For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Mangal Margi 2023: મંગલ વક્રી થાય ત્યારે શું થાય?

મંગળ વૃષભ રાશિમાં વક્રી ચાલી રહ્યો છે. આના શુભ અને અશુભ બંને પ્રભાવ હોય છે. અહીં આપણે ફક્ત ખરાબ અસરો વિશે વાત કરીશું.

By Desk
|
Google Oneindia Gujarati News

2023 Mangal Margi(મંગલ વક્રી): વર્તમાન ગોચરમાં મંગળ વૃષભ રાશિમાં વક્રી ચાલી રહ્યો છે. તે 12 જાન્યુઆરી 2023ના રોજ વૃષભ રાશિમાં માર્ગી થશે. મંગળની વક્રી હોવાની સ્થિતિમાં શારીરિક અને આંતરિક શક્તિ બંને નબળી પડી જાય છે. વ્યક્તિનો સ્વભાવ ક્રોધી અને ચીડિયો બની જાય છે. તેની વાણી બગડી જાય છે અને તે વાહિયાત વાતો કરવા લાગે છે.

મંગળ વક્રી થતા આળસ તેના પર હાવી થઈ જાય છે. એક રીતે જોઈએ તો મંગળ જ્યારે વક્રી થઈ જાય છે ત્યારે વ્યક્તિ નિષ્ક્રિય થઈ જાય છે. કુંડળીના અલગ-અલગ ઘરોમાં વક્રી મંગળની વિવિધ અસરો જોવા મળે છે. આના શુભ અને અશુભ બંને પ્રભાવ હોય છે. અહીં આપણે ફક્ત ખરાબ અસરો વિશે વાત કરીશું.

astrology

પ્રથમ ભાવઃ જો પ્રથમ ઘરમાં મંગળ વક્રી થઈ જાય તો વ્યક્તિ જૂઠુ બોલવા લાગે છે. તે ઘણી બધી બાબતો પોતાના લોકોથી છુપાવવા લાગે છે. અભિમાની, ભાવુક અને પૂર્વગ્રહયુક્ત બને છે. વ્યક્તિ હિંસક, ક્રૂર બની જાય છે અને તેના મનમાં દુશ્મનીની ભાવના રાખનાર બની જાય છે.

દ્વિતીય ભાવઃ જો મંગળ બીજા ભાવમાં વક્રી થઈ જાય તો વ્યક્તિ કૃતઘ્ન બને છે. સુંદર વસ્તુઓ અને સ્ત્રીઓ પ્રત્યે તેના વિચારો અશુદ્ધ થઈ જાય છે. આવી વ્યક્તિ ભૌતિક વસ્તુઓની પાછળ દોડતા-દોડતા ખોટા કામ કરવા લાગે છે. માનવીય ગુણોનો અભાવ થાય છે.

તૃતીય ભાવઃ જો રાશિના ત્રીજા ઘરમાં મંગળ વક્રી હોય તો તેને પોતાના જ પરિવારના સભ્યોના વિરોધનો સામનો કરવો પડે છે. આવી વ્યક્તિ અનુશાસનહીન બની જાય છે. આવી વ્યક્તિ શિક્ષણ, ધર્મ, સામાજિક કાર્યમાં અડચણો ઉભી કરવાનો પ્રયાસ કરે છે.

ચતુર્થ ભાવઃ વ્યક્તિ ક્રોધી, હઠીલો અને ક્રૂર બની જાય છે. તેમના પરિવારનુ વાતાવરણ દૂષિત થાય છે. કોઈનુ સાંભળતો નથી, જે ઈચ્છે તે કરે છે. જાતક તેના પિતા સામે બળવો કરે છે અને તેની માતા સાથે પણ અનુકૂળ વર્તન કરતો નથી.

પંચમ ભાવઃ પાંચમા ભાવમાં રહેલો મંગળ પ્રેમ સંબંધ, સંતાન સુખને પ્રભાવિત કરે છે. જાતક પ્રેમ સંબંધોમાં અને દાંપત્ય જીવનમાં અકુદરતી કૃત્યો કરે છે. પોતાના જીવનસાથીને માત્ર ઉપભોગની વસ્તુ તરીકે જ માને છે. આવી વ્યક્તિ બીજાની લાગણીઓની પરવા કરતી નથી.

છઠ્ઠો ભાવઃ અહીં વક્રી મંગળ વ્યક્તિના સ્વાસ્થ્ય અને કાર્યશૈલી પર અસર કરે છે. વ્યક્તિ બીમાર હોવા છતાં પણ ડૉક્ટરને બતાવતો નથી અને મનથી દવાઓ લેતો રહે છે, જેના કારણે રોગ વધુ વકરતો જાય છે. શુભચિંતકો પ્રત્યે ઉદાસ થઈ જાય છે.

સાતમો ભાવઃ વ્યક્તિનુ વૈવાહિક જીવન પ્રભાવિત થાય છે. જીવનસાથી પ્રત્યે ઉદાસીન હોય છે. ભાગીદારીમાં કરેલા કાર્યો નિષ્ફળ જાય. વ્યક્તિ ઈમાનદાર નથી રહેતો અને પોતાના પાર્ટનરથી વસ્તુઓ છૂપાવે છે.

આઠમો ભાવઃ જો મંગળ આઠમા ભાવમાં વક્રી થઈ જાય તો જાતકના જીવનમાં દૂર્ઘટનાઓ થતી રહે છે. તે પોતાના તર્ક-કુતર્કોથી મિત્રતાનો અંત લાવે છે. સ્વભાવ ચીડિયો બની જાય છે. બાળકો સાથે છેતરપિંડી કરે છે અને તેમના પર ખરાબ નજર રાખે છે.

નવમો ભાવઃ નવમા ભાવમાં મંગળવાળી વ્યક્તિ દંભી હોય છે. અધાર્મિક હોવા છતાં તે ધાર્મિક હોવાનો ઢોંગ કરે છે. શિક્ષણ ક્ષેત્રે નિષ્ફળ જાય છે. વ્યક્તિ જીદ્દી હોય છે. કોઈના પ્રત્યે ખરાબ વાત મનમાં પાળીને બેસી જાય છે.

દસમો ભાવઃ જો દસમા ભાવમાં વક્રી મંગળ હોય તો વ્યક્તિ આજીવિકા માટે ભટકે છે. નોકરી અને કામમાં વારંવાર બદલાવ આવે છે. તેમનામાં કોઈ વિશ્વાસ કરતુ નથી. જો તેમને મોટી પોસ્ટ મળે તો તેઓ તેનો દુરુપયોગ કરવા લાગે છે.

અગિયારમો ભાવ: જ્યારે અગિયારમુ ઘર વક્રી હોય છે, ત્યારે વ્યક્તિ નીચલા વર્ગના લોકો સાથે ઉઠવા-બેસવાનુ શરૂ કરે છે. તેમના નૈતિક મૂલ્યો ખરાબ છે. વાણીમાં ખામી હોય છે અને તેઓ નિમ્ન કક્ષાની ભાષાનો ઉપયોગ કરવા લાગે છે.

બારમો ભાવઃ જો બારમા ભાવમાં મંગળ વક્રી હોય તો વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહે છે. ખાવા-પીવામાં સાચવતો નથી અને શરીર બગડે છે. વક્રી મંગળના કારણે લોકો જીવનના પડકારોનો સામનો કરવામાં ડરે ​​છે. જ્ઞાનનો અભાવ હોય છે.

English summary
Mars has been called courage and land. Mangal vakri impact on all People of 12 Zodiac Signs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X