For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Surya grahan 2021 Effect: સૂર્યગ્રહણની અસરથી આ 4 રાશિવાળા થશે માલામાલ પરંતુ વૃશ્ચિક રાશિએ રહેવુ પડશે સાવધાન

વર્ષ 2021નુ અંતિમ સૂર્યગ્રહણ 4 ડિસેમ્બરે લાગવા જઈ રહ્યુ છે. જાણો રાશિઓ પર તેની શું થશે અસર.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ વર્ષ 2021નુ અંતિમ સૂર્યગ્રહણ 4 ડિસેમ્બરે લાગવા જઈ રહ્યુ છે. જો કે આ ગ્રહણ ભારતમાં પ્રભાવી નથી અને ના તેનૂ સૂતક લાગશે પરંતુ ગ્રહણની અસર તો લોકોના જીવન પર પડે જ છે અને આના કારણે આ ગ્રહણની પણ અસર લોકોના જીવન પર પડશે. જ્યોતિષ ગણનાઓ મુજબ આ ગ્રહણ મિથુન રાશિ, સિંહ રાશિ, કન્યા રાશિ અને મકર રાશિ માટે ખૂબ શુભ છે. આ ગ્રહણ બાદ આ ચારે રાશિના લોકો આર્થિક, સામાજિક રીતે ઉન્નતિ કરશે. આ બધાને ધન-વૈભવની પ્રાપ્તિ થશે જ્યારે બાકીની રાશિ માટે આ ગ્રહણ મધ્યમ રહેવાનુ છે.

મંગળ વૃશ્ચિક રાશિમાં કરશે ગોચર

મંગળ વૃશ્ચિક રાશિમાં કરશે ગોચર

તમને જણાવી દઈએ કે ગ્રહણના આગલા દિવસે જ મંગળ વૃશ્ચિક રાશિમાં ગોચર કરવાનો છે માટે સૂર્ય ગ્રહણ વૃશ્ચિક રાશિવાળાને થોડુ પરેશાન કરી શકે છે માટે સહુએ ઘણી સાવચેતી રાખવાની જરુર છે. આ લોકો પોતાનુ જરા વધુ ધ્યાન રાખે અને તબિયત માટે કોઈ પ્રકારની બેદરકારી ન રાખે.અમાસના દિવસે ગ્રહણ લાગી રહ્યુ છે માટે આ દિવસે લોકોએ દાન-પુણ્ય કરવુ જોઈએ, આમ કરવાથી વ્યક્તિના બધા કષ્ટો દૂર થાય છે.

ક્યાં દેખાશે સૂર્યગ્રહણ

ક્યાં દેખાશે સૂર્યગ્રહણ

4 ડિસેમ્બરે સૂર્યગ્રહણ લાગવાનુ છે અને આ દિવસે શનિ અમાસ પણ છે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહિ. આ ગ્રહણ એન્ટર્કટિકા, દક્ષિણ મહાસાગર અને આફ્રિકી મહાદ્વીપના દેશોમાં જઈ શકશે. ગ્રહણ 4 ડિસેમ્બરે સવારે 10 વાગીને 59 મિનિટે શરૂ થશે અને બપોર બાદ 03.07 વાગે સમાપ્ત થશે.

વર્ષનુ પહેલુ સૂર્યગ્રહણ 30 એપ્રિલે

વર્ષનુ પહેલુ સૂર્યગ્રહણ 30 એપ્રિલે

વર્ષ 2022નુ પહેલુ સૂર્યગ્રહણ 30 એપ્રિલે થશે કે જે આંશિક હશે. તેની અસર દક્ષિણ-પશ્ચિમી અમેરિકા, પેસિફિક એટલાંટિક અને એન્ટાર્કટિકામાં જોવા મળશે. હિંદુ ધર્મમાં સૂર્ય ભગવાનની પૂજા કરવામાં આવે છે. તેમની પૂજા કરવાથી વ્યક્તિને યશ અને વૈત્રવુ પ્રાપ્તિ થાય છે. તેમના 12 નામ છે. જેમના નામ લઈને અર્ધ્ય આપવાથી વ્યક્તિના બધા કષ્ટોનો અંત આવે છે.

English summary
Last Suryagrahan 2021 on 4th December, Read effects of Surya Grahan on Rashi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X