For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Mahashivratri 2023 Date : જાણો મહાશિવરાત્રીની તારીખ, પૂજા-વિધિ અને મુહૂર્ત

Mahashivratri 2023 Date : શિવ ભક્તો ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન સમારોહના તહેવાર મહાશિવરાત્રીના પાવન પર્વની રાહ જુએ છે. આ વર્ષે મહાશિવરાત્રી 18 ફેબ્રુઆરી, 2023ના રોજ ઉજવવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

Mahashivratri 2023 : હિન્દુ પંચાગ અનુસાર દર વર્ષે ફાગણ વદ ચોથના દિવસે મહાશિવરાત્રીના તહેવારની ઉજવણી કરવામાં આવે છે.

Mahashivratri 2023

ઉલ્લેખનીય છે કે, દર મહિને પણ શિવરાત્રી ઉજવવામાં આવે છે, જેને માસિક શિવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. આ સાથે વર્ષમાં એકવાર ફાગણના મહિનામાં મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન ભોળનાથ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા.

મહાશિવરાત્રી એ વર્ષનો શ્રેષ્ઠ દિવસ છે

મહાશિવરાત્રી એ વર્ષનો શ્રેષ્ઠ દિવસ છે

પૌરાણિક માન્યતાઓ અનુસાર, મહાશિવરાત્રીના દિવસે ભગવાન મહાદેવ પૃથ્વી પર હાજર દરેક શિવલિંગમાં બિરાજમાન હોય છે. એટલામાટે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગનો અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.

આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી તમામમુશ્કેલીઓ દૂર થાય છે. આ સાથે અપાર સુખ અને સમૃદ્ધિ મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો, શિવ-પાર્વતીના આશીર્વાદ મેળવવા માટેમહાશિવરાત્રી એ વર્ષનો શ્રેષ્ઠ દિવસ છે.

આ વર્ષે 18 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવશે મહાશિવરાત્રી 2023

આ વર્ષે 18 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવશે મહાશિવરાત્રી 2023

હિન્દુ કેલેન્ડર મુજબ, ફાગણ મહિનાની ચોથ એટલે કે તારીખ 17 ફેબ્રુઆરીના રોજ રાત્રે 8.02 કલાકથી શરૂ થશે અને 18 ફેબ્રુઆરીના રોજસાંજે 4.18 કલાકે સમાપ્ત થશે.

આવી સ્થિતિમાં ઉદયા તિથિ અનુસાર આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર 18 ફેબ્રુઆરી, 2023 શનિવારનારોજ ઉજવવામાં આવશે.

મહાશિવરાત્રીના દિવસે વ્રત રાખવાનું અને રુદ્રાભિષેક કરવાનું અનેરું મહત્વ છે. મહાશિવરાત્રી 2023 વ્રત દરમિયાન માત્ર ફળો જ ખાવામાંઆવે છે.

આ સાથે મહાશિવરાત્રીના દિવસે લોકો સક્કરિયાનું ફરાળ અચૂક કરે છે. આ વર્ષે મહાશિવરાત્રી વ્રત રાખવાનો સમય 19ફેબ્રુઆરીના રોજ સવારે 06.57 થી બપોરે 3.33 સુધીનો રહેશે.

મહાશિવરાત્રીનું વ્રત પૂજા-વિધિ

મહાશિવરાત્રીનું વ્રત પૂજા-વિધિ

મહાશિવરાત્રીના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરો અને પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો અને ભગવાન શંકરની સામે હાથ જોડીને પૂર્ણભક્તિભાવ સાથે ઉપવાસ કરવાનો સંકલ્પ લો.

આ દિવસે નિર્જલા વ્રત રાખવું અથવા માત્ર ફળ ગ્રહણ કરવું ખૂબ જ સારું છે. આ પછીભગવાન શિવને પંચામૃત અને ગંગાજળથી અભિષેક કરો.

ભગવાનને બેલ પત્ર, ધતુરા, સફેદ ચંદન, અત્તર, જનોઈ, ફળ અને મીઠાઈઓઅર્પણ કરો. આ દિવસે ભગવાન શિવને કેસરવાળી ખીર અર્પણ કરીને દરેકને પ્રસાદ ધરાવવો જોઈએ.

English summary
Mahashivratri 2023 : Know Mahashivratri Date, Puja Ritual and Muhurat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X