Love Horoscope 2017: તુલા રાશિનું પ્રેમનું રાશિફળ 2017

Posted By:
Subscribe to Oneindia News

આ રાશિનો સ્વામી શુક્ર છે, જે રોમાંસનો પ્રતિનિધિ ગ્રહ છે. આ ગ્રહ ફેબ્રુઆરી-માર્ચમાં ગુરુની રાશિ મીનમાં ભમણ રહેશે. જેના પરથી જણાઈ રહ્યું છે કે આ દરમિયાન લવ લાઈફ સેટલ થઈ જશે. પહેલેથી તમે કોઈ રિલેશનમાં હોવ તો તેમાં થયેલી અણબન ખતમ થઈ જશે.

libra

તુલા રાશિ વાળાને આ વર્ષ દરમિયાન કેટલાક એવા સંબંધો મળશે, જે જીવનભર તમારી સાથે રહેશે અને તમારી હિંમત અને વિશ્વાસ વધારતા રહેશે. વર્ષ 2017 પરણિત લોકો માટે ઘણું સારુ રહેશે. જેમનું લગ્ન જીવન તૂટવા પર છે અને જેઓ પોતાના સાથીથી ખુશ નથી તેમની માટે આ વર્ષ ખુલીને જીવવાની આઝાદી આપશે.

જીવનમાં ખુશી રેલાશે
જે જાતકોને તેમના સાથી સાથે વિવાદ કે ખટાશ ચાલી રહી હોય તેમનું જીવન ખુશીઓથી ભરાશે. ગુરુની ચાલ જણાવી રહી છે કે તેઓ પોતાના સાથી સાથે પ્રેમભર્યો વ્યવહાર કરશે. ઉપરાંત હનીમૂન જેવી યાત્રાઓ પણ થશે. જે કપલને સંતાન સુખ મળ્યું નથી તેમના જીવનમાં સંતાનનું આગમન થઈ શકે છે.

લગ્ન યોગ
એપ્રિલથી જૂન વચ્ચેનો સમયગાળો કુવાંરા લોકો માટે યોગ્ય સમય છે. લવ-પ્રપોઝલ મળી શકે છે. ઈન્જીનિયર, મેડિકલ અને શિક્ષણ સાથે જોડાયેલા લોકોને કોઈ સેમિનાર કે ઈવેન્ટ દરમિયાન પાર્ટનર સાથે મુલાકાત થતા પહેલી નજરે પ્રેમ થઈ જશે. જો પ્રેમી-પ્રેમિકા પોતાના સાથીથી લાંબાં સમયથી દૂર છે તેવાની ઈચ્છા આ સમયમાં પૂરી થશે.

એક સાથીથી સંતુષ્ટ રહો
જુલાઈથી ઓગસ્ટ 2017 આ 2 મહિના એમણે સાવધાન રહેવું જે બધે જ પ્રેમ શોધ્યા કરે છે. તમારા માટે સારુ છે કે તમે એક સાથીથી સંતુષ્ટ રહો. તેમને માન આપો અને તેમની ઈચ્છાઓ પૂરી કરો. જો તમે કોઈ વિપરિત લિંગ પ્રત્યે આકર્ષણ રાખશો તો કોઈ તમારા હાથમાં આવશે નહિં ઉલ્ટાનું તમારા હાલના સંબંધો પણ ખરાબ થઈ જશે. ડિસેમ્બર 2017ની વચ્ચે લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે.

વિવાહનો પ્રસ્તાવ
સપ્ટેમ્બરથી ડિસેમ્બર 2017ની વચ્ચે લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. જે યુવક-યુવતિઓ લાંબા સમયથી લગ્નની રાહ જોઈને બેઠા છે તેમની ઈચ્છા પૂરી થશે. ગુરુના પ્રભાવને લીધે તમારી પ્રાઇવેટ લાઈફ મજેદાર રહેશે. તમે સાથીની ઈચ્છાઓ પૂરી કરવામાં સક્ષમ રહેશો. તે તમારા વશમાં રહેશે.

આ વર્ષે આમ કરવું
તુલા રાશિવાળાઓ એ પોતાનો સ્વામી શુક્રને ખુશ રાખવો પડશે. જેની માટે દરેક શુક્રવારે સફેદ, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા. છોકરીઓએ સફેદ, સિલ્વર અથવા ક્રિમ કલરના ડ્રેસ, સાડી કે ટૉપ પહેરવા. સુગંધિત ઈત્ર લગાડવા. વાણી પર કંટ્રોલ રાખવો. ઉપરાંત દારૂ, સિગરેટ અને માંસનું સેવન ટાળવું.

English summary
Read Free Love Horoscope of libra in 2017. Libra Love horoscope is now available in Gujarati. Get tips to make your love life good
Please Wait while comments are loading...