મંગળનો તુલા રાશિમાં પ્રવેશ, જાણો તમારી રાશિ પર અસર

Posted By:
Subscribe to Oneindia News

ગુરુવાર સાંજથી મંગળ તુલા રાશિમાં ગોચર કરી રહ્યો છે. આમ તો ગ્રહો અંતરિક્ષની શોભા વધારે છે પણ તેની અસર આપણા જીવન પર તેટલી જ થાય છે. આ જ ગ્રહો તમારુ સુખ અને દુઃખ નક્કી કરે છે. તમને જણાવી દઈએ કે 30 નવેમ્બર 2017 ની સવારે 05:44 વાગ્યાથી મંગળે તુલા રાશિમાં પ્રવેશ કર્યો છે અને તે 17 જાન્યુઆરી 2018 ની સવારે 05:34 સુધી રહેશે. જ્યોતિષ પ્રમાણે મંગળનું આ બદલાયેલુ સ્વરૂપ તમને જરૂર અસર કરશે. આવો જાણીએ તમારી રાશિ પર તેનો પ્રભાવ કેવો રહેશે.

મેષ

મેષ

મંગળ આ રાશિના સાતમાં સ્થાનમાં રહેશે. જે સારુ નથી. આ દરમિયાન પતિ-પત્નીના ઝગડા થશે. જ્યારે મેષ રાશિના જાતકોને નાની-નાની આરોગ્યની તકલીફો રહ્યા કરશે. માટે આરોગ્યનું ધ્યાન રાખજો. તમને પેટને લગતી સમસ્યાઓ થઈ શકે છે. માનસિક તાણ વધશે.

વૃષભ

વૃષભ

આ રાશિના છઠ્ઠા ભાવમાં મંગળ રહેશે. આ દરમિયાન તમારી મુશ્કેલીઓ ખતમ થઈ જશે. આ સમયે તમે દુશ્મનો પર વિજય મળી રહેશે. સ્વાસ્થ્યની કાળજી લેજો. લાંબા સમયથી ચાલતી તમારી સમસ્યાઓ ખતમ થઈ જશે. કાયદાકીય બાબતોમાં સફળતા મળશે. આર્થિક સ્થિતિમાં થોડી નબળાઈ આવશે.

મિથુન

મિથુન

આ રાશિમાં પાંચમા ભાવમાં મંગળ રહેશે. જેની અસર તમારા પર મિશ્રિત રહેશે. આ દરમિયાન વ્યક્તિની મુશ્કેલીઓ ખતમ થઈ જશે. ખુશીઓ તમારા ઘરે દસ્તક દેશે. આ સમયે તમારા દુશ્મનોની સંખ્યા વધી શકે છે. બાળકોને આરોગ્યની તકલીફ રહશે. મન અશાંત રહેશે. શાંત રહેવાનો પ્રયત્ન કરજો. શેરબજારમાંથી તમને લાભ થશે.

કર્ક

કર્ક

મંગળ આ રાશિના ચોથા સ્થાનમાં રહેશે. જેને કારણે વૈચારિક મતભેદ થઈ શકે છે. વિજાતિય લોકો સાથે અભિપ્રાયોમાં તફાવત સર્જાશે. લગ્નજીવનમાં અશાંતિ રહેશે. આરોગ્યને લગતી સમસ્યાઓ થઈ શકે છે. કારકિર્દીમાં પ્રમોશન થઈ શકે છે. પતિને નોકરીમાં પ્રમોશન મળી શકે છે.

સિંહ

સિંહ

સિંહ રાશિના ત્રીજા સ્થાનમાં મંગળ રહેશે. જેથી તમારુ આરોગ્ય સારુ રહેશે. આ સમયે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. નોકરી અને કારકિર્દીમાં સારી તકો મેળવી શકશો.

કન્યા

કન્યા

કન્યા રાશિની સ્ત્રીઓને આવનારા 20 દિવસ તેમના જીવનસાથી સાથે અભિપ્રાયો મેળ ખાશે નહિં. વેપારમાં જબરજસ્ત નફાની શક્યતા છે. સંતાનને આરોગ્યને લગતી તકલીફ આવી શકે છે. માતા-પિતા અને પત્નીનુ આરોગ્ય બગડી શકે છે. કારકિર્દીમાં અડચણો આવી શકે છે.

તુલા

તુલા

તુલા રાશિના પ્રથમ ભાવમાં મંગળનો પ્રવેશ થયો છે. આ દરમિયાન તમારા ગુસ્સામાં વધારો થશે. આરોગ્યને લગતી સમસ્યાઓ વધી શકે છે. અકસ્માત ટાળવા કાળજીપૂર્વક વાહન ચલાવજો. પતિ-પત્ની વચ્ચે ઝગડા થઈ શકે છે.

વૃશ્ચિક

વૃશ્ચિક

તમારા 12માં સ્થાનમાં મંગળનો પ્રવેશ રહેશે જે લગ્નજીવન માટે સારો સંકેત નથી. પતિ-પત્નીના સંબંધો વણસી શકે છે. વિદેશમાં જવાની યોજના બનાવશો. અલ્સર જેવા રોગોથી પીડાઈ શકો છો. મન અશાંત રહેશે. ઈજા થઈ શકે છે, જેથી સાવધાન રહેજો.

ધન

ધન

તમારા 11માં ઘરમાં મંગળે પ્રવેશ કર્યો છે. જેથી તમને ઘણો લાભ થશે. કોર્ટના મુદ્દાઓમાં રાહત મળશે. તમારા કાર્યોથી સમાજમાં ગૌરવ વધશે. પતિ-પત્ની સાથે બહાર ફરવા જઈ શકે છે. આગામી 6 અઠવાડિયા તમારા માટે અત્યંત શુભ રહેશે.

મકર

મકર

મંગળ તમારા 10માં સ્થાનમાં રહેશે. જે તમને કારકિર્દીમાં પ્રગતિ કરાવશે. પ્રમોશન અને પગાર વધારો થઈ શકે છે. તમને કોઈ ઊચી પોસ્ટ મળી શકે છે. તમારી જવાબદારીઓ વધી શકે છે. પોતાને વિવાદોથી દૂર રાખજો. તમારી વ્યક્તિગત સમસ્યાઓ હલ થઈ જશે.

કુંભ

કુંભ

કુંભ રાશિના 9માં ઘરમાં મંગળનો પ્રવેશ નોકરીમાં ફેરફાર લાવશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. માતા-પિતાના આરોગ્યને લઈ ચિંતા રહેશે. વેપારમાં વધુ નફો મળશે નહિં. તમે આઉટસ્ટેશને ફરવા જઈ શકો છો.

મીન

મીન

મંગળ તમારા 8માં સ્થાનમાં રહેશે જે તમને સખત મહેનતથી લાભ કરાવશે. રક્ત સંબંધિ વિકૃતિઓ થઈ શકે છે. તેથી આરોગ્યની સંભાળ રાખજો. માનસિક તાણ વધી શકે છે. આગામી 6 અઠવાડિયા તમે ઘણો સારો નફો મેળવી શકશો.

English summary
The predictions for the Mars Transit in Libra are given according to your Moon Sign. If you want to know your Moon Sign, you can check it at our Moon Sign Calculator.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.