આજે છે વાલ્મીકી જયંતી, મહર્ષિ વાલ્મીકીની અજાણી વાતો

Posted By:
Subscribe to Oneindia News

વાલ્મીકીને સંસ્કૃત સાહિત્યના પહેલા મહાકવિ કહેવાય છે. તેમણે સંસ્કૃતમાં પહેલા મહાકાવ્યની રચના કરી હતી. જેને આખી દુનિયા 'રામાયણ'ના નામે ઓળખે છે. વાલ્મીકીને મહર્ષિ વાલ્મીકી પણ કહેવામા આવે છે અને તે આદિ કવિના રૂપે પ્રસિદ્ધ છે. પ્રથમ સંસ્કૃત મહાકાવ્યની રચના કરવાને કારણે વાલ્મીકી 'આદિ કવિ' કહેવાયા. મહર્ષિ વાલ્મીકીને ભગવાન શ્રી રામના સમકાલીન ગણવામાં આવે છે.

અશ્વિન પૂર્ણિમાંનો દિવસ એટલે વાલ્મીકીની જન્મ જયંતિ

અશ્વિન પૂર્ણિમાંનો દિવસ એટલે વાલ્મીકીની જન્મ જયંતિ

તેમના જન્મનો સાચો સમય કોઈ જાણતુ નથી અને આધુનિક ઈતિહાસકારોની વચ્ચે તે ચર્ચાનો વિષય પણ છે. વાલ્મીકીનો ઉલ્લેખ સતયુગ, ત્રેતા અને દ્વાપર, ત્રણે કાળોમાં મળે છે. જો કે હિંદુ ચંદ્ર કેલેન્ડર પ્રમાણે અશ્વિન પૂર્ણિમાંના દિવસે તેમની જન્મજયંતી ઉજવવામાં આવે છે. જે આ વર્ષે 5 ઓક્ટોબરે આવી રહી છે.

મહર્ષિ વાલ્મીકી

મહર્ષિ વાલ્મીકી

રામાયણ પ્રમાણે ભગવાન રામ વનવાસ દરમિયાન વાલ્મીકીને મળ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી હતી. પછી, જ્યારે ભગવાન રામે દેવી સીતાને મહેલથી કાઢી મુકી હતી ત્યારે વાલ્મીકીએ તેમને પોતાના આશ્રમમાં રહેવાનો આશરો આપ્યો હતો. માતા સીતાએ આ આશ્રમમાં પોતાના જોડકા પુત્રો લવ અને કુશને જન્મ આપ્યો હતો.

રત્નાકાર નામના લુટારા

રત્નાકાર નામના લુટારા

મહર્ષિ વાલ્મીકી પોતાના જીવનની શરૂઆતમાં એક રત્નાકર નામના લુંટારા હતા. તેઓ સૌ પહેલા લોકોને મારી નાખતા હતા અને ત્યાર બાદ તેમને લુટી લેતા હતા. અચાનક તેમના મનમાં ભગવાન રામ પ્રત્યે ભક્તિ જાગી અને તે લુટારુ માંથી મહર્ષિ બની ગયા.

નારદ મુનિએ તેમને રામના ભક્ત બનાવ્યા

નારદ મુનિએ તેમને રામના ભક્ત બનાવ્યા

એવું મનાવામાં આવે છે કે, ઋષિ નારદ મુનિએ લુટારા રત્નાકરને ભગવાન રામના મહાન ભક્ત બનવામાં મદદ કરી હતી. નારદ મુનિ એ આપેલ સલાહ પ્રમાણે રત્નાકરે રામ નામના મહાન મંત્રનો જાપ કરતા તપસ્યા કરી હતી. તેમણે એટલી કઠણ તપસ્યા કરી કે કીડીઓએ તેમના પર પોતાનું ઘર બનાવી લીધુ હતું. ધ્યાન દરમિયાન તેમની તપસ્યાનું ફળ મળ્યું અને તેમના નામ સાથે વાલ્મીકી નામ જોડાયું.

English summary
Maharshi Valmiki Jayanti is a renowned poet in Indian mythology. He wrote the epic Ramayana.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.