઘણું બધું કરવાનો પ્રયાસ કરશો અને કરશો પણ. આ દરમ્યાન તમારે તમારા કામ પર ફોકસ કરવાનું છે. કોઈના કહેવામાં ના આવવું. સંબંધોને લઈ સાવધાન રહો. ભાગ્યનો સાથ મળવાથી મુશ્કેલી દૂર થશે.

વૃશ્ચિક

વૃશ્ચિક

કુંડલીનો બીજો ભાવ ધન સ્થાન હોય છે. અહીં ગુરુ માર્ગી થવાથી સૌથી વધુ આ રાશિને લાભ આપશે. તમને અપરંપાર ધન પ્રાપ્ત થશે. જેનો અર્થ એ છે કે તમે જે કંઈપણ કામ કરસો તેમાં સફળતાના યોગ બનશે. ભૌતિક સુખ- સુવિધાઓમાં વધારો થશે. સ્વાસ્થ્ય સારું થશે.

ધન

ધન

પ્રથમ સ્થાન લગ્ન ભાવમાં ગુરુ માર્ગી થવાથી તમારા પ્રભાવક્ષેત્રમાં વૃદ્ધિ કરશે. તમે જે કંઈપણ કહેશો લોકો તમારી વાત માનશે અને તેના પર અમલ પણ કરશે. તમને વૈવાહિક સુખની પ્રાપ્તિ થશે. પ્રેમ સંબંધોમાં ચાલી રહેલા ટકરાવ દૂર થશે. શારીરિક સ્વાસ્થ્ય પ્રાપ્ત થશે. ધનનું આગમન બની રહેશે.

મકર

મકર

દ્વાદશ ભાવમાં ગુરુ માર્ગી થવાથી તમને લાભ થશે. આ સ્વાસ્થ્ય સ્થાન છે, માટે ખર્ચ પર લગામ લાગશે. બિનજરૂરી થઈ રહેલા ખર્ચા અટકશે અને તમે બચત કરવાની સ્થિતિમાં રહેશો. તમારા પરાક્રમ અને સંયમમાં વધારો થશે. સ્વાસ્થ્યમાં સુધારો આવશે. શત્રુઓથી મુક્તિ મળશે.

કુંભ

કુંભ

એકાદશ આવક સ્થાનમાં ગુરુ માર્ગી થઈ આર્થિક લાભ પહોંચાડી રહ્યા છે. નવા કાર્યની રૂપરેખા બનશે અને તમને ધનલાભ થશે. પરિવારમાં બધું શુભ થશે. બિઝનેસમાં લાભ બનશે. તમારી નિર્ણય ક્ષમતા મજબૂત થશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. તમારા સાહસમાં વધારો થશે.

Pitru Paksha 2020: શ્રાદ્ધમાં આ સરળ ઉપાયોથી પિતૃઓને કરો પ્રસન્નPitru Paksha 2020: શ્રાદ્ધમાં આ સરળ ઉપાયોથી પિતૃઓને કરો પ્રસન્ન

મીન

મીન

દશમ સ્થાન આજીવિકાનો ભાવ હોય છે. અત્યાર સુધી તમારા જીવનમાં આજીવિકાના સાધનોને લઈ અનિશ્ચિતતા ચાલી રહી છે તો હવે તે અટકી જશે અને તમને સ્પષ્ટ માર્ગ દેખાવા લાગશે. વ્યવસાય અને નોકરીમાં લાભ મળશે. ધનનું આગમન વધશે અને તમે સુખના સાધન ખરીદીમાં સફળ થશો.

English summary
jupiter margi on 13th september will make positive effect on most zodiac
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X