For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Lagna Muhurat 2023 : વર્ષ 2023ના લગ્ન મુહૂર્ત, તારીખો જાણી કરો તૈયારી

Lagna Muhurat 2023 : ડિસેમ્બર મહિનો શરૂ થઇ ચૂક્યો છે. નવા વર્ષને હવે ગણતરીના દિવસો બાકી છે. આવામાં ઘણા લોકોએ નવા વર્ષે લગ્ન કરી લેવા માટે તલપાપડ થઇ રહ્યા છે. આ સાથે સાથે લોકો લગ્ન મુહૂર્ત જોઇને પોતાની તૈયારીઓ કરતા હોય છે

|
Google Oneindia Gujarati News

Lagna Muhurat 2023 : ડિસેમ્બર મહિનો શરૂ થઇ ચૂક્યો છે. નવા વર્ષને હવે ગણતરીના દિવસો બાકી છે. આવામાં ઘણા લોકોએ નવા વર્ષે લગ્ન કરી લેવા માટે તલપાપડ થઇ રહ્યા છે. આ સાથે સાથે લોકો લગ્ન મુહૂર્ત જોઇને પોતાની તૈયારીઓ કરતા હોય છે. હિંદુ ધર્મમાં લગ્ન માટે શુભ મુહૂર્તનું મહત્વ હોય છે. જે કારણે લોકો શુભ મુહૂર્ત જાણવા માટે ઉત્સાહી રહે છે.

નકારાત્મક અસરથી બચવા જોવાય છે શુભ મુહૂર્ત

નકારાત્મક અસરથી બચવા જોવાય છે શુભ મુહૂર્ત

હિંદુ ધર્મમાં લગ્ન માટેનો શુભ સમય કુંડળી જોઈને નક્કી કરવામાં આવે છે. શુભ મુહૂર્ત વગર કરેલા લગ્ન જીવનભર દામ્પત્ય જીવન પર નકારાત્મક અસર કરે છે. આવી સ્થિતિમાં લોકો સારા લગ્ન જીવન માટે શુભ સમય જોઈને જ લગ્ન કરે છે.

ચાર અબુજ મુહૂર્ત

ચાર અબુજ મુહૂર્ત

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, એક વર્ષમાં કુલ 4 અબુજ મુહૂર્ત અખાત્રીજ, દેવઠીની અગિયારસ, વસંત પંચમી અને ભાદરવી નોમ છે. આ ચાર તારીખે કોઈ શુભ મુહૂર્ત ન હોય તો પણ લગ્ન જેવા શુભ કાર્યો થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે, લગ્ન જેવા શુભ કાર્યો માટે શુક્રનો ઉદય ખૂબ જ મહત્વપૂર્ણ છે.

શુભ મુહૂર્ત

શુભ મુહૂર્ત

આવનારા નવા વર્ષની વાત કરીએ તો વર્ષ 2023માં લગ્ન માટે કુલ 59 શુભ મુહૂર્ત છે. આ શુભ સમય જાન્યુઆરી, ફેબ્રુઆરી, મે, જૂન, નવેમ્બર અને ડિસેમ્બરમાં છે. વર્ષ 2023ના જાન્યુઆરી મહિનામાં 9 શુભ મુહૂર્ત છે. આ સાથે ફેબ્રુઆરીમાં 13, મેમાં 14, જૂનમાં 11, નવેમ્બરમાં 5 અને ડિસેમ્બરમાં 7 લગ્નના શુભ મુહૂર્ત છે.

લગ્ન માટે શુભ મુહૂર્તની તારીખ

લગ્ન માટે શુભ મુહૂર્તની તારીખ

  • જાન્યુઆરી - 15, 16, 18, 19, 25, 26, 27, 30 અને 31
  • ફેબ્રુઆરી- 6, 7, 8, 9, 10, 12, 13, 14, 15, 17, 22, 23 અને 28
  • મે- 4, 6, 8, 9, 10, 11, 15, 16, 20, 21, 22, 27, 29 અને 30
  • જૂન - 1, 3, 5, 6, 7, 11, 12, 23, 24, 26 અને 27
  • નવેમ્બર - 23, 24, 27, 28 અને 29
  • ડિસેમ્બર- ​​5, 6, 7, 8, 9, 11 અને 15
ડિસેમ્બર 2022ના શુભ મુહૂર્ત

ડિસેમ્બર 2022ના શુભ મુહૂર્ત

વર્ષ 2022 ના છેલ્લા મહિના ડિસેમ્બરની વાત કરીએ તો હવે માત્ર 7 શુભ મુહૂર્ત બાકી છે. આ તારીખો 4, 7, 8, 9, 13, 14 અને 15 ડિસેમ્બર છે. 16મી ડિસેમ્બરથી ધન માસનો પ્રારંભ થવાને કારણે કોઈ શુભ કાર્ય થશે નહીં.

English summary
Lagna Muhurat 2023 : Year 2023 Lagna Muhurt, Know Dates Prepare
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X