• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ચંદ્ર ગ્રહણ દરમિયાન કઈ રાશિના જાતકોએ સતર્ક રહેવું, જાણો ઉપાય

|

આ વર્ષે 5મી જૂનના રોજ વર્ષનું બીજું ચંદ્ર ગ્રહણ લાગવા જઈ રહ્યું છે. આ ઉપછયા ગરહણ હશે માટે તેનું સૂતક પણ માન્ય નથી. આ ચંદ્ર ગ્રહણ 5 જૂનની રાતે 11 વાગીને 15 મિનિટ પર શરૂ થશે જે 6 જૂનની સવારે 2 વાગીને 34 મિનિટ સુધી રહેશે. ગ્રહ નક્ષત્રોમાં થનાર નાની હલચલ પણ તમામ 12 રાશિના જાતકોના જીવનને પ્રભાવિત કરે છે. 5 જૂનના રોજ થનાર ચંદ્ર ગ્રહણ વૃશ્ચિક રાશિમાં થશે, પરંતુ તેની અસર તમામ 12 રાશિઓ પર પડશે. આવો જાણીએ આ આકાશીય ઘટના તમારા જીવન પર શું પ્રભાવ પાડશે.

મેષ

મેષ

મનમાં ઉથલ પાથલ રહેશે. ને તણાવનો અહેસાસ થઈ શકે છે. કોઈફણ પ્રકારના વિવાદથી દૂર રહેવું યોગ્ય છે. તમે મહત્વના ફેસલા લેવાનું ટાળો. ગ્રહણ દરમિયાન મંગળને પ્રસન્ન કરતા મંત્રોનો જાપ કરો. ગ્રહણ બાદ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ગોળ અને ચણાનું દાન આપો.

વૃષભ

વૃષભ

તમારા માટે આ ગ્રહણ સારું નહ રહે. વેપારમાં ભાગીદારી સમાપ્ત થઈ શકે છે. તમારા અંગત જીવન પર પણ અસર પડશે. જીવનસાથી સાથે અણબન બની શકે છે. જો કે તેનું સ્વાસ્થ્ય ખરાબ થવાની સંભાવના છે. ગ્રહણની સમાપ્તિ બાદ દૂધનું દાન કરી કોઈ જરૂરિયાતમંદની મદદ કરો.

મિથુન

મિથુન

કોઈ મહિલા સાથે વાદ-વિવાદ કરવો નહિ, મામલો કોર્ટ સુધી પહોંચી શકે છે. માનસિક તણાવની સાથોસાથ તમારું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. દેણાંના મામલા પરેશાન કરી શકે છે. ગ્રહણની સમાપ્તી પર મીઠી ખીરનું દાન કરો. બુધના મંત્રનો જાપ લાભકારી રહેશે.

કર્ક

કર્ક

કર્ક રાશઇનો સ્વામી ચંદ્રમા છે માટે ચંદ્ર ગ્રહણની સીધી અસર આ રાશઇના લોકો પર પડશે. આ રાશિની ગર્ભવતી મહિલાઓ પોતાના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખે. સંબંધમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે, ગેરસમજણથી બચો. સંતાન તરફથી પણ તમને પરેશાની થઈ શકે છે. ઈન્દ્ર ગાયત્રી મંત્રનો જાપ તમારા માટે ફળદાયી રહેશે.

સિંહ

સિંહ

સિંહ રાશિના જાતક પોતાની માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે. પારિવારિક ઝઘડા થવાની સંભાવના છે. ઘરના સભ્યો વચ્ચે બબાલ થવાથી તમે પરેશાન થઈ શકો છો. ગ્રહણ દરમિયાન સૂર્ય અને ચંદ્રમાા મંત્રનો જાપ કરો. ગોળ અને ખાંડનું દાન તમારા માટે લાભકારી રહેશે.

કન્યા

કન્યા

કોઈ સાથે તમારી મિત્રતા સમાપ્ત થઈ શકે છે. તમારા કોઈ નજીકના વ્યક્તિના સ્વાસ્થ્યમાં ગડબડી થવાથી ચિંતિત થઈ શકો છો. તમે તમારા આત્મવિશ્વાસમાં કમી મહેસૂસ કરશો. ગ્રહણ દરમિયાન બુધ મંત્રોનો જાપ કરો. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને લીલાં શાકભાજી દાન કરો.

તુલા

તુલા

કામકાજમાં કોઈ બાધા ઉત્પન્ન ના થાય તે માટે તમારી વાણી પર નિયંત્રણ રાખો. દાત અને આંખથી જોડાયેલી પરેશાની થઈ શકે છે. તમારા માટે ગ્રહણના સમયે શુક્ર મંત્રનો જપ કરવો હિતકારી રહેશે. ગ્રહણકાળની સમાપ્તિ પર કઈ જરૂરિયાતમદને ઘીનું દાન કરવાથી સંકટ દૂર થશે.

વૃશ્ચિક

વૃશ્ચિક

5 જૂને થનાર ચંદ્ર ગ્રહણ વૃશ્ચિક રાશઇમાં જ થવા જઈ રહ્યું છે. આ રાશિના જાતકોને માનસિક તણાવ મહેસૂસ થઈ શકે છે. અધ્યાત્મ તરફ ધ્યાન આપશો તો આ સ્થિતિથી નિપટી શકશો. મનમાં કેટલાય પ્રકારના વિચાર આવી શકે છે. આવી સ્થિતિને નિયંત્રિત કરવા માટે ઈન્દ્ર ગાયત્રી મંત્રનો જાપ કરવો સારો રહેશે.

ધન

ધન

તમારી સમજવા વિચારવાની ક્ષમતા પર નકારાત્મક પ્રભાવ પડશે. આ દરમિયાન કોઈપણ પ્રકારના મહત્વના નર્ણય લેવાથી બચો, તમને નુકસાન થઈ શકે છે. ગુરુવારે મંતરનો જાપ જરૂર કરવો. એક પેકેટ હળદર દાન કરવાથી તમને લાભ થશે.

મકર

મકર

આર્થિક સ્થિતિ પર નકારાત્મક પ્રભાવ પડશે. વૈવાહિક સંબંધોમાં અણબન બની શકે છે. જીવનસાથીનો સહયોગ મળવાથી તમે પરેશાન થઈ શકો છો. શનિ મંત્રનો જાપ કરવો સારો રહેશે. ગ્રઙણ પશ્ચાત દૂધનું પેકેટ અને સરસવનું તેલ કોઈ જરૂરિયાતમંદને આપો.

કુંભ

કુંભ

કુંભ રાશિના જાતકોએ પતાના પિતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂરત છે. ઑફિસમાં કોઈ મહિલા સાથે બબાલ ના કરવી. નકારાત્મકતાથી બચવા માટે તમે શનિ મંત્રનો જાપ કરો. સરસવનું તેલ અવા પાંચ સફેદ મિઠાઈનું દાન કરવું તમારા માટે શુભ રહેશે.

મીન

મીન

તમારા બાળકોના સ્વાસ્થ્ય પર નજર બનાવી રાખો. ગાડી અને યાત્રા સાથે જોડાયેલ કોઈ રૂકાવટ આવી શકે છે. જીવનસાથી સાથે સંબંધોમાં ગેરસમજણ ના થાય તેનું ધ્યાન રાખો. ગ્રહણ દરમિયાન બૃહસ્પતિ મંત્રનો જાપ કરો. ગ્રહણ બાદ ચણાની દાળ દાન કરવી હિતકારક રહેશે.

Lunar Eclipse 2020: જાણો ચંદ્રગ્રહણ દરમિયાન શું કરવુ અને શું ન કરવુ?

English summary
Lunar Eclipse June 2020: Know how Chandra Grahan will affect all zodiac signs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more