For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Margashirsha Amas 2022(Dos and Donts): આજે માર્ગશીર્ષ અમાસ, જાણો શું કરવુ અને શું ના કરવુ જોઈએ?

આજે માર્ગશીર્ષ મહિનાની અમાસનો દિવસ છે. આ દિવસે કરેલા કાર્યોથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. જાણો આજના દિવસે શું કરવુ અને શું ના કરવુ જોઈએ?

By Desk
|
Google Oneindia Gujarati News

Margashirsha Amas 2022(Dos and Donts): આજે માર્ગશીર્ષ મહિનાની અમાસનો દિવસ છે. આ દિવસે કરેલા કાર્યોથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. વળી, આજનો દિવસ પિતૃઓને પ્રસન્ન કરવાનો પણ દિવસ છે. માર્ગશીર્ષ અમાસને અગહન અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે લોકો પિતૃઓની આત્માની શાંતિ માટે તર્પણ અને પિંડદાન કરે છે અને કેટલીક જગ્યાએ લોકો બ્રાહ્મણોને ભોજન પણ કરાવે છે. એવુ માનવામાં આવે છે કે આ દિવસે પિતૃઓનુ શ્રાદ્ધ કરવાથી તેમને મોક્ષ મળે છે અને તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. આજે અમાસની તિથિ સવારે 6:53થી શરૂ થઈ છે, જે 24 નવેમ્બરના રોજ સવારે 4:26 કલાકે સમાપ્ત થશે.

amas

જો કે, આ દિવસે ભૂત અને પિશાચ જેવી શક્તિઓ પણ ખૂબ જ સક્રિય હોય છે અને તેના કારણે આજે કેટલીક બાબતોનુ ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે. જો તમારે પિતૃ દોષથી મુક્ત થવુ હોય તો આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરો અને જો આ શક્ય ન હોય તો સ્નાન કરતી વખતે તમારી ડોલના પાણીમાં ગંગાજળના બે-ચાર ટીપાં નાખી દો. સ્નાન કર્યા પછી, સ્વચ્છ વસ્ત્રો પહેરો અને તમારા પૂર્વજોને યાદ કરો, પીપળના ઝાડને જળ ચઢાવો અને દીવો કરો. પીપળના વૃક્ષનુ આ દિવસે ઘણુ મહત્વ છે. આમ કરવાથી વ્યક્તિ પિતૃ દોષથી મુક્ત થઈ જાય છે.

આજના દિવસે શું ન કરવુ

  • આજે દારૂ ન પીવો.
  • આજે માંસાહારી ખોરાક ન ખાવો.
  • આજે ઝઘડવુ નહિ.
  • આ દિવસે તકરાર, ચર્ચા કે નિંદાનો ભાગ ન બનો.
  • બ્રહ્મચર્યનુ પાલન કરો.
  • સાંજે પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવો.
  • ગરીબોને દાન કરો.
  • બ્રાહ્મણોને ભોજન અર્પણ કરો.
  • પિતૃ કવચનો પાઠ કરો.
  • સ્મશાનમાં ન જશો.
  • તુલસી પાસે દીવો જરૂર કરો.

આ મંત્રોનો જાપ કરો, નહિ થાય ધનની કમી

ॐ पितृगणाय विद्महे जगत धारिणी धीमहि तन्नो पितृो प्रचोदयात्।
ॐ आद्य-भूताय विद्महे सर्व-सेव्याय धीमहि। शिव-शक्ति-स्वरूपेण पितृ-देव प्रचोदयात्।
ओम् देवताभ्य: पितृभ्यश्च महायोगिभ्य एव च। नम: स्वाहायै स्वधायै नित्यमेव नमो नम:।
ॐ पितृ दैवतायै नमः।
ओम आगच्छन्तु में पितर एवं ग्रहन्तु जलान्जलिम

English summary
Margashirsha Amas Today. Know the Mantra, Puja Vidhi and Do-Donts here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X