કુંડળીના આ યોગ કરાવશે આકસ્મિક ધનલાભ!

Posted By:
Subscribe to Oneindia News

જીવનમાં દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે, તે એક ધનવાન વ્યક્તિ બને. સુખી જીવન જીવી શકે અને તમામ ભૌતિક સુખોનો આનંદ માણી શકે. પણ તમે જુઓ છો કે, અનેક લોકોને સખત મહેનત કરવા છતાં આખા જીવનમાં કંઈ જ હાંસલ થતુ નથી. જ્યારે કેટલાક લોકોને અચાનક જ ધન પ્રાપ્ત થઈ જાય છે અને તે અમીર બની જાય છે. 

કુંડળના ગ્રહોથી થાય છે ધનપ્રાપ્તિ

કુંડળના ગ્રહોથી થાય છે ધનપ્રાપ્તિ

વાસ્તવમાં આ દરેક વ્યક્તિની કુંડળીમાં રહેલા ગ્રહોની સ્થિતિને આધારે નક્કી થાય છે કે તે કેટલું ધન ક્યારે અને કેવી રીતે અને કયા માધ્યમથી મેળવી શકશે. આજે તમને જણાવિશું કે જન્મકુંડળીમાં રહેલા આકસ્મિક ધન પ્રાપ્તિ યોગ વિશે આધુનિક યુગમાં આકસ્મિક ધન પ્રાપ્તિને લૉટરી સાથે જોડીને જોવામાં આવે છે.

પ્રાચિન ગ્રંથોમાં યોગોનુ વર્ણન

પ્રાચિન ગ્રંથોમાં યોગોનુ વર્ણન

જ્યોતિષના પ્રાચિન ગ્રંથોમાં આકસ્મિક ધન પ્રાપ્તિના અનેક યોગોનું વર્ણન જોવા મળે છે. જો કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં આમાંનો કોઈ યોગ હોય તો તેની લોટરી નીકળવાની પૂરીં શક્યતા છે. આ કુંડળીના જાતકોને તેમના જન્મના આ યોગ આચાનક ધનવાન બનાવવામાં મદદરુપ થાય છે. આ યોગધારક લોકોના જીવનમામ ધનની પ્રાપ્તિના સ્થાનો નિશ્ચત હોતા નથી.

આકસ્મિક ધનપ્રાપ્તિ

આકસ્મિક ધનપ્રાપ્તિ

કુંડળીમાં દ્રિતિય સ્થાનને ધનનું સ્થાન કહેવાય છે. આ ભાવનો સ્વામી દ્વિતિયેશ કહેવાય છે. સાથે જ આગિયારમો ભાવ અને આવકનું સ્થાન પણ મહત્વનું હોય છે. બીજા અને 11 માં ભાવનો કારક ગ્રહ બૃહસ્પતિ છે. સાથે જ આકસ્મિક ધન પ્રદાન કરવાવાળો ગ્રહ રાહુ અને કેતુ છે. જો કુંડળીમાં દ્રિતિય, એકાદશ, ગુરુ, રાહુ અને કેતુ સારી સ્થિતિમાં છે. તો અચાનક ક્યાંકથી ધન લાભ થાય છે.

ધનલાભના પ્રમુખ યોગ

ધનલાભના પ્રમુખ યોગ

  • પ્રથમભાવનો સ્વામી દ્રિતિય ભાવમાં અને દ્રિતિયભાવનો સ્વામી પ્રથમ ભાવમાં હોય તો અચાનક ખૂબ જ સોનું મળે છે.
  • ચંદ્રથી ત્રીજા, છઠ્ઠા, દસમા, 11માં સ્થાનમાં બુધ, ગુરુ, શુક્ર કે ચંદ્ર હોય.
  • નવમભાવમાં રાહુ હોય તથા નવમભાવનો સ્વામી બળવાન હોય.
  • કુંડળીના પંચમ સ્થાનમાં ચંદ્ર અને મંગળ હોય તથા પંચમ ભાવ પર શુક્રની દ્રષ્ટિ હોય.
  • ગુરુ નવમભાવમાં કર્ક કે ધન રાશિમાં હોય તથા મકર રાશિમાં મંગળ ચંદ્રની સાથે દશમાં ઘરમાં બેઠો હોય.
  • મેષ લગ્નની કુંડળીમાં ચોથા ભાવમાં ગુરુ, સાતમા ભાવમાં શનિ તથા આઠમાં ભાવમાં શુક્ર હોય તથા કુંડળીના કોઈ પણ ભાવમાં ચંદ્ર-મંગળ એક સાથે બેઠા હોય તો આકસ્મિક રૂપે ધનની પ્રાપ્તિ થાય છે.
English summary
Actually, 5th and 9th house belongs to name, fame, intelligence, good health, spirituality, Dharm, respect and emotions, to name a few. According to Sage Parashar, all these things are Lakshmi and one who owns them does not need the money (11th house).

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.