For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Winter Solstice 2020: 400 વર્ષ બાદ આજે આકાશમાં દેખાશે દૂર્લભ નજારો, ગુરુ-શનિનુ થશે અનોખુ મિલન

લગભગ 400 વર્ષ બાદ આજે આખી દુનિયા અનોખી આકાશીય ઘટનાની સાક્ષી બનશે કારણકે આજે બૃહસ્પતિ(Jupiter) અને શનિ(Saturn)ગ્રહ એકબીજાની એકદમ નજીક આવશે.

|
Google Oneindia Gujarati News

Great Conjuction, Winter Solstice 2020 today: લગભગ 400 વર્ષ બાદ આજે આખી દુનિયા અનોખી આકાશીય ઘટનાની સાક્ષી બનશે કારણકે આજે બૃહસ્પતિ(Jupiter) અને શનિ(Saturn)ગ્રહ એકબીજાની એકદમ નજીક આવશે. જો તમે આ દૂર્લભ નજારાને જોવાથી વંચિત રહી જશો તો તમારે તેને જોવા માટે 15 માર્ચ, 2080 સુધી રાહ જોવી પડશે કારણે આ બંને ગ્રહ એ દિવસે ફરીથી એકબીજાની નજીક આવશે. આ વિશે માહિતી આપતા બિડલા તારામંડળના નિર્દેશક દેબી પ્રસાદ દુઆરીએ કહ્યુ કે નિશ્ચિત રીતે આ દૂર્લભ ઘટના આજે ઘટિત થવાની છે જેના માટે અમે બધા ખૂબ જ ઉત્સાહિત છીએ.

અનોખી હશે ગ્રેટ કંજક્શનની ઘટના

અનોખી હશે ગ્રેટ કંજક્શનની ઘટના

દુઆરીએ કહ્યુ કે જ્યારે આ રીતે બે ગ્રહ એકબીજાની નજીક આવે ત્યારે આને વૈજ્ઞાનિક ભાષામાં 'કંજક્શન' કહેવાય છે. અને શનિ-ગુરુના આ રીતના મિલનને 'ગ્રેટ કંજક્શન' કહેવામાં આવી રહ્યુ છે. આ વૈજ્ઞાનિકો માટે અનોખી પળ હશે. અનુમાન મુજબ 21 ડિસેમ્બરે આ બંને ગ્રહો વચ્ચેનુ અંતર લગભગ 73.5 કરોડ કિલોમીટર હશે. ખાસ વાત એ છે કે 21 ડિસેમ્બરે જ વર્ષનો સૌથી નાનો દિવસ અને સૌથી લાંબી રાત પણ હોય છે.

વિંટર સોલસ્ટાઈસ

વિંટર સોલસ્ટાઈસ

આ દિવસે દક્ષિણ ગોળાર્ધમાં સૂર્યનુ પૃથ્વીથી અંતર સૌથી વધુ હોય છે. વાસ્તવમાં પૃથ્વી પોતાની ધરી પર ફરવા દરમિયાન એક વર્ષમાં એક દિવસ એવો આવે છે જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં સૂર્યનુ પૃથ્વીથી અંતર સૌથી વધુ હોય છે એ વખતે દિવસ અને રાત પર ફરક પડે છે. આ દિવસને 'વિંટર સોલસ્ટાઈસ' કહેવામાં આવે છે. અમુક વર્ષોથી આ દિવસની તારીખોમાં ફરક આવી રહ્યો છે. ક્યારેક તે 21 ડિસેમ્બરે હોય છે તો ક્યારેક 22 કે 23ના રોજ, હાલમાં આ ખગોળ વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આ સમય 20થી 23 ડિસેમ્બર વચ્ચેનો હોય છે.

પૉઝિટીવ એનર્જીનો ખાસ દિવસ

પૉઝિટીવ એનર્જીનો ખાસ દિવસ

તમને જણાવી દઈએ કે લોકો 21 ડિસેમ્બરના દિવસને પૉઝિટીવ એનર્જીનુ પ્રતીક માને છે. ચીન ઉપરાંત તાઈવાનમાં આ દિવસે લોકો 'ટ્રેડિશનલ ફૂડ ડે' તરીકે મનાવે છે. વળી, પાકિસ્તાનના નોર્થ વેસ્ટર્ન ક્ષેત્રમાં રહેતી જનજાતિ 'કલાશા' આ દિવસે કેમોસ ઉત્સવ મનાવે છે. વળી, જર્મની, ફ્રાંસ અને ઈંગ્લેન્ડના ઘણા ક્ષેત્રોમાં 'ધ ફિસ્ટ ઑફ જૂલ ફેસ્ટિવલ' મનાવવામાં આવે છે.

આપણા સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે બૃહસ્પતિ

આપણા સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે બૃહસ્પતિ

તમને જણાવી દઈએ કે બૃહસ્પતિ આપણા સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે. આના દ્રવ્યમાન સૂર્યના હજારમાં ભાગ સમાન છે. પીળા રંગના આ ગ્રહને અંગ્રેજીમાં જ્યુપિટર પણ કહેવામાં આવે છે. રોમન સભ્યતાએ પોતાના દેવતા Jupiterના નામ પર આનુ નામ રાખ્યુ હતુ. બૃહસ્પતિ ગ્રહ 90 ટકા હાઈડ્રોજન, 10 ટકા હીલિયમ અને અમુક માત્રામાં મિથેન, પાણી, અમોનિયા અને ચટ્ટાનના કણોથી મળીને બન્યો છે.

સૌરમંડળનો સૌથી આકર્ષિત ગ્રહ છે શનિ

સૌરમંડળનો સૌથી આકર્ષિત ગ્રહ છે શનિ

જ્યારે શનિ(Saturn), સૂર્યથી છઠ્ઠો ગ્રહ અને ગુરુ બાદ સૌથી મોટો ગ્રહ છે. આનો બહારનો ભાગ ગેસનો બનેલો છે. આને સૌરમંડળનો સૌથી આકર્ષિત ગ્રહ કહેવામાં આવે છે. પૃથ્વીથી નવ ગણe મોટા આ ગ્રહને એક 'ગેસ દાનવ' પણ કહેવામાં આવે છે. શનિ ગ્રહ પર 1800 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાય છે કે જે ઘણો ભયાનક હોય છે.

આ રાશિઓનો અંદાજ હોય છે કંઈક ખાસ, તેમને ભૂલાવવા સરળ નથીઆ રાશિઓનો અંદાજ હોય છે કંઈક ખાસ, તેમને ભૂલાવવા સરળ નથી

English summary
Jupiter-Saturn come very close on 21 December after 400 years, Know this Great Conjunction.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X