• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મીન રાશિફળ 2022(Pisces Love Horoscope): આ વર્ષે મળશે ભરપૂર પ્રેમ

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ મીન રાશિના જાતકોની લવ લાઈફ માટે વર્ષ 2022 શુભ રહેવાનુ છે. આ વર્ષ નવી આશા અને નવા સંબંધો માટે શાનદાર રહેશે. વર્ષના પ્રારંભમાં જરુર સંબંધોમાં થોડુ અંતર આવી શકે છે કારણકે તમે સાથીને સમય નહિ આપી શકો. વર્ષના પ્રારંભથી એપ્રિલ મહિના સુધી શનિની સપ્તમ દ્રષ્ટિ પંચમ પર રહેવાથી બંને પ્રકારના પરિણામ મળશે. સંબંધોને નવી ઉર્જા તો મળશે જ સાથે અમુક બાબતોમાં સંબંધો ખરાબ પણ થઈ શકે છે. એપ્રિલ બાદ મીન રાશિમાં રાશિ સ્વામી બૃહસ્પતિનુ આવવુ પ્રેમ સંબંધો માટે મહત્વપૂર્ણ રહેશે. તમે પ્રેમના દરિયામાં ડૂબકી લગાવશો અને તમને એ પાર્ટનર મળી જશે જેને મેળવવા માટેના સપના લાંબા સમયથી જોઈ રહ્યા છો.

તમને પોતાના પાર્ટનર સાથે ભરપૂર સમય પસાર કરવાનો મોકો મળશે. જૂનથી ઓગસ્ટ વચ્ચે નવા પ્રેમ સંબંધ મળશે. એકથી વધુ જગ્યાએ લગ્ન પ્રસ્તાવ પણ મળી શકે છે. તમારા જીવનમાં આ વર્ષે ઘણા પ્રેમ સંબંધ બનવાના યોગ દેખાઈ રહ્યા છે પરંતુ ધ્યાન રાખજો જે તમારા દિલને ગમે અને જે તમને દિલથી પસંદ કરે તેને જ પોતાનો જીવનસાથી બનાવજો. પરિણીત લોકોના પણ લગ્નેત્તર સંબંધો બની શકે છે. આવી બાબતોમાં સાવધાન રહેવાની જરુર છે, કોઈ તમારી સાથે ચીટ પણ કરી શકે છે. ડિસેમ્બર મહિનામાં પ્રેમ સંબંધ લગ્નમાં પરિણમી શકે છે. પોતાના સાથીને પૂરો સહયોગ અને પ્રેમ આપશો.

ઉપાયઃ આ રાશિના જાતકો સોનેરી વસ્ત્રો પહેરવા. પિંક સ્ફટિકની માળા ધારણ કરવી.

English summary
Meen (Pisces) love Rashifal/Horoscope 2022 according to your name and date of birth.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X