કમુરતા 2017 : 15 ડિસેમ્બરથી 1 મહિનો બંધ રહેશે લગ્નની સીઝન

Subscribe to Oneindia News

છેલ્લા ઘણા મહિનાથી લગ્નની સીઝન ચાલી રહી છે પણ 15 ડિસેમ્બરથી લગ્ન કરવું શુભ નથી. કારણ કે કમોરતા શરૂ થઈ ગયા છે. આ વર્ષે 15 ડિસેમ્બરથી અડધી રાત એટલે કે 3 વાગ્યાને 1 મિનિટથી શરૂ થઈ જશે. આ સમયે સૂર્ય વૃશ્ચિક રાશિથી ધન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય ધન રાશિમાં 14મી જાન્યુઆરીની બપોર 1 વાગ્યાને 47 મિનિટ સુધી રહેશે. એક મહિનામાં હિંદુ ધર્મને માનનારા લોકો કોઈ પણ શુભ કામ કરશે નહિં. તમને જણાવી દઈએ કે પોષ માસમાં કમુરતા આવે છે, જેને કારણે તેને કાળો મહિનો કહે છે. આ કમોરતા 14 જાન્યુઆરીએ એટલે કે ઉતરાયણના દિવસે ખતમ થઈ જશે.

ગ્રહની ચાલ

ગ્રહની ચાલ

  • 15 ડિસેમ્બરની અડધી રાત એટલે કે 03:01 વાગ્યે સૂર્ય કરશે રાશિ પરિવર્તન
  • 14 જાન્યુઆરી બપોરે 01:47 વાગ્યે ધન રાશિમાં રહેશે ભગવાન સૂર્ય
સૂર્ય ભગવાન

સૂર્ય ભગવાન

કહેવાય છે કે આ દિવસોમાં સૂર્ય ભગવાન પોતાના સાતે ઘોડાને આરામ આપી ગધેડાની સાથે બ્રહ્માંડની પરિક્રમા કરે છે. જે કારણે કમોરતામાં કોઈ શુભ કામ કરવામાં આવતુ નથી. આ વર્ણન માર્કન્ડેય પુરાણમાં મળે છે.

ઠંડી અને ધુમ્મસ

ઠંડી અને ધુમ્મસ

એવું પણ કહેવાય છે કે સૂર્ય ભગવાનના ગધેડાની સવારીને કારણે પૃથ્વી પર તેમનો પ્રભાવ ઘણો ઓછો થઈ જાય છે. જેને કારણે આ મહિનામાં ઘણી ઠંડી અને ધુમ્મસ છવાયેલુ રહે છે.

આ માસ અશુભ

આ માસ અશુભ

હિંદુ શાસ્ત્રમાં કમોરતાને અશુભ મહિનો ગણવામાં આવે છે. પરિણામે આ મહિનામાં કોઈ પણ શુભ કામની શરૂઆત કરવામાં આવતી નથી.

શુભ ફળ

શુભ ફળ

કમોરતામાં સવારે સૂર્યોદય પહેલા ઉઠી ભગવાન વિષ્ણુના નામનો જાપ કરવો જોઈએ. ગૌ-દાન, બ્રાહ્મણની સેવા અને દાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે

English summary
Kharmas is an inauspicious month in Hindu calendar followed in North India. In 2017, Kharmas is marked from December 15, 2017 to January 14, 2018 .

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.