15 જાન્યુઆરીથી શરૂ થઈ બેન્ડ, બાજા વરઘોડાની સિઝન

Written By:
Subscribe to Oneindia News

15 જાન્યુઆરીએ મધ્ય રાત્રિએ 1 વાગ્યા ને 15 મિનિટે સૂર્ય ગુરૂની રાશિ ધનમાંથી નીકળી મકર રાશિમાં ગોચર કરવાનું શરૂ કરી દેશે. સૂર્યના ધન રાશિમાં ભ્રમણ કરતા કમુરતા રહે છે. કમુરતામાં માંગલિક કાર્યો જેવાં કે લગ્ન, બાબરી વગેરે કરવું યોગ્ય નથી. સૂર્યના મકર રાશિમાં પ્રવેશની સાથે જ કમુરતા સમાપ્ત થશે અને માંગલિક પ્રસંગોની શરૂઆત થઈ જશે. એટલે કે 15 જાન્યુઆરીથી બેન્ડ, બાજા અને વરઘોડાની સિઝન શરૂ!

મેષ, વૃષભ, કન્યા, વૃશ્ચિક અને મીન રાશિઓ માટે શુભ સમય

સૂર્યના મકર રાશિમાં આવવાથી મેષ, વૃષભ, કન્યા, વૃશ્ચિક અને મીન માટે સમય શુભ રહેશે. કર્ક, તુલા, ધન, મકર અને કુંભ રાશિઓને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

 • મેષ - સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. નોકરી કરનારા લોકોને બોનસની શક્યતાઓ જણાઈ રહી છે. જમીન, મકાન અને રોકાણ માટે સમય સારો છે. કેટલાક લોકોને દાંપત્યજીવનમાં તણાવ ઉભો થવાની શક્યતા છે.
 • વૃષભ - સૂર્ય ચતુર્થેશ થઈ ભાગ્યભાવમાં છે. જેને કારણે વાહન સુખ મળશે અને કુટુંબનું વાતાવરણ સુખદ રહેશે. નોકરી કરનારા લોકોને તેના બોસથી બચીને રહેવાની જરૂર છે. વાહન સાચવીને ચલાવવું.
 • મિથુન - આ રાશિના કેટલાક જાતકોને કામના દબાણને કારણે ઉંઘ ન આવવાની સમસ્યા રહેશે. તમારા ગુપ્ત સંબંધો ઉઘાડા પડી જશે, પરિણામે સતર્ક રહેજો. આવકના નવા સ્ત્રોતો દ્વારા ધનલાભ થશે. પ્રેમ જીવન અત્યંત સુખમય રહેશે.
 • કર્ક - નવા સંબંધો બનશે. કળાત્મક કામોમાં રસ જાગશે. રોજગાર માટે ભટકનારા લોકોને નોકરીની ઈચ્છા પૂરી થશે. આરોગ્ય પ્રત્યે વિશેષ કાળજી રાખવાની જરૂર છે. પતિ-પત્નીના સંબંધો બગડેલા રહેશે. તમારા પૈસા ક્યાંક ફસાઈ શકે છે, માટે સાવધાન રહેજો.
 • સિંહ - લગ્નેશ સૂર્ય છઠ્ઠાભાવમાં સ્થિત છે, માટે તમારે ઠંડીથી બચવાની જરૂર છે, નહિંતર મોસમી બિમારીઓથી હેરાન થઈ શકો છો. પરાક્રમ અને સાહસમાં વધારો થશે. તમારા દૂરદર્શી વિચારો તમને અત્યંત ફાયદો કરાવે. નાણાકીય મુશ્કેલીને કારણે ચિંતામાં રહેશો.
 • કન્યા - બાળકોના શિક્ષણને લઈ મન ચિંતામાં રહેશે. નવી યોજનાઓને ભરપૂર ઉર્જા સાથે શરૂ કરજો, સફળતા જરૂર મળશે. રોકાયેલા નાણા છૂટા થતા થોડી રાહત મળશે. ધાર્મિક કામોમાં રસ જાગશે.
 • તુલા - કેટલાક લોકોને આ સમયે માનસિક અશાંતિને કારણે માથાનો દુખાવો રહેશે. પ્રાઈવેટ નોકરી કરનારાને મુશ્કેલી આવી શકે છે. નજીકના સંબંધોમાં સકારાત્મક વલણ સાથે ચાલજો. રોજગારીની મુશ્કેલી રહેશે. નકામી ચિંતાઓ કરી જાતને હેરાન કરશો નહિં. કુટુંબમાં સ્ત્રીઓનું આરોગ્ય બગડી શકે છે.
 • વૃશ્ચિક - નોકરી કરનારા લોકોને નવી તકો મળશે, જેથી તમારી આવક બમણી થશે. આ રાશિના કેટલાક જાતકોને ભૌતિક સાધનોનું સુખ મળશે. કૌટુંબિક સંબંધો અનુકૂળ રહેશે. આરોગ્ય નરમગરમ રહે એવું બને.
 • ધન - જરૂરિયાતની પૂર્તિ કરવા માટે આળસનો ત્યાગ કરવો પડશે. સૂર્ય ભાગ્યેશ થઈ બીજા ભાવમાં સ્થિત છે, જેને કારણે અગાઉના સમયમાં જ્યાં જ્યાં નાણા રોક્યા છે તેમાંથી લાભ મળશે અને કુટુંબમાં નાના મહેમાનનું આગમન થઈ શકે છે.
 • મકર - પ્રથમ ભાવમાં સૂર્ય તમારા સ્વભાવમાં અભિમાન પેદા કરશે, જતેનાથી બચજો. ખર્ચા અનેક ગણા વધશે. ઉપરાંત પદ, પ્રતિષ્ઠામાં વધારો થશે. પ્રેમી પંખીડા છુપાઇ છુપાઇને મળવામાં થોડા સતર્ક રહે.
 • કુંભ - 12માં ભાવમાં સૂર્ય મુશ્કેલીની પરિસ્થિતિઓમાં તમને જીતાડશે. વાહન ચલાવતા સાવધાન રહેવાની જરૂર છે. પૈસા આવશે પણ જલ્દીથી વપરાઈ પણ જશે. પ્રેમ સંબંધોમાં મજબૂતાઈ આવશે. કોઈ કારણને લઈ બાળકોની ચિંતા સતાવ્યા કરશે.
 • મીન - સૂર્ય ષષ્ઠેશ થઈ લાભ ભાવમાં બેઠો છે, જેને કારણે નોકરીમાં ઉન્નિત થશે. મનોરંજનના સાધનોમાં વધારો થશે. ભાગ્ય પક્ષ મજબૂત થશે, જેને કારણે નાણાકીય સ્થિતિમાં મજબૂતાઈ આવશે. ધર્મ અને કર્મમાં રસ જાગશે.
English summary
Makara Sankranti 2017 is one of the most celebrated festivals in India but astrologically, it is the day when Sun begins its movement away from the tropic of Capricorn and towards the northern hemisphere.
Please Wait while comments are loading...