યોગ્ય વરની પ્રાપ્તિ માટે કન્યાઓ કરે આ ઉપાય, થશે જલ્દી લગ્ન

Posted By:
Subscribe to Oneindia News

મોટેભાગે એવું જોવા મળે છે કે જેમને દિકરીઓ છે તેઓ તેમની દિકરીના લગ્નને લઈ હંમેશા ચિંતામાં રહે છે. તેમની સૌથી મોટી સમસ્યા હોય તો તે છે સારો વર. કારણ કે જો સારો પતિ ન મળે તો કોઈ ખુશથી રહી શકતુ નથી. પતિ-પત્ની બંનેનું આખુ જીવન દુઃખમાં વિતે છે. લગ્ન ન થવા પાછળ સૌથી મોટુ કારણ જ્યોતિષિય હોઈ શકે છે. જો દિકરીના લગ્ન નક્કી થયા પછી પણ તુટી જતા હોય તો લગ્ન સંબંધિત ગ્રહ-યોગના ઉપાય કરવાથી લગ્ન માટે અનુકૂળ પરિસ્થિતિ ઉત્પન થઈ જલ્દી ઉત્તમ ઘર અને વર મેળવવામાં મદદ મળે છે. આજે અમે તમને તમારી આ સમસ્યાનું સમાધાન જણાવિશું જેથી તમે તમારી દિકરી માટે ઈચ્છિત વર શોધી શકો, તો જાણો આ ઉપાયો કયા છે?

નડતરરૂપ ગ્રહોને અનુરૂપ વ્રત

નડતરરૂપ ગ્રહોને અનુરૂપ વ્રત

જો તમે પણ તમારા માટે એક સુયોગ્ય વર શોધી રહ્યા છો તો તમને જણાવી દઈએ કે, તેનો સીધો સંબંધ તમારી કુંડળી સાથે છે. જે વિશે તમારે જાણવું જરૂરી છે. સૌ પહેલા લગ્નમાં અડચણ બનતા ગ્રહોની ઓળખ કરી તે ગ્રહોને લગતા વ્રત, દાન, જાપ વગેરે કરવો. પિતૃશાંતિ કરાવો. જેનાથી તમારી મુશ્કેલીઓ ખતમ થઈ જશે.

કેળાની પૂજા

કેળાની પૂજા

જો તમે ઈચ્છતા હોય કે તમારા લગ્ન એક એવી વ્યક્તિ સાથે થાય જેના મળવાથી તમારુ ભાગ્ય બદલી જાય તો તે માટે ગુરુવારના દિવસે હળદર મિશ્રિત જળ કેળાને ચઢાવો, ઘીનો દીવો કરો તથા ગુરુ મંત્ર ओम ऐं क्लीं बृहस्पतये नम: નો જાપ કરો. ગુરુવારે પાકુ કેળુ ખાશો નહિં, નહિંતર તે તમારા માટે અશુભ છે.

વાયવ્ય દિશામાં સુવું

વાયવ્ય દિશામાં સુવું

જે કન્યાને યોગ્ય વર જોઈએ છે, તેણે મકાનની વાયવ્ય દિશામાં સુવું જોઈએ. ઉપરાંત પોતાની રાશિ અનુસાર થતા ઉપાયો કરવા. આમ કરવાથી તેમના જલ્દી જ વિવાહ થઈ જશે અને તેમનું વિવાહીત જીવન પણ સુખમય રહેશે.

મંત્રોચ્ચાર

મંત્રોચ્ચાર

તમે કદાચ મંત્રોની શક્તિને જાણતા નથી પણ તમને જણાવી દઈએ કે, મંત્રોમાં ખુબ તાકાત હોય છે. સારા જીવનસાથીની પ્રાપ્તિ માટે 11 ગુરુવાર સુધી આ મંત્રનો જાપ કરવો.

ओम लीं विश्वासुर्नाम गन्धर्व:। कन्यानामधिपति: लभामि।

देवदत्तो कन्यां सुरूपां सालकारां तस्मै विश्वासवै स्वाहा।।

લગ્ન ઝડપી થાય તે માટે

લગ્ન ઝડપી થાય તે માટે

જેઓ ઈચ્છે છે કે તેમના લગ્ન ઝડપી થાય તો તે માટે તમારે સાત સોમવાર સુધી નિયમિત રીતે પારદના શિવલિંગની સામે ओम ह्नीं कुमाराय नम: स्वाहा। મંત્રનો જાપ કરવો. આ મંત્રની 21 માળાના જાપ કરો. આ મંત્રથી સુયોગ્ય વર સાથે વિવાહ જલ્દી થઈ જાય છે.

મહાવિદ્યા ભુવનેશ્વરી યંત્ર

મહાવિદ્યા ભુવનેશ્વરી યંત્ર

ઘણી વાર એવું બને છે કે, લગ્ન નક્કી થયા બાદ તૂટી જાય છે. જેમને આવું થતુ હોય તેમણે એક વાતનું ધ્યાન રાખવું કે આવું તેમની કુંડળીના દોષને કારણે પણ થતુ હોય. પરિણામે તમારે મહાવિદ્યા ભુવનેશ્વરી યંત્રની સામે ओम बहि प्रेयसी स्वाहा। મંત્રના સવા લાખ જાપ કરવા. આમ કરવાથી તમારી દરેક મુશ્કેલીઓ ખતમ થઈ જાય છે અને ઝડપથી તમારા વિવાહ થઈ જાય છે.

પાર્વતી સામે આ મંત્રના જાપ

પાર્વતી સામે આ મંત્રના જાપ

ઉપરાંત માતા પાર્વતીની સામે कात्यायिनी महामाये महायोगिनीधीश्वरी। नन्द-गोपसुतं देवि! पतिं में कुरु ते नम: ।। મંત્રની 11 માળાનો જાપ કરી શકો છો. આ ક્રિયા 21 દિવસ સુધી નિયમિત કરવાથી ઉત્તમ જીવનસાથીની પ્રાપ્તિ થાય છે.

English summary
Mantra for getting good husband. This here is a Mantra from the Shaabri Vidya of the nine Masters the Navanaths.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.