For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યોતિષ મુજબ મકર રાશિમાં સૂર્યનો પ્રવેશથી જાણો કેવી રીતે તમારું ભાગ્ય બદલાશે

|
Google Oneindia Gujarati News

રાશિફળ: સૂર્યનો મકરમાં પ્રવેશથી તમારી રાશિ પર પડશે આ પ્રભાવ. હિંદુઓ માટે વર્ષનો પહેલો પર્વ હોય છે મકર સંક્રાતિ. પૌષ માસમાં જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આ ઉત્સવને મનાવવામાં આવે છે. આ ઉત્સવ આ વખતે 14મી જાન્યુઆરીએ નહીં પણ 15મી જાન્યુઆરીએ છે. કારણ કે તે જ દિવસે સૂર્ય મકરમાં પ્રવેશે છે. આ દિવસે સૂર્ય ધનુર રાશિને છોડીને મકરમાં પ્રવેશ કરે છે.

જ્યોતિષ: તમારો બર્થ ડે ખોલશે તમારા વ્યક્તિત્વની આ પોલ

મકર સક્રાંતિના દિવસે સૂર્યની ઉત્તર ગતિનો પ્રારંભ થાય છે. અને માટે જ તેને ઉત્તરાયણ કહે છે. જો કે સમગ્ર ભારતમાં તેને અલગ અલગ નામે ઉજવવામાં આવે છે. કોઇના માટે તે પોંગલ છે તો કોઇના માટે સંક્રાંતિ. જો કે સૂર્યના મકર રાશિના પ્રવેશથી તમામ રાશિઓ પર તેની અસર થાય છે. ત્યારે સૂર્યનું આ ભ્રમણ તમારા માટે સારા સમાચાર લાવશે કે ખરાબ તે જાણવા માટે જુઓ નીચેનું રાશિફળ.

મેષ

મેષ

22 માર્ચથી 20 એપ્રિલની જન્મ તારીખ ધરાવતા મેષ રાશિના જાતકો માટે સૂર્યની આ ઉત્તર ગતિ તેના કાર્ય ક્ષેત્રમાં પ્રગતિ કરાવશે.

વૃષભ

વૃષભ

21 એપ્રિલ થી 21 મે સુધીના વૃષભ રાશિના જાતકો માટે સૂર્યની આ ગતિ તેમને ધાર્મિક કાર્યો કરાવશે અને ભાગ્યવાન બનાવશે.

મિથુન

મિથુન

મિથુન રાશિ માટે સૂર્યનું આ ભ્રમણ લાભકારી નહીં રહે. તેમને આ સમયે તેના સ્વાસ્થયનો ખાસ ખ્યાલ રાખવો પડશે.

કર્ક

કર્ક

કર્ક રાશિના જાતકોને પાર્ટનરશિપ કરવાથી લાભ થશે. અને તેમના લાઇફ પાર્ટનર દ્વારા પણ કાર્ય યોજનાઓ બનશે.

સિંહ

સિંહ

સિંહ રાશિના જાતકોને વિશેષ રૂપે સાવધાની રાખવી પડશે. કારણ કે આ સમયે ઝધડો અને વિવાદ થવાની પૂરી શક્યતા છે.

કન્યા

કન્યા

કન્યા રાશિના વિદ્યાર્થી વર્ગ માટે સારો સમય છે પ્રેમમાં વુદ્ઘિ થશે.

તુલા

તુલા

મિત્રોના કારણે તુલા રાશિના જાતકોને ચિંતા બની રહેશે. જો કે કોઇ શુભ સમાચાર મળવાની પણ શક્યતા છે.

વૃશ્ચિક

વૃશ્ચિક

સૂર્યના મકર રાશિમાં પ્રવેશના કારણે વૃશ્ચિક રાશિના જાતકોને આ સમયે યશ, કિર્તી અને બળ પ્રાપ્ત થશે.

ધનુર

ધનુર

ધનુર રાશિના જાતકોના ઘનમાં વુદ્ઘિ થશે અન ે તમે પૈસા કમાવવાની અનેક નવી યોજનાઓ બનાવશો.

મકર

મકર

સૂર્ય મકર રાશિમાં જ પ્રવેશે છે અને આ કારણે તેમને પ્રસિદ્ઘ પ્રાપ્ત થશે અને તેમના અધૂરા કાર્યો પૂરા થશે.

કુંભ

કુંભ

કુંભ રાશિને વગર કારણે ખર્ચો કરવાનો વારો આવશે. અને તેમને પૈસૈ બચાવવાનો પ્રયાસ કરવો પડશે.

મીન

મીન

આ સમયે મીન રાશિના જાતકો ખૂબ જ ધ્યાન રાખીને કામ કરવું પડશે. જો કે તમને દરેક કાર્યમાં સફળતા મળશે.

English summary
Makar Sankranti: what are the effects on zodiac signs and Your Life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X