For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાશિ મુજબ આ રીતે કરો ભોળેનાથની પૂજા અર્ચના

|
Google Oneindia Gujarati News

શ્રાવણ મહિનાની શરૂઆત હવે થવાની છે. ત્યારે સમગ્ર માસમાં અનેક શિવભક્તો ભોળે ભંડારીની પૂજા અર્ચના કરીને પૂન્યતા મેળવે છે. તો બીજી તરફ જલ્દીથી પ્રસન્ન થતા શંકર ભગવાન પણ તેમના ભક્તો પર તેમની કૃપા બનાવી રાખે છે.

આમ તો ભગવાન શંકરની જો તમે સાચા મને પૂજા કરો તો ભોળેનાથ પ્રસન્ન જરૂરથી થાય છે. પણ તેમ છતાં જ્યારે તમે તમારી રાશિ મુજબ શિવજીની પૂજા અર્ચના કરો છો ત્યારે તમે થોડુંક જ કરીને વધુ પુણ્ય કમાઇ લો છો.

વળી કહેવાય છે કે દરેક રાશિના જાતકોએ શ્રાવણ માસ દરમિયાન શિવપૂજન કરતા પહેલા પાણીમાં કાળી તલ મેળવીને નાહવું જોઇએ. સાથે જ આ માસમાં વૃક્ષારોપણ કરવાનું પણ ખાસ મહત્વ છે.

ત્યારે આ મહિનામાં દરેક વ્યક્તિને એક વૃક્ષનો રોપવું જ જોઇએ. ત્યારે રાશિ મુજબ શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા કરવા માટે જુઓ આ ફોટોસ્લાઇડર...

મેષ રાશિ

મેષ રાશિ

મેષ રાશિના વ્યક્તિએ પાણીમાં ગોળ મેળવીને શિવજીનો જળાભિષેક કરવો જોઇએ, વળી ભગવાનને ભોગ લગાડવા માટે મીઠા ભાત કે મીઠી રોટલી પ્રસાદીમાં મૂકવી જોઇએ. તથા શિવજીને લાલ ચંદનના તિલક લગાવાથી પણ લાભ થાય છે.

વૃષભ

વૃષભ

વૃષભ રાશિના લોકોએ શિવજીને દહીંનો અભિષેક કરવો જોઇએ. સાથે જ સફેદ ચંદન, ચોખા, સફેદ ફૂલ અને અક્ષત ચઢાવવાથી આ જાતકોને વધારે ફળલાભ મળે છે.

મિથુન રાશિ

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકોએ શેરડા રસથી શિવજી પર અભિષેક કરવો જોઇએ. વળી મગ, લીલું ધાસની શિવજીની પૂજા કરવી જોઇએ.

કર્ક

કર્ક

કર્ક રાશિના જાતકોએ શિવજીની પૂજા ધીથી કરવી જોઇએ. વળી કાચું દૂધ, સફેદ આંકડાના ફૂલ અને શંખપુષ્પીની શિવજીની પૂજા કરવી જોઇએ.

સિંહ

સિંહ

સિંહ રાશિના જાતકોએ ગોળના પાણીથી શિવજીનો અભિષેક કરવો જોઇએ. અને ગોળ અને ભાતથી બનેલી ખીરનો પ્રસાદી તરીકે ઉપયોગ કરવો જોઇએ. આંકડાના ફૂલ ચઢાવવા જોઇએ.

કન્યા રાશિ

કન્યા રાશિ

કન્યા રાશિના વ્યક્તિએ ગોળના રસથી શિવજીનો અભિષેક કરવો જોઇએ. સાથે જ ભાંગ, દુર્વા અને પાન ચઢાવીને શિવજીની પૂજા કરવી જોઇએ.

તુલા રાશિ

તુલા રાશિ

તુલા રાશિના જાતકોએ ઇત્ર કે સુગંધિત તેલથી શિવજીનો અભિષેક કરવો જોઇએ, સાથે જ દહીં, મધ, અને શ્રીખંડનો પ્રસાદ ચઢાવો જોઇએ. વળી શિવજીની પૂજા માટે સફેદ ફૂલનો ઉપયોગ કરવો જોઇએ.

વૃશ્ચિક

વૃશ્ચિક

પંચામૃતથી શિવજીનો અભિષેક કરો, સાથે જ લાલ ફૂલથી શિવજીની પૂજા કરો.

ઘનુર

ઘનુર

દૂધમાં હળદળ મેળવીને શિવજીને અભિષેક કરો. ચણાના લોટ (બેસન)થી બનેલી વસ્તુઓની મીઠાઇનો શિવજીને ભોગ ચઢાવો. પીળા કે ગલગોટાના ફૂલથી શિવજીની પૂજા કરો.

મકર રાશિ

મકર રાશિ

નારિયળના પાણીની શિવજીનો જળાભિષેક કરો. સાથે જ અડદની દાળથી તૈયાર થયેલા મિષ્ઠાનનો ભોગ શિવજીને ચઢાવો. વાદળી રંગના કમળના ફૂલથી શિવજીની પૂજા કરો.

કુંભ

કુંભ

કુંભ રાશિના જાતકોએ તલના તેલનો અભિષેક શિવજી પર કરવો જોઇએ. અને અડદથી બનેલી મીઠાઇને પ્રસાદી તરીકે ચઢાવવી જોઇએ. તેનાથી શનિની પીડા પણ ઓછી થાય છે.

English summary
Know how to offer your prayers in shravan month according to your sun shine
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X