
Mars transit in Gemini: મિથુન રાશિમાં મંગળ કરશે પ્રવેશ, જાણો દરેક રાશિ પર શું થશે અસર?
વેપાર, વ્યવસાય, બુદ્ધિ, કૌશલ, શિક્ષણ વગેરેના અધિપતિ ગ્રહ બુધની રાશિ મિથુનમાં શક્તિ, શૌર્ય, પરાક્રમના પ્રતિનિધિ ગ્રહ મંગળનો પ્રવેશ 16 ઓક્ટોબર 2022ના રોજ સવારે 6.33 વાગે થશે. આ રાશિમાં રહીને મંગળ 3 નવેમ્બરના રોજ સાંજે 5.45 વાગે વક્રી થઈ જશે. વક્રી અવસ્થામાં જ મંગળ 27 નવેમ્બરે પાછલી રાશિ વૃષભમાં આવી જશે. આ રીતે ઓક્ટોબર અને નવેમ્બરમાં મંગળનુ ગોચર બે રાશિઓમાં થશે. મિથુનમાં રહીને મંગળ વેપાર, વ્યવસાય, ધન-સંપત્તિમાં વૃદ્ધિ કરશે અને દેવામાંથી મુક્તિ આપશે. જ્યારે શુક્રની રાશિ વૃષભમાં 27 નવેમ્બરે પ્રવાશ કરવાના કારણે શુક્ર-મંગળનો સંબંધ બનવાથી પ્રેમ, સૌદર્ય, આકર્ષણ, યૌન જીવન વગેરેમાં ફેરફાર થશે. આવો જાણી દરેક રાશિ પર શું પ્રભાવ પડશે.
- મેષ: કાર્યમાં પ્રગતિ, નવા વેપાર કરારો મળશે, સુખી પારિવારિક જીવન, પ્રેમમાં વૃદ્ધિ, સંપત્તિમાં વૃદ્ધિ.
- વૃષભ: જમીન, મિલકતના કામોમાં ગતિ, દેવા મુક્તિની સંભાવના, સામાન્ય પારિવારિક જીવન, સ્વાસ્થ્ય સમસ્યાઓ.
- મિથુન: નવા કામની પ્રાપ્તિ થશે, આર્થિક પ્રગતિ થશે, દેવામાંથી મુક્તિ મળશે, અટવાયેલા પૈસા મળવાના યોગ છે, શારીરિક સ્વાસ્થ્ય સારુ રહેશે.
- કર્કઃ માનસિક અસ્થિરતા રહેશે, કામ અટકી શકે છે, બૌદ્ધિક નિર્ણય લેવામાં સાવધાની રાખો, આર્થિક પ્રગતિ થશે.
- સિંહ: ફસાયેલુ ધન પાછુ આવશે, નવા કાર્યોની શરૂઆત થશે, મિલકતમાં વધારો થશે, કર્મનો શુભ પ્રભાવ વધશે, સ્વાસ્થ્ય સારુ રહે.
- કન્યા: બળ, પરાક્રમ વધશે, સંબંધોમાં યોગ્ય લાભ મળશે, મિલકતમાં વધારો થશે, કાર્ય કુશળતાથી થશે. આરોગ્ય લાભ.
- તુલા: સંકટ સમાપ્ત થશે, જૂના મિત્રો મળશે, કોઈના પ્રેમમાં પડી શકો છો, નવા વ્યવસાયિક કરારો થશે, જીવનસાથી સાથે સંઘર્ષ થશે.
- વૃશ્ચિક: નવા કાર્યોમાં ધ્યાન રાખવુ, ગુસ્સો વધશે, વર્તન સંતુલિત રાખો, ધન-સંપત્તિ પ્રાપ્ત થશે, સ્વાસ્થ્યમાં લાભ થશે.
- ધન: ધનલાભની તકો મળશે, ભૌતિક સુખોમાં વધારો થશે, દેવા મુક્તિના યોગ , નવુ વાહન ખરીદશો, પારિવારિક સમૃદ્ધિ થશે.
- મકર: શારીરિક સ્વાસ્થતા રહેશે, પ્રેમ સંબંધો મજબૂત રહેશે, જીવનસાથી સાથેના સંબંધો મધુર રહેશે, આર્થિક પ્રગતિની તકો રહેશે.
- કુંભ: તકોનો લાભ લો, પારિવારિક જીવન સુખદ રહેશે, સંપત્તિમાં વધારો થશે, દેવા મુક્ત થશો, સંયમિત જીવન સાથે તમે સ્વસ્થ રહેશો.
- મીન: ધનમાં વૃદ્ધિ થશે, નવી મિલકતની ખરીદી થશે, પડકારો પર જીત મળશે, પ્રેમ સંબંધ બંધાશે, પ્રગતિની તકો મળશે, નવા કામ મળશે.
ઉપાયઃ મંગળના ગોચર દરમિયાન તમામ રાશિના લોકોએ હનુમાનજીની વિશેષ પૂજા કરવી જોઈએ, દેવી દુર્ગાની પૂજા કરવી જોઈએ, પૂજા કરવાથી પરેશાનીઓમાંથી પણ બચી શકાશે અને સુખમાં વધારો થશે. આ દરમિયાન ઘરમાં મંગલ યંત્રની સ્થાપના કરો, મસ્તક અને નાભિ પર રોજ લાલ ચંદનનુ તિલક લગાવો, લાલ ચંદનની માળા પહેરો.