For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Lunar Eclipse 2020 Date, Timing in India: કાલે રાત્રે લાગશે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ, જાણો

Lunar Eclipse 2020 Date, Timing in India: કાલે રાત્રે લાગશે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ, જાણો

|
Google Oneindia Gujarati News

ચંદ્ર ગ્રહણ લાગવામાં હવે એક દિવસ જ બાકી રહ્યો છે. 10 જાન્યુઆરીએ લાગનાર આ ચંદ્રગ્રહણ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ હશે. યૂરોપ, એશિયા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં આ ગ્રહણ જોવા મળી શકે છે. ગ્રહણ કાળની શરૂઆત 10 જાન્યુઆરીની રાત્રે 10 વાગીને 37 મિનિટથી જ થઈ જશે અને 11 જાન્યુઆરીએ વહેલી સવારે 2.42 વાગ્યે ગ્રહણ કાળનો અંત થશે. આ ગ્રહણની કુલ અવધી ચાર કલાકની રહેશે.

માદ્ય ગ્રહણ

માદ્ય ગ્રહણ

જણાવી દઈએ કે 10 જાન્યુઆરીએ લાગનાર આ ચંદ્ર ગ્રહણ ઉપચ્છાયા ચંદ્ર ગ્રહણ હશે. ધર્મશાસ્ત્રોમા તેને માદ્ય ગ્રહણ કહેવાય છે. આ ગ્રહણમાં ચંદ્રમા પર ગ્રહણ નથી લાગતું બલકે તેનું બિંબ ધુમ્મસવાળું થઈ જાય છે. આ ચંદ્રગ્રહણ અન્ય ચંદ્ર ગ્રહણથી ઘણું કમજોર હશે. માટે જ્યોતિષોનું કહેવું છે કે ભારતમાં આ ચંદ્રગ્રહણની અસર ના બરાબર હશે. આ ગ્રહણ પર સૂતક નહિ લાગે અને મંદિરોના કપાટ પણ બંધ નહિ થાય. ધાર્મિક જાણકારો મુજબ આ ગ્રહણને ગ્રહણની કોટિમાં રાખવામાં આવતું નથી.

ગ્રહણ સાથે જોડાયેલી ધાર્મિક માન્યતાઓ

ગ્રહણ સાથે જોડાયેલી ધાર્મિક માન્યતાઓ

ગ્રહણની કહાની સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે. એકવાર દાનવો અને દેવતાઓ વચ્ચેસમુદ્ર મંથનથી નિકળેલ અમૃતને લઈ વિવાદ થઈ ગયો. જેને ઉકેલવા અને અમૃત દેવતાઓને પીવળાવવા માટે ભગવાન વિષ્ણુએ એક ચાલ ચલી. ભગવાન વિષ્ણુએ મોહિની અવતાર ધારણ કર્યો અને દેવતાઓને અમૃતપાન કરાવ્યું. તે સમયે રાહુ નામના એક અસુરે પણ દેતાઓનો વેશ ધારણ કરી અમૃતપાન કરી લીધું હતું. ચંદ્ર અને સૂર્યએ રાહુને ઓળખી લીધો અને ભગવાન વિષ્ણુને કહી દીધું. વિષ્ણુજીએ ક્રોધિત થઈ રાહુનું માથું ધડથી અલગ કરી નાખ્યું, અમૃત રાહુના મુખમાં ચાલ્યું ગયું હતું એટલે જ રાહુનું મૃત્યુ ના થયું. આ દાનવનો માથાનો ભાગ રાહુ તો ધડવાળો ભાગ કેતુ કહેવાયો. આ ઘટના બાદથી ચંદ્ર અને સૂર્ય સાે રાહુ શત્રુતા રાછે અને આ સમયે તેમને ગ્રાસ કરી લે છે. ધાર્મિક જાણકારો આ ઘટનાને જ સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ કહે છે.

વર્ષ 2020ના આગલાં ગ્રહણ

વર્ષ 2020ના આગલાં ગ્રહણ

  • 10-11 જાન્યુઆરીએ ચંદ્રગ્રહણ લાગશે.
  • 5 જૂન- ચંદ્ર ગ્રહણ લાગશે.
  • 21 જૂન- સૂર્ય ગ્રહણ લાગશે.
  • 5 જુલાઈ- ચંદ્ર ગ્રહણ લાગશે.
  • 30 નવેમ્બર- ચંદ્ર ગ્રહણ લાગશે.
  • 14 ડિસેમ્બર- સૂર્ય ગ્રહણ લાગશે.

10 જાન્યુઆરીએ આવી રહ્યુ છે વર્ષનું પહેલુ ચંદ્ર ગ્રહણ, જાણો રાશિઓ પર કેવો રહેશે પ્રભાવ?10 જાન્યુઆરીએ આવી રહ્યુ છે વર્ષનું પહેલુ ચંદ્ર ગ્રહણ, જાણો રાશિઓ પર કેવો રહેશે પ્રભાવ?

English summary
Lunar Eclipse 2020 Date, Timing in India, tomorrow is first eclispe of year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X