16 જાન્યુઆરીએ મંગળ કરશે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ, કેવી અસર થશે?

Written By: Desk
Subscribe to Oneindia News

શૌર્ય, સાહસ, બળ, સૌભાગ્ય અને જમીન, મકાન સાથે તમામ અચલ સંપતિના દેવ મંગળ 16 જાન્યુઆરી 2018 મંગળવારે મૌની અમાસના દિવસે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે. વૃશ્ચિક મંગળની સ્વરાશિ છે જેથી વૃશ્ચિક અને મેષ રાશિના જાતકો પર તેની વિશેષ મંગળ કૃપા થવાની છે. મંગળ મકર રાશિમાં ઉચ્ચનો હોય અને કર્કમાં નીચનો હોય છે. તેના મિત્ર ગ્રહો સૂર્ય, ચંદ્ર, ગુરુ છે. તેના સમગ્રહો છે શુક્ર અને શનિ તથા શત્રુ ગ્રહો છે બુધ, રાહુ અને કેતુ. જેથી સ્વરાશિ, મિત્ર રાશિ અને સમરાશિના જાતકો માટે મંગળનો વૃશ્ચિકમાં પ્રવેશ શુભ રહેશે. પણ શત્રુ રાશિ માટે તે મંગળ દંગલ કરાવશે. જે લોકોની કુંડળીમાં મંગળની મહાદશા ચાલી રહી છે તેમને મોટા ફેરબદલનો સમય રહેશે.

મંગળનો શત્રુ

મંગળનો શત્રુ

સૌથી પેહલા વાત કરીશું મંગળના શત્રુ ગ્રહોની. મંગળ 16 જાન્યુઆરીથી 7 માર્ચ સુધી વૃશ્ચિક રાશિમાં રહેશે એટલે કે સવા મહિના સુધી. મંગળના શત્રુ ગ્રહ બુધ, રાહુ અને કેતુ છે જેથી બુધની રાશિ મિથુન અને કન્યા રાશિના જાતકો માટે મંગળનું આ રાશિ પરિવર્તન વિના કારણની મુશ્કેલીઓ લઈને આવશે. આ રાશિના જાતકો દેવા નીચે દબાશે. જૂનું દેવુ ચૂકવી શકશે નહિં. આ રાશિના જાતકોને કોઈ લોહી સંબંધિ રોગ થઈ શકે છે.

રાહુ-કેતુ મંગળના શત્રુ

રાહુ-કેતુ મંગળના શત્રુ

આ રાશિની સ્ત્રીઓને એનિમિયાની ફરિયાદ રહેશે. રાહુ અને કેતુ પણ મંગળના શત્રુ છે. જેથી જે જાતકો માટે રાહુ અને કેતુની દશા-અંતર્દશા ચાલી રહી છે. તેમને સવા મહિના વધુ દોડ-ધામ અને ખર્ચા થશે. જે સ્ત્રી-પુરુષોની કુંડળી માંગલિક છે અને લગ્નની રાહ જોઈ રહ્યા છે તેમણે 7 માર્ચ સુધી રોકાવું પડશે. ત્યારબાદ જ તેમના લગ્નની વાત આગળ વધશે.

આમની માટે શુભ

આમની માટે શુભ

મિથુન અને કન્યા રાશિને છોડી તમામ રાશિના જાતકો માટે મંગળનો ગોચર શુભ સાબિત રહેશે. મેષ, વૃશ્ચિક રાશિના જાતકોને આ સમયે જમીન, મકાન, સંપતિની પ્રાપ્તિ થશે. પૈતૃક સંપતિમાંથી લાભ થશે. નોકરીની શોધ કરી રહ્યા જાતકો માટે આ શુભ સમય રહેશે. પોલિસ, સેના વગેરેમાં કામ કરતા સ્ત્રી-પુરુષોને પદોન્નતિ અને માન-સન્માન મળશે. સિંહ, કર્ક, ધન અને મીન રાશિના જાતકોનું દેવું ભરપાઈ થશે. અવિવાહિતોના વિવાહ નક્કી થશે.

કરો આ ઉપાય

કરો આ ઉપાય

જે રાશિ માટે મંગળનું ગોચર શુભ છે અને જેમની માટે અશુભ છે તે તમામ જાતકો 16 જાન્યુઆરીથી 7 માર્ચ સુધી હનુમાન, દુર્ગા, શિવને ખુશ કરવાના ઉપાયો કરે. જે રાશિઓ પર તેની ખરાબ અસર રહેશે તેઓ મંગળવારના દિવસે કાળા પથ્થરના શિવલિંગ પર મસૂરની દાળ અર્પિત કરે, તેમનું દેવુ વધશે નહિં.

હનુમાનનો આ ઉપાય

હનુમાનનો આ ઉપાય

ભિખારીઓને મંગળવારના દિવસે જલેબી ખવડાવો, હનુમાનજીને મીઠો પાન અર્પતિ કરો. જે રાશિના જાતકો માટે મંગળ શુભ છે, તે પણ મંગળવારે દુર્ગા અને હનુમાનના મંદિરમાં સાંજના સમયે લોટના પાંચ દીવા કરે. તેમનું ભાગ્ય ચમકી જશે. પ્રત્યેક મંગળવારે તમામ રાશિના જાતકો હનુમાનજીને ગોળ-ચણાનો નૈવેદ્ય કરે.

English summary
Mars will move to next sign of Scorpio on 16th January 2018. Scorpio is own sign of Mars.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.