For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MahaShivratri 2022: મહાશિવરાત્રિ પર વ્રતની સાચી વિધિ અને પૂજાનો સમય

આવો, જાણીએ મહાશિવરાત્રિ પર કઈ રીતે ભોલેનાથની પૂજા કરવી જોઈએ.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ મહાશિવરાત્રિનો તહેવાર ભગવાન શિવ અને શક્તિના અભિસરણનુ રુપ હોય છે. હિંદુ ધર્મના પંચાંગ અનુસાર દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રિનો પર્વ મનાવવામાં આવે છે.

shiva

મહાશિવરાત્રિ વર્ષમાં એક વાર આવે છે અને આ દિવસે ભગવાન ભોલેનાથેને અનેક રીતે ભક્તો ખુશ કરવાની કોશિશ કરે છે. આ વખતે મહા શિવરાત્રિ 1 માર્ચ 2022ના રોજ મનાવવામાં આવશે. આ દિવસે ભોલેનાથના ભક્તો ખાસ રીતે પૂજા-અર્ચના કરીને પ્રભુને ખુશ કરવાની કોશિશ કરે છે. આવો, જાણીએ આ દિવસે કઈ રીતે ભોલેનાથની પૂજા કરવી જોઈએ.

મહાશિવરાત્રિ વ્રતની વિધિ

તમને જણાવી દઈએ કે શિવરાત્રિ વ્રતના એક દિવસ પહેલા ત્રયોદશી પર ભક્તોને ડુંગળી-લસણ વિનાનુ ભોજન કરવુ જોઈએ. જ્યારે શિવરાત્રિના દિવસે સવારે ઉઠીને સ્નાન કરીને પૂરી શ્રદ્ધા સાથે ભગવાન ભોલેનાથ આગળ વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. સંકલ્પ દરમિયાન ભક્ત ઉપવાસનો સમય પૂરો કરવા માટે ભગવાન શિવના આશીર્વાદ લે છે. તમે વ્રત કઈ રીતે રાખશો એટલે કે ફળાહાર કે પછી નિર્જળા એ પણ સંકલ્પ લઈ લો.

શિવરાત્રિના દિવસે સવારે સ્નાન કરીને મંદિરમાં પૂજા કરવા જવુ જોઈએ. શિવરાત્રિના પ્રસંગે ભગવાન શિવ પૂજા રાતે ખાસ રીતે કરવી જોઈએ. આખો દિવસ અને રાત ઉપવાસ કર્યા બાદ આગલા દિવસે સૂર્યોદય થયા બાદ જ નાહીને વ્રત ખોલવામાં આવે છે. વાસ્તવિક માન્યતા એ છે કે શિવ પૂજન અને પારણ ચતુર્દશી તિથિમાં જ કરવામાં આવે છે.

ચાર પ્રહરની પૂજા

મહાશિવરાત્રિની પૂજા રાતે એક કે ચાર વાર અલગ-અલગ રીતે કરવામાં આવે છે. આ દિવસે એક પ્રહરની અલગ-અલગ પૂજા વિધિ થાય છે. જો કે, આ દિવસે રુદ્રાભિષેકનુ ખાસ મહત્વ જણાવવામાં આવ્યુ છે. જાણો, ચાર પ્રહરની પૂજાનો સમય.

1. રાત્રિ પ્રહર પૂજાઃ સાંજે 06:21થી રાતે 09:27 વાગ્યા સુધી
2. રાત્રિ પ્રહર પૂજાઃ રાતે 09:27થી રાતે 12:33(02 માર્ચ) વાગ્યા સુધી
3. રાત્રિ પ્રહર પૂજાઃ રાતે 12:33થી સવારે 03:39 વાગ્યા સુધી(02 માર્ચ)
4. રાત્રિ પ્રહર પૂજાઃ સવારે 03:39થી સવારે 06:45 વાગ્યા સુધી(02 માર્ચ)

વળી, નિશિતા કાળ પૂજાનો સમય 02 માર્ચ, 2022ના રોજ સવારે 12.08 વાગ્યાથી સવારે 12.58 વાગ્યા સુધી જ રહેશે.

ચતુર્દશી તિથિ ક્યારે શરુ થશેઃ 01 માર્ચ, 2022ના રોજ સવારે 03.16 વાગ્યાથી થશે પ્રારંભ
ચતુર્દશી તિથિ ક્યારે સમાપ્ત થશેઃ 02 માર્ચ, 2022ના રોજ સવારે 01.00 વાગે થશે સમાપ્ત

મહાશિવરાત્રિ પૂજન વિધિ

એવુ માનવામાં આવે છે કે બધા દેવી-દેવતાઓની તુલનામાં ભગવાન શિવને પ્રસન્ન કરવા સૌથી વધુ સરળ છે. તે એક લોટો જળ ચડાવવાથી પણ ખુશ થઈ જાય છે. આ જ કારણ છે કે તેમને ભોલેનાથ પણ કહેવામાં આવે છે. ફાગણ મહિનાનમાં આવનાર મહાશિવરાત્રિના દિવસે જાતકે બ્રહ્મ મુહુર્તમાં સ્નાન કરી લેવુ જોઈએ. ત્યારબાદ પૂજા સ્થળને શુદ્ધ કરીને જળથી ભરેલા કળશની સ્થાપના કરવી જોઈએ. હવે ભગવાન શિવ અને પાર્વતી માતાની મૂર્તિને સ્થાપિત કરો. હવે ચંદન, અક્ષત, લવિંગ, ઈલાયચી, સોપરી, પાન, ધતૂરો, બિલીપત્ર, દૂધ, દહીં, ઘી, મધ વગેરે ભગવાનને અર્પણ કરો. ભગવાનની આરાધના કરો અને શિવજીની આરતીનો પાઠ જરુર કરો.

English summary
Mahashivratri 2022: Mahashivratri vrat, pujavidhi, date and time.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X